SURAT

સુરતનો સૌથી ઊંચો બ્રિજ રવિવારે વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે

સુરત: (Surat) શહેરના અતિ વ્યસ્ત બ્રિજ (Bridge) એવા રિંગ રોડ (Ring Road) ફ્લાય ઓવરબ્રિજની (Fly Over Bridge) રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અને હવે રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની રિપેરિંગની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. આ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા વધતાં અહીં સહરા દરવાજા મલ્ટિલેયર બ્રિજ પણ તૈયાર કરાયો છે. મલ્ટિલેયર બ્રિજને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને રવિવારે સહરા દરવાજા મલ્ટિલેયર બ્રિજની સાથે સાથે રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજ પણ ખુલ્લો મૂકી દેવાય શક્યતા છે. રવિવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil), શહેર વિકાસ મંત્રી વિનોદ મોરડિયા અને કેબિનેટ મંત્રી દર્શના જરદોશના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાશે.

  • સહરા દરવાજા મલ્ટિલેયર બ્રિજમાં મલ્ટિલેયર બ્રિજ
  • માન દરવાજાથી સહરા દરવાજા જંક્શન પર મલ્ટિલેયર ફ્લાય ઓવરબ્રિજ
  • રેલવે સ્ટેશનથી સહરા દરવાજા તરફ જતો ફ્લાય ઓવરબ્રિજ
  • સહરા દરવાજા તરફથી માન દરવાજા તરફ જતો ફ્લાય ઓવરબ્રિજ
  • સહરા દરવાજાથી રેલવે ગરનાળું ક્રોસ કરી કરણીમાતા જંક્શન અપ અને ડાઉન ફ્લાય ઓવરબ્રિજ કરણીમાતા જંક્શન પર બોમ્બે માર્કેટ તરફ ઊતરતો એક્ષીટ રેમ્પ

શહેરમાં આશરે 40 વર્ષ અગાઉ રિંગ રોડ ઉપર ટેક્સટાઈલ માર્કેટની શરૂઆત થઈ હતી. ટેક્સટાઈલ માર્કેટના આ વિસ્તારમાં ટ્રાફિક પણ વધ્યો હતો. ટ્રાફિકની સમસ્યાના કારણે 25 વર્ષ પહેલાં સહરા દરવાજા જંક્શન નજીક રૂ.18 કરોડના ખર્ચે બ્રિજ સાકાર કરાયો હતો. જેથી રિંગ રોડ પર જે-તે સમયે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું. ત્યારબાદ વાહનોની સંખ્યા તથા રિંગ રોડ પર બાંધવામાં આવેલી નવી ટેક્સટાઈલ માર્કેટો તથા સહરા દરવાજા નજીક શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ (સ્મીમેર)ના કારણે રિંગ રોડ પર ખાસ કરીને સહરા દરવાજા જંક્શન પર ટ્રાફિકનું ભારણ ફરીવાર ખૂબ વધ્યું હતું. શહેરમાંથી નેશનલ હાઈ–વે તરફ જવા માટેનો મુખ્ય માર્ગ સુરત-કડોદરા રોડ પર પણ આ જંક્શન થઈને જ જવાનું રહેતું હોય અને સુરત–કડોદરા રોડ પર પણ બોમ્બે માર્કેટ જેવી અન્ય માર્કેટો બનતાં ફરી ટ્રાફિકની સમસ્યા વધી હતી. જેથી મનપા દ્વારા મલ્ટિલેયર રેલવે ઓવરબ્રિજ-ફલાય ઓવરબ્રિજનું પ્લાનિંગ કરાયું હતું. અને રૂ.133 કરોડના ખર્ચે સહરા દરવાજા મલ્ટિલેયર ફ્લાય ઓવરબ્રિજ સાકાર કરાયો.

સહરા દરવાજા મલ્ટિલેયર બ્રિજ
પ્રોજેક્ટ કોસ્ટ: 133 કરોડ
બ્રિજની લંબાઈ: અંદાજિત 2.5 કિ.મી.
ખાતમુહૂર્ત : 25 ઓક્ટોબર-2017
લોકાર્પણ : જૂન, 2022
ફાયદો: 15 લાખ લોકોને

બ્રિજ સાકાર થતાં 15 લાખ લોકોને સીધો ફાયદો થશે
રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજ પરથી સીધેસીધા સુરત-કડોદરા રોડ તરફ રેલવે લાઈન ક્રોસ કરીને જઈ શકાય તેમ હોય તેમજ શહેરના વરાછા વિસ્તાર થઈ સુરત–કામરેજ રોડ તરફ જવા માટે સહરા દરવાજા બ્રિજમાં અલગ રેમ્પ આપવામાં આવ્યો છે. રિંગ રોડથી વરાછા વિસ્તાર થઈ સુરત–કામરેજ રોડ તરફ જવા માટે નવી કનેક્ટિવિટી મળશે. રેલવે સ્ટેશન ત૨ફથી સુરત-કડોદરા રોડ તરફ જતાં ટ્રાફિકને પણ આ બ્રિજનો ઉપયોગ કરી ટ્રાફીક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. તેમજ સુરત મુંબઈ રેલવે લાઈન ઉપર રેલવે ગરનાળામાંથી પણ રસ્તા લેવલ વાહન વ્યવહાર બંને દિશામાં અવરજવર કરી શકાશે. ઉપરાંત ગરનાળાની ઉપરથી રેલવે મુંબઈ તરફ તેમજ સુરત તરફ બંને દિશામાં અવરજવર કરી શકાશે. બ્રિજના લોકાર્પણ બાદ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંને દિશામાં ચાલુ રહેતાં આ જગ્યાએ ત્રણેય લેયરમાં ટ્રાન્સપોર્ટ સુવિધા એકસાથે જોવા મળશે.

Most Popular

To Top