Charchapatra

જમીન, વૃક્ષ, પાણી હવા બચાવો

દરેક જીવોને માટે હવા, પાણી અને અનાજ(ખોરાકની) અને રહેઠાણની ખાસ જરૂર છે. તો હવા બચાવો, પાણી બચાવો, અનાજ બચાવો, માટી(જમીન) બચાવો, વૃક્ષો બચાવો. આજકાલ 1,000 વૃક્ષો ઉગાડવામાં અને 5,000 વૃક્ષો કપાય જાય છે. મોટા મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં ખેતીલાયક જમીનનો નાશ થઈ રહ્યો છે. માણસને ખાવા માટે અનાજ જોઈશે, જે જમીનમાંથી પેદા થાય છે. શું માણસ લોખંડના સળીયા ખાય શકશે? આજે આપણા દેશમાં ઘણા ગરીબ છે. તેઓ ભૂખથી પીડાય છે. રહેવાને માટે ઘર નથી. તેઓ ફૂટપાથ પર અથવા ઉપર આભ અને નીચે ધરતી એમ ખુલ્લામાં સુઈ રહે છે. પહેરવાને માટે પૂરતા કપડા નથી. સારા આરોગ્ય માટે પૂરતી સુવિધા નથી. ઘણા ગામડામાં પીવાને માટે શુધ્ધ પાણી નથી. ધરતીમાંથી પાણીના સ્રોત ઓછા થઈ ગયા છે. શુધ્ધ હવાના પેટ્રોલ પંપોની જેમ કેન્દ્રો ઊભા કરવા પડશે. પ્રદુષિત હવાથી રોગચાળો વધ્યો. હવા, પાણી, જમીન બધુ જ પ્રદુષિત થઈ ગયુ છે. નદીઓના મીઠા નીર દરિયામાં વહી જઈને ખારા થઈ જાય છે. ફરી નદી સંસ્કૃતિ અપનાવો.
નવસારી           – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top