રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી...
ઉમરગામ, સાપુતારા: મોંઘવારીના (Inflation) વિરોધમાં કોંગ્રેસે (Congress) ઉમરગામમાં જનચેતના યાત્રા રેલી કાઢતા પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. બાદમાં તમામને જામીન ઉપર...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યાં છે. ઘણા મહિનાઓ પછી છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નોધાયું નથી....
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે જાણે વિદાય લઇ લીધી હોય તેમ આકરો તડકો અને ગરમી અનુભવાઇ રહી છે. પરંતુ હવે...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની મોદી સરકારમાંથી 14 જેટલા મંત્રીઓએ રાજીનમા આપી દીધા છે ત્યારે કેબીનેટના (Cabinet) આજે સાંજે કરાયેલા વિસ્તરણ દરમ્યાન નવા 43...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) નવી સેના તૈયાર થઈ ગઈ છે. સંસદ ભવનમાં મોદી સરકારના નવા મંત્રીમંડળનું (Cabinet) વિસ્તરણ...
મુંબઈ: (Mumbai) રાજકીય સમ્માન સાથે ભારતના પહેલા સુપરસ્ટાર અને ‘ટ્રેજેડી કિંગ’ દિલીપકુમારને સુપુર્દ-એ-ખાક (Burial ceremony) કરવામાં આવ્યા છે. તેઓનું બુધવારે 7 જુલાઈ...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ( CM MAMTA BENARJI) કોલકાતા હાઈકોર્ટે ( KOLKATTA HIGHCOURT) મોટો ઝટકો આપ્યો છે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) કેબિનેટ કેવી હશે, તેની પ્રથમ તસવીર સામે આવી છે. મોદી મંત્રાલયમાં 43 નામ પાક્કા છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( pm narendra modi) મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. 43 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ...
સુરત : સુરત મનપામાં ( surat smc) નવા શાસકો સાથે નવી કારની ખરીદી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતીના એજન્ડામાં રજૂ કરવામાં આવી છે.મનપાના...
યોગગુરુ બાબા રામદેવે ( YOGGURU BABA RAMDEV) એલોપેથિક સારવાર અને ડોક્ટરો ( DOCTER) મુદ્દે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે...
રશિયાથી ખરીદેલી બોફોર્સ તોપના મામલે દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર છેલ્લે સુધી કિચડ ઊડતું રહ્યું હતું તેવી હાલત વર્તમાન પ્રધાન...
વિચક્ષણ તંત્રી અને સાથોસાથ અતિ લોકપ્રિય નવલકથાકાર હરકિસન મહેતાનો ‘મૉસ્ટ ફૅવરિટ’ એટલે કે બહુ માનીતો શબ્દ હતો : ‘જોગાનુજોગ’. …ક્યારેક કથામાં અણધાર્યો...
શશિ થરૂરે તેમના નિયતક્રમ મુજબ ફરી એક નવો શબ્દ પ્રયોજ્યો. શબ્દ છે : ‘પોગોનોટ્રોફી’. નવા નવા શબ્દોનો બંધબેસતો ઉપયોગ કરીને શશિ થરૂર...
સાઈકલનાં પેડલ જોર અને જોશથી ચલાવતાં નિહાર આજે મૂડમાં હતો. કેમ ન હોય? આખરે આજે કેટલા દિવસોની ઇચ્છા પૂરી થઇ હતી. આજે...
આકાશવાણીની નોકરી એટલે અનાયાસે જ ગુજરાતના સાક્ષરો, સારસ્વતો વિદ્વાનોને મળવાનો સુયોગ. 1984 માં હું આકાશવાણીમાં જોડાયો ત્યારે ગાંધીવિચારના મૂલ્યો સાથે જીવતી એક...
આદમ અને ઈવના જમાનામાં શું થતું હતું તે અંગે અટકળો કે કલ્પના કરી શકીએ કે પછી તેનાથી પણ પ્રાચીન કામોત્તેજક ભાવભંગિમાઓ ધરાવતી...
જીવનમાં બે પ્રકારના લોકો જોવા મળે છે. એક હંમેશાં નીરસ, થાકી ગયેલા, નખાઈ ગયેલા અને હતાશાથી દોરાયેલા આવા લોકો નકારાત્મક વિચારોથી એવા...
SURAT : વરાછા ( varacha) માં સોસાયટીમાં જ રહેતી એક યુવકે સોસાયટીમાં જ રહેતી સગીરાને મળવા માટે બોલાવીને તેના ફોટા પાડી લીધા...
ઓક્સિજન ઓછો થઈ ગયો, ઓક્સિજનની ખૂબ જરૂર છે વગેરે જેવા શબ્દો આપણે હાલ કોરોનાકાળમાં ખૂબ સાંભળ્યા. શરીરમાં શું ફક્ત ફેફસાંને ઓક્સિજનની જરૂર...
અકસ્માતવાળી ટ્રકની બોડી વધારવામાં આવેલ હોવાનું જણાવી તેમ જ અકસ્માત સમયે ટ્રકમાં માન્ય ક્ષમતા કરતાં વધુ માલ ભરેલ હોવાની એટલે કે ટ્રક...
surat : સુરત મનપા દ્વારા મંગળવારે કતારગામથી સિંગણપોર ચાર રસ્તા તેમજ સિંગણપોર-ચાર રસ્તાથી સિંગણપોર ગામે સિંગણપોર ગામથી કોઝવે સુધીના ટી.પી. રસ્તા (...
