અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ...
મને ઘણાં બધાં યોગાસન આવડે છે પણ સંખ્યા નથી ખબર કે કેટલા યોગ આવડે છે. મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે પણ...
આણંદ : આણંદના સોજિત્રાના મુળ નિવાસી અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સ્થાયી થયેલા યુવકની લૂંટના ઇરાદે આવેલા અશ્વેતોએ પોઇન્ટ બ્લેકથી ગોળી મારી...
આપણા દેશમાં પ્રાચીન કાળથી જ બધી ઉંમરનાં લોકો યોગ અને મેડિટેશન કરતા આવ્યા છે. છેલ્લાં બે વર્ષથી કોવિડને કારણે બાળકો અને યુવાનો...
વડોદરા: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા ખાતે આવતીકાલ ૧૮-૦૬-૨૦૨૨ ના રોજ પધા૨ના૨ છે . ત્યારે તેમને આવકા૨વા વડોદરા મહાનગરપાલિકાએ ગંગા સ્વરૂપ બહેનો...
વડોદરા : મોદી આવે છે તો ભાજપના તમામ નેતાઓ થી માંડીને નાનામાં નાના કાર્યકરોમાં પણ ઉત્સાહનો ભરપુર સંચાર જરૂર થાય છે. માત્ર...
નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલયે પણ અગ્નિવીરોને લઈને મોટી જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે તેમના મંત્રાલય હેઠળની...
સપ્તાહમાં ખૂબ બધા ‘ડે’ની ઉજવણીની ભરમાર આવી રહી છે. ‘ફાધર્સ ડે’, ‘યોગ ડે’, ‘મ્યુઝિક ડે’ તો આજે આપણે ‘મ્યુઝિક ડે’ મનાવીએ! જે...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આવતી કાલે વડોદરા શહેરમાં સભા સબોધવાના છે ત્યારે વડોદરા ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું....
વડોદર: વડોદરા શહેર નજીક આવેલ સિંધરોટ ગામ પાસે મહી નદીથી વડોદરા સુધી નાખવામાં આવેલી ૧૫૦ એમએલડી પાણીની લાઈનમાં એમ.જી.વી.સી.એલ.ની કેબલ નાખવાની કામગીરી...
નેલ આર્ટ એટલે નખોને આકર્ષક બનાવવાની કળા. પહેલાં નેલ્સ પર માત્ર નેલપેન્ટ લગાડવામાં આવતું હતું પરંતુ હવે એના પર જાતભાતની કલરફુલ ડિઝાઈન...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આજ રોજ વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ...
વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) આજે માતા(Mother)ના જન્મ દિવસ(Birthday) નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. માતા હીરાબા(Hira Baa)નો આજે 100મો જન્મદિવસ છે. જેથી...
વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના 24 કલાક બાકી છે.વહિવટી તંત્ર દ્વારા તમામ તકેદારીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે....
વડોદરામાં આવતીકાલે નરેન્દ્ર મોદી આવનાર છે. તે પહેલા તેમના સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. તે રિહર્સલ દરમિયાન સામાન્ય...
12ના પરિણામો આવી ગયાં. પોતાની ઇચ્છાઓ, અભિલાષા પ્રમાણે સ્નાતક કક્ષાએ પ્રવેશના ફોર્મ ભરી દીધા અને ગુજરાત લેવલે ગુજકેટના આધારે મેરીટ લિસ્ટ પણ...
આજના સમયમાં કોઈ વ્યક્તિ 40 દીકરીઓના પિતા હોઈ શકે? અમને ખબર છે તમારા બધાનો જવાબ એક જ હશે. ના હોય! આ તો...
વિશ્વના તમામ પિતાઓને ‘ફાધર્સ ડે’ની હાર્દિક શુભેચ્છાઓ….માતાના માથે વાત્સલ્યની અને પિતાને માથે જવાબદારી નિભાવવાની જવાબદારી છે. માતામાં સ્ત્રીસહજ કોમળતા છે, જયારે પિતાની...
ફરી કોરોનાના કેસમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે અને તેમાં અધૂરામાં પૂરું ચોમાસાનું આગમન. ચોમાસું એટલે રોગોનો ભય. તેથી સ્વસ્થ રહેવાની…...
આવતી કાલે ‘ફાધર્સ ડે’ છે. તમે પપ્પા સાથે દિવસ વિતાવવાના ઘણા પ્લાન બનાવ્યા હશે પરંતુ ડેડીને તમારા હાથે કંઈક બનાવ્યું કે નહીં?...
બિહાર: બિહારના (Bihar) આ માણસની ઓળખ સ્નેક મેન (Snake man) તરીકે કરવામાં આવે છે. બિહારના 25 વર્ષીય મજેબર રહેમાન મલિક તેની દુર્લભ...
