Vadodara

કિશનવાડીના નુર્મ આવાસો જર્જરિત, PMને પત્ર

વડોદરા : વડોદરાના માધવનગર આવાસ ૨૦૧૩મ ધરાશાયી થતા ૧૧ લોકોના મોત નીપજ્ય હતા. આઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે  કિશનવાડી નુર્મ આવાસમાં થવાની દહેશત વિશ્વામિત્રી બચાવો સમિતિએ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર થકી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, બીએસયુપી હેઠળ કિશનવાડીમાં આશરે 86 કરોડના ખર્ચે અંદાજે 93 ટાવરોમાં 3100 જેટલા આવાસો માત્ર 10 વર્ષમાં જ જર્જરિત થઈ જતા અનેક તર્ક વિતર્ક પાલિકા સામે ઉભા થયા છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિના કિશોર શર્મા, પ્રોફે.ડૉ. નીકુલ પટેલ, સંજય વાઘેલા, સન્ની ચૌહાણ, અભિષેક ભારદ્વાજ, આકાશ ખ્રિસ્તી તેમજ એડવોકેટ શૈલેશ અમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર થકી જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી હતા તે દરમિયાન રાજ્યમાં સ્લમ ફ્રી સિટી બનાવવા માટે કાચાપાકા મકાનો, ઝુપડા તોડી પુનઃવસન માટે જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન યોજના મુજબ કેન્દ્ર સરકારનો 50 ટકા ફાળો, રાજ્ય સરકારનો 20 ટકા ફાળો અને 30 ટકા લાભાર્થીનો ફાળો આપ્યો હતો. વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂ.86 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટ આપી, કિશનવાડી વિસ્તારમાં નુર્મ યોજના હેઠળ આશરે 93 જેટલા ટાવરોમાં 3100 આવાસો સહિત આંગણવાડીનું નિર્માણ કર્યું હતું. જે માત્ર 10થી 12 વર્ષના સમયગાળામાં જ જર્જરિત થઇ ગયા છે.

જેને કારણે ત્યાના રહીશો દ્વારા ડરના મહોલમાં જીવી રહ્યા છે. અને આજ રોજ તેમને મીડિયામાં રોષ પણ ઠાલવ્યો હતો. આ આવાસોમાં એકાએક સ્લેબમાં પણ મોટા  મોટા ગાબડા પડી ગયા છે. ચોમાસામાં પાણી ઉતરે  તો અટલાદરાના માધવનગરની જેમ ટાવર ધરાશાયી થઇ જમીનદોસ્ત થવાની શક્યતા નકારી શકાય પણ નહિ. જેને કારણે કોઈ  નિર્દોષોની જાનહાનિ થવાની પુરેપુરી શક્યતાઓ  છે. પાણીની ટાંકીઓ પણ તૂટી ગઈ છે. રોડ-રસ્તા અદ્રશ્ય છે. સાફસફાઈના અભાવે આવાસો ભયંકર ગંદકી અને દુર્ગંધથી ખદબદી રહ્યા છે. આંગણવાડી પણ જર્જરિત થઈ ગઈ છે. અગાઉ માધવનગરના રહીશોએ પણ તેમના ઘરો તૂટતા પહેલા, તૂટી જશે તેવી રજૂઆત વુડાના ચેરમેન પાસે કરી હતી. જેને ધ્યાને નહીં લેતા જીવલેણ હોનારત સર્જાઇ હતી.તે પરિસ્થિતિનું આજે ફરી નિર્માણ થયું છે.

Most Popular

To Top