Gujarat

અમદાવાદમાં ભગવાન જગન્નાથએ ગજવેશ ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા

અમદાવાદ: કોરોનાના (Corona) બે વર્ષ બાદ હર્ષ-ઉલ્લાસથી ભગવાન જગન્નાથની (Bhagwan Jagannath) રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજ સવારે પરંપરા મુજબ ભગવાનની જળયાત્રા (Jalyatra) નીકળી હતી. આ જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. શણગારેલા હાથી, બેન્ડવાજા, અખાડા, ધજા પતાકા સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી. જળયાત્રા બાદ ભગવાનની શોડષોપચાર પૂજા શરૂકરવામાં આવશે અને ત્યાર બાદમાં ભગવાનને ગજવેશનો શણગાર કરાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા હતા. વર્ષમાં માત્ર એક જ દિવસ ભગવાન ગજવેશ ધારણ કરે છે.

  • બે વર્ષની મહામારી બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ
  • પરંપરા મુજબ પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • 108 કળશમાં ભગવાન જગન્નાથ માટે જળ લાવી જળાભિષેક કરવામાં આવશે
  • જળાભિષેક બાદ ગજવેશનો શણગાર કરવામાં આવશે
  • 15 દિવસ માટે ભગવાન મોસાળાની મહેમાનગતી માણશે

મંદિર પરિસરમાં 108 કળશ શણગારીને લઈ જવામાં આવી રહ્યા છે. 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક શરૂ થયો છે. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું છે. આ વર્ષે ધ્વજાપતાકા પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સાથે જ શણગારેલા 18 ગજરાજ, બેન્ડવાજા પણ જળયાત્રામાં જોડાયા છે. મંદિરના પ્રાંગણમાં અખાડાના કેટલાક કરતબો પણ બતાવ્યા હતા. ખાસ કરીને બે યુવતીઓએ પણ અખાડાના કરતબ દર્શાવ્યા હતા. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું છે. ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.

કોરોનાની મહામારીના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજવામાં આવી છે. આ જળયાત્રામાં દેશના મોટા સાધુ સંતો, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નીતિ પટેલ સહિત શહેરના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, નીતિન પટેલ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ દિલીપદાસજી મહારાજ ગંગા પૂજનમાં બેઠા હતા. જ્યાં જળયાત્રા દરમિયાન સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની જળયાત્રા નિજમંદિરે પરત ફરી છે. મંદિર પહોંચ્યા બાદ ભગવાનને આ જળથી અભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવશે. પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે. મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top