અમેરિકા: લોકો મચ્છર, ગરોળી, કોક્રોચ, કરોળિયા અને બેડબગ્સથી દૂર રહેતા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓને (Women) આ તમામથી ખૂબ ચીડ બડતી હોય...
સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) સાડીના ફોલ્ડીંગનું કામકાજ કરતો કારીગર શેઠનો 50 હજારનો ચેક વટાવીને પરત ઓફિસે (Office) જઇ રહ્યો હતો...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત માટે બુધવારે સાંજે અમદાવાદ વિમાની મથક ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી (CM)...
ભરૂચ: ૧૬મી જૂને દહેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) “માય લિવેબલ ભરૂચ” અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ભરૂચ (Bharuch)...
સુરત: ડિંડોલીમાં (Dindoli) બાંધકામ કોન્ટ્રાક્ટર (Contractor) રાખનાર બિલ્ડરની પાસેથી અરુણ પાઠક નામના અસામાજિક તત્ત્વએ પાંચ લાખની ખંડણી માંગીને મારામારી કરતાં પોલીસ ફરિયાદ...
આમ્સટલવેન : ત્રણ મેચની વન ડે સીરિઝ (One Day Series) રમવા માટે નેધરલેન્ડના (Natherland) પ્રવાસે ગયેલી ઇંગ્લેન્ડની (England) મર્યાદિત ઓવરની ક્રિકેટ ટીમે...
નવી દિલ્હી:આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ (Rain) અને ભૂસ્ખલનને (Landslides) કારણે જનજીવન અસ્તવ્યસ્ત...
પારડી : પારડી (Pardi) તાલુકાના ઉદવાડા-રેંટલાવ ઓવરબ્રિજ પાસે આજરોજ સુરતની (Surat) એક કાર (Car) નં. GJ 05 CN 2579 અચાનક હાઇવે (Highway)...
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું (Cannabis) વેચાણ...
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, અચાનક બંદૂકધારીઓએ ગુરુદ્વારામાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગની બીજી બાજુ છુપાઈ ગયા છે. ગુરુદ્વારાની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે. અ ફાયરીંગમાં ગુરુદ્વારાના મુસ્લિમ ગાર્ડનું મોત નીપજ્યું છે. જ્યારે બે લોકો હોસ્પિટલમાં દાખલ છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવેશદ્વાર પાસે બોમ્બ વિસ્ફોટ કર્યો અને પછી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ હુમલામાં બેના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ફસાયેલા છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતાઅને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા હતા. ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે ગુરુદ્વારામાં આતંકી હુમલાની માહિતી સામે આવી છે. આ દરમિયાન, 3 લોકો હાલ બહાર આવ્યા છે, જેમાંથી 2ને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ હુમલામાં 3 તાલિબાન સૈનિકો ઘાયલ થયા છે. બે હુમલાખોરોને તાલિબાનના સૈનિકોએ ઘેરી લીધા છે.
અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ: ભારતીય વિદેશ મંત્રાલય
હુમલા અંગે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કાબુલમાં પવિત્ર ગુરુદ્વારા પર થયેલા હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળના વિકાસ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
ગુરુદ્વારામાં હજુ પણ 7-8 લોકો ફસાયેલા છેઃ મનજિંદર સિંહ સિરસા
બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ત્રણ લોકો નીકળી ગયા છે. જેમાંથી બેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગુરુદ્વારાના રક્ષકનું મૃત્યુ થયું છે. એવું માનવામાં આવે છે કે 7-8 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે પરંતુ સંખ્યાની પુષ્ટિ થઈ નથી. હજુ પણ ગોળીબાર ચાલુ છે.
તાલિબાન લડવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
કાબુલ ગુરુદ્વારા પર હુમલો કરનાર બંદૂકધારીઓ સંભવતઃ તાલિબાનના પ્રતિસ્પર્ધી Daesh જૂથના હતા. તાલિબાન લડવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તેમની વચ્ચે લડાઈ ચાલુ છે. ગુરુદ્વારાને નુકસાન થયું છે અને ચાર શીખો ગુમ છે. પંજાબના રાજ્યસભા સાંસદ વિક્રમ સાહનીએ આ માહિતી આપી હતી.
અગાઉ પણ ગુરુદ્વારા પર થયો હતો હુમલો
ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં તાલિબાન સત્તામાં આવ્યાના મહિનાઓ પછી, અજ્ઞાત બંદૂકધારીઓએ ગુરુદ્વારા કાર્તે પરવાન પર હુમલો કર્યો અને સંપત્તિની તોડફોડ કરી. ત્યારથી અફઘાન શીખો ભારતને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે.