Columns

ઊડતાં વાહનો જે પરિવહનનું ભવિષ્ય બનશે!

દુનિયાનાં મોટાભાગનાં શહેરોના રસ્તા વાહનોની અવરજવર વચ્ચે કોયડો બની ગયા છે, રસ્તા ગમે તેટલી લેનમાં વિસ્તાર પામે વાહનોની વધતી સંખ્યા સામે રસ્તા સાંકડા જ લાગે! કેટલાંક નગરોમાં ટ્રાફિકની સમસ્યા એટલી જટિલ છે કે નાગરિકો અસલ પવનની સુગંધ પણ ખોઇ ચૂક્યાં છે! ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ વ્હીકલ EVTOLનું ટૂંકું નામ છે. તે ઊડતા વાહનમાં બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિકથી ઉપર જવાની કલ્પના છે પણ તે વિચારો કરતાં વહેલું શક્ય બની શકે છે. ઊડતી કાર સાથે નહીં પરંતુ બેટરીથી ચાલતા એરક્રાફ્ટ જેને EVTOL કહેવાય છે, જે એર ટેક્સીઓની જેમ કામ કરશે – ઇમારતોની ટોચ પરના વર્ટીપોર્ટસ, પાર્કિંગ ગેરેજ અથવા ભીડભાડવાળા શહેરોમાં જેને હેલિપેડ કહેવાય છે તેના પરથી ટેક ઓફ અને લેન્ડિંગ કરશે EVTOL પરિવહનને ઝડપી સુરક્ષિત અને ગ્રીન બનાવવા તરફ પહેલ બનશે. પરિવહનને ઝડપી સુરક્ષિત બનાવશે. કાર્ય કરવાની અને જીવવાની રીતમાં ફેરફાર લાવશે!

આવામાં એક પ્રયોગ અનેક સમસ્યાઓની ચાવી બની સફળ નીવડ્યો છે. બેટરી અને કમ્પ્યુટિંગ ટેક્નોલોજીમાં છેલ્લા દાયકામાં સમગ્ર ઇલેક્ટ્રિક ઉડ્ડયન ઉદ્યોગ ઉભરી આવ્યો છે.  ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ વ્હીકલની વિશાળ શ્રેણી બનાવવા માટે ડઝનેક કંપનીઓએ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. જો કે કંપનીઓ વચ્ચેના દ્રષ્ટિકોણ અલગ છે જેમાં કેટલીક એવી ધારણા છે કે તેમનાં વાહનોનો ઉપયોગ એર એમ્બ્યુલન્સ તરીકે કરવામાં આવશે કે અન્ય કાર્ગો વહન કરવા માટે ઉપયોગી નીવડશે પણ ઘણી કંપનીઓ એર ટેક્સીઓ સંચાલનના વ્યવસાયમાં પ્રવેશવાની આશા અને તૈયારી કરી છે.

હેક્સા EVTOL આવનારા સમયને અને પડકાર ઝીલવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, હેક્સા સિંગલ-સીટ છે, જે અઢાર પ્રોપેલર્સ સંચાલન કરે છે, દરેક તેની પોતાની બેટરી સાથે છે. તેમાં જેટ ઇંધણની જરૂર નથી. ઓનબોર્ડ કમ્પ્યુટર્સ ઊંચાઈ અને પવન આપમેળે એડજસ્ટ થઈ જાય છે, હેક્સાની હિલચાલ અને ગતિને નિયંત્રિત કરવા માટે જોયસ્ટિકનો ઉપયોગ કરવો પડે છે. તેને હેંગ કરવા માટે લગભગ અડધો કલાક પ્રી-ફ્લાઇટ ટ્રેનિંગ લેવી પડે છે. હેક્સા હજુ તેના પરીક્ષણ તબક્કામાં છે, તે હવામાં 90’ સુધી અને 45 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઊડે છે. બેટરી પંદર મિનિટ સુધી ચાલે છે. લેન્ડ કરવા માટે હેક્સાને પોઝિશનમાં ગોઠવી  બટન દબાવો અને બાકીનું કામ કમ્પ્યુટર કરે છે!

હેક્સા એવા ભવિષ્યની કલ્પના કરે છે જ્યાં તેનો ઉપયોગ મુસાફરોને ભીડના કલાકોના ટ્રાફિકથી બચાવી શકશે. ભીડના સમયે રસ્તાઓ પર એક કલાકથી વધુ સમય પસાર કરવાને બદલે 10 મિનિટમાં 10 માઈલ ઊડી શકો છો! હેક્સાને અલ્ટ્રાલાઇટ વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તેને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની જટિલ પ્રમાણપત્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી પરંતુ તે વસ્તીવાળા વિસ્તારોમાંથી ઊડી પણ શકતું નથી. આ વર્ષના અંત સુધીમાં ગ્રાહકોને રાઇડ્સ ઓફર કરવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે.

બીજી ઘણી કંપનીઓ છે જે સર્ટિફિકેશન મેળવી કામ કરી રહી છે જેથી ધાર્યા  કરતાં વહેલા તે ભવિષ્યની ઉડાનને વાસ્તવિક બનાવી શકે છે. EVTOL એર ટેક્સીઓ માટે તેમની ડિઝાઇન અન્ય બે સ્ટાર્ટ-અપ્સની વિગતો જાહેર થયા પછી શક્યતા વધુ બની છે. જોબી એવિએશન એક ઉદ્યોગ અગ્રણી જે 2024ની શરૂઆતમાં સેવા શરૂ કરવાની આશા રાખે છે અને વિસ્ક એરો જે એક સ્વાયત્ત EVTOLનું નિર્માણ કરી રહી છે જે પાયલોટ વિના મુસાફરોને લઈ જશે.  વિસ્કનું લોન્ચિંગ સમય માંગે છે, તેઓ માને છે કે EVTOLને વ્યાપક રીતે અપનાવવા માટે સ્વાયત્તતા નિર્ણાયક હશે. ઉદ્યોગ તેના પડકારોનો સામનો કરી રહ્યું છે.વર્ટીપોર્ટસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર પડશે જેમાં EVTOL ઊતરશે.

વિશ્વમાં તમામ પ્રકારના EVTOL વિકસાવવામાં આવી રહ્યા છે. કાર્ગો કેરિયર્સ, એર એમ્બ્યુલન્સ અને ઘણી બધી એર ટેક્સીઓ – કેટલીક પાઇલટ સાથે, કેટલીક પાઇલટ વગર! એરફોર્સ રોકાણ કરી રહી છે, તેવી જ રીતે એરબસ અને અમેરિકન એરલાઇન્સ પણ રોકાણ કરી રહી છે અને ડઝનેક કંપનીઓ પહેલેથી જ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સાથે કામ કરી રહી છે. એક સાથે અનેક દેશોમાં હવાઈ EVTOL વાયુ અને ધ્વનિદૂષણ મુક્ત ઉડાન ભરવા તૈયારી કરે છે, ઉડાન માટે દરેક દેશની અલગ નીતિ હોય છે. આ પ્રક્રિયા અને ટ્રાયલ ઉડાનોએ એક નવી આશા તરફ પાંખો ફેલાવી છે!

Most Popular

To Top