National

પૂર્વઉત્તરના રાજ્યોમાં પૂર: આસામમાં વરસાદે તબાહી મચાવી, મેઘાલયમાં 13 ચેકડેમો તૂટ્યા

નવી દિલ્હી:આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ (Rain) અને ભૂસ્ખલનને (Landslides) કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ઘણી જગ્યાએ પૂરની (Flood) સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ 72 રેવન્યુ ચેમ્બર્સના અંતગર્ત આવનાર 1,510 ગામ હાલ પાણીમાં ડૂબી ગયા છે. 

મળતી માહિતી અનુસાર આસામ અને મેઘાલયમાં 25 જિલ્લાઓમાં લગભગ 11 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે વરસાદ અને પૂરના કારણે અહીંના 13 ચેકડેમ તૂટી ગયા છે તેમજ ઘણાં રસ્તા અને પૂલને પણ નુકશાન થયું છે. મેઘાલય, આસામ, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો અને નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો. મળતી માહિતી મુજબ આસામના ગોલપારા જિલ્લાના આઝાદ નગર વિસ્તારમાં ભૂસ્ખલનને પગલે શુક્રવારે એક મકાન ધરાશાયી થતાં દિમા હસાઓ અને ઉદલગુરીમાં ઓછામાં ઓછા બે બાળકોના મોત થયા હતા અને બે લોકો ડૂબી ગયા હતા. હવામાન વિભાગે અહીં રેડ એર્ટલ જાહેર કર્યું છે. પ્રભાવિત જિલ્લામાં વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કરતાં લોકોને અપીલ કરી છે કે તેઓને જ્યાં સુધી ખૂબ જ જરૂરી અથવા કોઇ મેડિકલ ઇમરજન્સી ન હોય ત્યાં સુઘી પોતાના ઘરની બહાર ન નીકળે .

બ્રહ્મપુત્ર તેમજ તેની સાથે જોડાયેલી નદીઓમાં પાણીનું સ્તર તેમજ તેનો વહેણ વધી રહ્યો છે. આસામના સૌથી મોટા શહેર ગુવાહાટીમાં સતત ત્રીજા દિવસે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આસામના રંગિયા પેટા વિભાગનો મોટો ભાગ પૂરના પાણીમાં ડૂબી ગયો છે અને ઘણા પરિવારો બેઘર બન્યા છે. આ સાથે અહીં ભૂસ્ખલનની ઘટના ઘટી હોવાની માહિતી મળી આવી છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપરાંત એડીઆરએફની ટીમો પણ એકશન મોડમાં આવી ગઈ છે. પંજાબમાં ઘાઘર નદીમાં પૂર આવતા અનેક ઘરો પાણીમાં તણાયા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 28 જુલાઇ સુધી પર્વતીય રાજ્યમાં ચોમાસું વધુ સક્રિય થવાની જાણકારી મળી આવી છે. ત્રિપુરાની વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી મુશળધાર વરસાદને કારણે ત્યાંની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે.

Most Popular

To Top