Kitchen | Recipe

મેંગો પનીર ટિક્કા

આવતી કાલે ‘ફાધર્સ ડે’ છે. તમે પપ્પા સાથે દિવસ વિતાવવાના ઘણા પ્લાન બનાવ્યા હશે પરંતુ ડેડીને તમારા હાથે કંઈક બનાવ્યું કે નહીં? જો નહીં બનાવ્યું હોય તો અહીં આપેલી સરળ વાનગી બનાવી પપ્પાનું દિલ જીતી લો….
સામગ્રી મેરીનેશન :
1/4 કપ હાફુસ કેરીનો પલ્પ
1/4 કપ દહીંનો મસ્કો
1 ટીસ્પૂન શેકેલું બેસન
1 ટીસ્પૂન સમારેલો ફુદીનો
3 ટીસ્પૂન સમારેલી કોથમીર
1 ટીસ્પૂન આદુમરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન લાલ મરચું
1/2 ટીસ્પૂન રજવાડી ગરમ મસાલો
1/2 ટીસ્પૂન ચાટ મસાલો
1/4 ટીસ્પૂન સંચળ પાવડર
1/4 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન એલચી પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું
200 ગ્રામ પનીર
1/2 કપ કેપ્સિકમ મોટા ટુકડા
1/2 કપ મોટા ટુકડા કાંદા
1 ટીસ્પૂન બટર
રીત
w મેરીનેશનનુી બધી વસ્તુ મિક્સ કરી લો.
w પનીર, કાંદા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી 30 મિનિટ મેરીનેટ થવા દો.
w નોનસ્ટિકમાં બટર લઇ પનીર ટિક્કાને શેકી લો અથવા ટૂથપિકમાં ભેરવીને શેકી લો અને ગરમાગરમ સર્વ કરો.

ડ્રાયફ્રૂટ ગુલકંદ મસ્તી
સામગ્રી
100 ml દૂધ
50 ગ્રામ મિલ્કપાવડર
20 ગ્રામ ખાંડ
1 ટીસ્પૂન ઘી
1/4 કપ ડ્રાયફ્રૂટ પાવડર
1/4 કપ કોપરાનું ખમણ
2 ટીસ્પૂન ગુલકંદ
1/4 ટીસ્પૂન એલચી પાવડર
ગુલાબ પાંખડી

રીત
ઠંડા દૂધમાં મિલ્કપાવડર, એલચી પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી ઉકાળો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઉતારી લો. ઠંડું થાય પછી તેમાં ડ્રાયફ્રૂટ પાવડર, ગુલકંદ અને કોપરાનું ખમણ મિક્સ કરી ઘી ઉમેરી લોટ તૈયાર કરો.
લોટમાંથી રોટલી વણી કટરથી ગોળ કટ કરી ઉપર ગુલાબની પાંખડી મૂકી સર્વ કરો.

નો બૅક બ્રાઉની હાર્ટ
સામગ્રી
1 ટીસ્પૂન બદામ
1 ટીસ્પૂન કાજુ
1 ટીસ્પૂન અખરોટ
1 ટીસ્પૂન કોપરાનું ખમણ
1/4 કપ ઓટ્સ
ચપટી મીઠું
2 ટીસ્પૂન કડવો કોકો પાવડર
2 ટીસ્પૂન પીનટ બટર
2 ટીસ્પૂન મધ
6 થી 8 નંગ ખજૂર
1/2 કપ પીગાળેલી ચોકલેટ
ડેકોરેશન માટે : સફેદ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ પાવડર

રીત
ઓટ્સ અને ડ્રાયફ્રૂટને શેકી ઠંડાં કરો.
ચોકલેટ સિવાયની બધી વસ્તુને ગ્રાઈન્ડ કરીને લોટ જેવું મિક્સર બનાવી લો અને જાડો રોટલો વણી લો. હાર્ટ શેપના કટરથી એને કટ કરી લો.
w હાર્ટના નીચેના ભાગમાં આઈસ્ક્રીમ સ્ટિક ભેરવી પોપ્સ બનાવી લો.
w એને પીગાળેલી ચોકલેટમાં ડીપ કરી સફેદ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ પાવડરથી ગાર્નિશ કરી ફ્રીઝમાં 10 મિનિટ સેટ કરી સર્વ કરો.

Most Popular

To Top