નવી દિલ્હી: (New Delhi) આજે બીજા દિવસે ઈડી દ્વારા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સાડા ચાર કલાક પૂછપરછ કરાઈ હતી. સાંજે 4 કલાકે...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બ્રિજનો (Bridge) અમુક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના નંદેલાવ બ્રિજનો અમુક ભાગ તૂટી પડતા...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આજે મંગળવારે તા. 14 જૂનના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. આ ભૂકંપ બપોરે 1.5...
પલસાણા: કડોદરા (Kadodara) GIDC પોલીસમથક વિસ્તારના ચલથાણ (Chalthan) ગામની સીમમાં રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને (Assistant Dyeing Master) છાતીમાં ચપ્પુના...
નવી દિલ્હી: આર્મીમાં (Army) જોડાઈને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે સરકાર ઉત્તમ યોજના લઈને આવી છે. અગ્નિપથ (Agneepath Scheme) નામની આ...
ભરૂચ: ભરૂચ (Bharuch) કલેક્ટર તુષાર ડી. સુમેરાની (Tushar D. Sumera) એક કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે સમગ્ર જિલ્લામાં ગણના થાય છે. એક IAS અધિકારી...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ૧૮મી જુને વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર રોજે રોજ અધિકારીઓ તથા ભાજપના પદાધિકારીઓ...
વડોદરા : ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં મસ્ત મજાથી દારૂની મહેફિલ માણી રહેલા આઠ ખાનદાની નબીરાઓને એલસીબી ઝોન-1 સ્કોર્ડ સહિત...
વડોદરા : રાજ્ય સહિત શહેરમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓની કિલકારીથી ગૂંજી ઉઠ્યા હતા. કોરોનાની ચોથી...
વડોદરા : વડોદરાના માધવનગર આવાસ ૨૦૧૩મ ધરાશાયી થતા ૧૧ લોકોના મોત નીપજ્ય હતા. આઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કિશનવાડી નુર્મ આવાસમાં...
વડોદરા : કારેલીબાગમાં આવેલી જયપાર્ક સોસાયટીમાં વૃદ્ધ માતા સાથે રહેતા અર્ચનાબેન મકવાણા ઠગ ટોળકી સાથે મળી ગયેલ સીટી પોલીસ મથકનાં પીએસઆઈ સહિતની...
સુરત (Surat): શહેરના અઠવા પોલીસની હદમાં સાગર હોટેલની પાસે ચાર જણા 13 વર્ષની કિશોરીની સામે જોઈને ગંદા ઇશારા (Dirty gestures) કરતા હતા....
કેરળ: લિવ-ઈન રિલેશનશિપને (Live In Relationship) લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ પુરુષ...
વડોદરા : એક તરફ રાજ્ય સરકાર બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા કટીબદ્ધ છે ત્યારે બીજી તરફ કારેલીબાગમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોએ મકાન...
દાહોદ : દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી એવા દાહોદ શહેરમાં પ્રથમ વરસાદે...
શહેરા: શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર અને તેમની ટીમ દ્વારા બે વેપારીઓને ત્યાંથી ૫૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રતિબંધિત પ્લાસ્ટિકનો...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં વીજકરંટ લાગવાથી ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં એક વાનરની સારવાર માટે વનવિભાગની ટીમે રસ ન દાખવ્યો હોવાથી વાનર છેલ્લાં બે દિવસથી...
આણંદ : આણંદ કૃષિ મહાવિદ્યાલય -વ- કૃષિ પોલિટેકનીક, આ.કૃ.યુ.,વસોના રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બીજા અને...
આણંદ : બોરસદ શહેરના હનુમાનજી મંદિર નજીક વાવડી મહોલ્લામાં શનિવાર રાત્રે મુસ્લીમોના ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા, ચપ્પાબાજી અને આગચંપીની ઘટના સંદર્ભે...
જ્યાં હંમેશા દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બારેમાસ 24 X 7 લાખોની સંખ્યામાં આવતા રહે છે, એ સાઉદી અરેબિયાનું મક્કા શહેર વિશ્વપ્રસિદ્ધ છે. આખા...
કેસર હોય કે હાફુસ ગુજરાતી કેરી પાછળ ગાંડો જ હોય. સૌરાષ્ટ્રની કેસર – તાલાળાની બિનપિયત તો ભારત અને ભારતની બહાર દુનિયાભરમાં કેરી...
દરેક જીવોને માટે હવા, પાણી અને અનાજ(ખોરાકની) અને રહેઠાણની ખાસ જરૂર છે. તો હવા બચાવો, પાણી બચાવો, અનાજ બચાવો, માટી(જમીન) બચાવો, વૃક્ષો...
