Top News

More Posts

   The Latest

Most Popular

સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અડાજણના 28 વર્ષીય યુવાનને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તે આરોગ્ય કર્મચારી છે. 67 વર્ષની રાંદેરની વૃદ્ધાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રાંદેરના 21 વર્ષીય યુવાનને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પાંડેસરાની 55 વર્ષીય મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. રામપુરાના 40 વર્ષીય પુરૂષને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેની કોઇ જ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પાલની 71 વર્ષીય વૃદ્ધાને મિશનમાં ખસેડાઇ છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મોટાવરાછાના 79 વર્ષના વૃદ્ધને મિશનમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.તો બીજી તરફ શહેરમાં કોરોના સામે લડી રહેલા તંત્ર દ્વારા હવે સ્થાનિક સંક્રમણ સામે વધુ ચુસ્ત બનવા માટે જે વિસ્તારમાંથી પોઝીટવ કેસ મળે છે. તે વિસ્તારમાં લોકોના રેન્ડમલી સેમ્પલ લઇને ચકાસણી ચાલુ કરી છે. જેથી જેનામાં કોઇ લક્ષણ ના દેખાતા હોય તે પણ કોરોના પોઝિટિવ હોય તો સમયસર પગલા ભરી શકાય. આ ગોઠવણ અંતર્ગત સોમવારે રાંદેરના સિદ્દીકી સ્કવેરની આસપાસના વિસ્તારમાંથી 95 સેમ્પલ લઇને અમદાવાદ ચેકઅપ માટે મોકલી અપાયા હતા. હવે મંગળવારે ઝાંપાબજાર-બેગમપુરા વિસ્તારમાંથી આ રીતે રેન્ડમલી સેમ્પલ લેવાશે. જો કે હવે તેના ચેકઅપ માટે સ્થાનિક સ્તરે જ વ્યવસ્થા થઇ ચુકી છે.

To Top