આજે ધોરણ 12ના વર્ગમાં વ્યાકરણનો પહેલો પિરીયડ હતો. ટીચર આવ્યા અને ઘણી ઓળખાણ બાદ તેમણે કહ્યું, ‘દરેક ભાષાનો મૂળ આધાર વ્યાકરણ છે....
સુરત: (Surat) શહેરના અતિ વ્યસ્ત બ્રિજ (Bridge) એવા રિંગ રોડ (Ring Road) ફ્લાય ઓવરબ્રિજની (Fly Over Bridge) રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી...
અમદાવાદ: કોરોનાના (Corona) બે વર્ષ બાદ હર્ષ-ઉલ્લાસથી ભગવાન જગન્નાથની (Bhagwan Jagannath) રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજ સવારે પરંપરા મુજબ...
ઢોસો(ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે ને ખાવા મળે તો મોંમાં પાણી આવે! ઢોસા – ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય...
સુરત : (Surat) દેવધ ગામ પાસે થયેલા ભીષણ અકસ્માતમાં (Accident) ડમ્પરની નીચે બે યુવાનનાં કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે...
સુરત: રવિવારે મોડી રાત્રે મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં (Sarthana Nature Park) સિંહણ (lioness) વસુધાએ ત્રણ બચ્ચાઓને (Lion cub) જન્મ (Born) આપ્યો હતો....
સાહેબ શ્રી,તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડના પરિણામ આવ્યા. 12માં સામાન્ય પ્રવાહનું તો એટલું મોટુ રીઝલ્ટ આવ્યું કે બોર્ડને આશ્વાસન આપવું પડે, પણ...
નવી દિલ્હી: (New Delhi) સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આગામી દોઢ વર્ષમાં સરકાર વિવિધ વિભાગોમાં 10...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
નવી દિલ્હી: (New Delhi) આજે બીજા દિવસે ઈડી દ્વારા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સાડા ચાર કલાક પૂછપરછ કરાઈ હતી. સાંજે 4 કલાકે તેઓ ઈડીની (ED) ઓફિસની બહાર આવ્યા હતા. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલાં અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ બે દિવસની પૂછપરછ બાદ પણ ઈડીના અધિકારીઓ રાહુલ ગાંધીના જવાબોથી સંતુષ્ટ નથી. બીજી તરફ કોંગ્રેસ (Congress) નેતા રણદીપ સિંહ સુરજેવાલાને ઢસડીને પોલીસે વાનમાં બેસાડી દીધા હતા. વિરોધ દરમિયાન સુરજેવાલા અને ચિદમ્બરમને ઈજા થઈ હતી.
આ અગાઉ નેશનલ હેરાલ્ડ (National Herald) સાથે જોડાયેલા મામલામાં રાહુલ ગાંધીની સોમવારે લગભગ 8.30 કલાક સુધી પૂછપરછ કરાયા બાદ આજે મંગળવારે પણ તેમને પૂછપરછ માટે બોલાવાયા હતા. ગઈકાલની જેમ આજે પણ રાહુલ વહેલી સવારે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યારબાદ બહેન પ્રિયંકા ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ-સમર્થકો સાથે ED ઓફિસ તરફ આગળ વધ્યા. દિલ્હી પોલીસ ગઈકાલની જેમ પહેલેથી જ એલર્ટ પર હતી. અકબર રોડ પર કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આજે પણ કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની EDની પૂછપરછ સામે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કર્યો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “2015માં આ મામલામાં રાહુલ ગાંધીને ક્લીનચીટ અપાઈ હતી. હવે પાછું શું થયું?. ગાંધી પરિવારને જાણી જોઈને ત્રાસ આપવાનું કાવતરું છે.” કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દિલ્હીની સડકો પર વિરોધ પ્રદર્શન કર્યો. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
કોંગ્રેસનો આરોપ છે કે તેમના કાર્યકર્તાઓને આજે કોંગ્રેસ હેડક્વાર્ટર સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. કારણ કે અકબર રોડ પર કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આ અંગે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, અહીંના પોલીસ પ્રશાસનને સરકાર તરફથી કેટલા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે તે સમજની બહાર છે. કાયદાને ચાલવા દો, જો 144 લગાવવામાં આવે તો તમને કસ્ટડીમાં લઈ લો, પરંતુ તમે પાર્ટીને ઓફિસમાં આવતા રોકી શકતા નથી, લોકશાહીની હત્યા થઈ રહી છે.
આ અગાઉ સવારે રાહુલ ગાંધી ED ઓફિસ જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પાછળ સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. ED ઓફિસ આવતા પહેલા રાહુલ કોંગ્રેસ હેડક્વાર્ટર ગયા હતા. પ્રિયંકા ગાંધી પણ રાહુલ સાથે કારમાં ED ઓફિસ પહોંચ્યા હતા.