પંકજ, મારી કંપનીએ અમેરિકામાં બ્રાન્ચ ખોલી છે. તેઓ મને એ બ્રાન્ચના મેનેજર તરીકે ‘ઈન્ટ્રા કંપની ટ્રાન્સફરી એલ-૧ વિઝા’ ઉપર અમેરિકા મોકલવા માગે...
લારી ચાલતી હોય કે સ્થિર તેની સાથે રહેવું કે તેની પાસે ઊભા રહેવું તે બહુ હિંમત માગી લેતું કામ હોય છે. રસ્તા...
સ્થળાંતર કરતા પ્રાણીઓની પ્રજાતિઓ કેવી પ્રજાતિઓ છે? સ્થળાંતર કરતા પ્રાણીઓની પ્રજાતિઓ એવી પ્રજાતિઓ છે કે જે અમુક નિશ્ચિત વર્ષના જુદા જુદા સમય...
પાદરા: પાદરા જંબુસર રોડ પર વડુ નજીક MGVCL ની ઓન ડ્યુટી બોલેરો ગાડી અને એકટીવા ને અકસ્માત થતા બે પાદરા ના ટેલિફોન...
ડભોઇ: વડોદરા ફાયર વિભાગ દ્વારા ડભોઇ શહેરના તમામ યુનિટોને ઉપર ફાયર સેફટી ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 50થી વધારે...
જાણીતા અભિનેતા દિલીપકુમાર (Dilipkumar) ના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( ramnath...
દાહોદ: સ્માર્ટ સીટી તરફ પા પા પગલી કરતાં દાહોદમાં સિગ્રનલો ઉતાવળે લગાવી દેવાયા ? સર્કલો બાંધવા દાતા બનેલી સંસ્થાઓના કારભારીઓએ પણ તેની...
ગેરકાયદે રેતીખનનથી શુકલતીર્થમાં ચાર લોકોનાં મોત થતાં જવાબદાર સામે પગલાં લેવા CMને રજૂઆત
700 કિલો ડ્રગ્સ કેસમાં 8 ઇરાની માફિયાની એનસીબી અને એટીએસ દ્વારા પૂછપરછ
રાહુલ ગાંધી-PM મોદી-શાહના નિવેદનો પર ફરિયાદ બાબતે ચૂંટણી પંચે કોંગ્રેસ-ભાજપને નોટિસ મોકલી
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારતમાં આવશે ટ્રોફી
રોહિત શર્મા બીજીવાર બન્યો પિતા, પત્ની રિતિકાએ દીકરાને આપ્યો જન્મ
પંજાબમાં રાજકીય હલચલ: સુખબીર સિંહ બાદલનું શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી રાજીનામું
વડોદરા : માતેલા સાંઢની ગતિએ દોડતા ભારદારી વાહનો પર લગામ ક્યારે લાગશે ? ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા યુવકનું મોત,ટ્રક ચાલક ફરાર
ચારુસેટ યુનિવર્સિટીએ ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો..
રણજીમાં નવો ઈતિહાસ રચાયો, હરિયાણાના બોલરે કેરળની 10 વિકેટ લીધી
આતંકવાદીઓ હવે પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી- પાડોશી દેશનો ઉલ્લેખ કરતા બોલ્યા PM મોદી
PM મોદી નાઈજીરિયા સહિત 3 દેશોના પ્રવાસે: 17 વર્ષ પછી ભારતીય PM નાઈજીરિયાની મુલાકાત લેશે
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત લદાયો
મણિપુરમાં જે 6 મહિલાઓનું અપહરણ થયું હતું તેમાંથી 3ની લાશ નદીમાં તરતી મળી
વડોદરા : અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ,જૂના કોન્ટ્રાકટના 200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા
મહારાષ્ટ્રમાં મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર, સાડી ભેંટમાં આપશે
એલપી સવાણી રોડ પર 120 બેડની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ
માઈક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો, 30 વર્ષ નાના બોક્સર સામે ફાઈટ લડ્યો
ઝાંસીમાં ભયાનક દુર્ઘટનાઃ નર્સે માચીસ સળગાવી અને હોસ્પિટલમાં આગ ભડકી ઉઠી, 10 બાળકોના મોત
શું છે દોગલાપન, સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર અશ્નીર ગ્રોવરની હેકડી ઉતારી, જાણો શું કહ્યું…
મહારાષ્ટ્ર: વર્તમાનમાં તમામ રાજકીય લડાઈઓની જનની
વીએમસી એ ખોદેલા ખાડામાં બાઈક ચાલક પટકાયો, સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે કિસાનો નહીં પણ ઉદ્યોગપતિઓ જવાબદાર છે
બદલાતા ભારતની બદલાતી તસવીર
ઔરંગઝેબ હજુ જીવે છે?
અંધકાર યુગ તરફ લઈ જતી ફેશન?
આઝાદી બાદની તમામ સરકારો માટે શરમજનક, દેશમાં 18 ટકા લોકોનો વાંચતા-લખતાં આવડતું નથી
ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલના લવારા , મહિલાઓને ખોટી સીટ મળે છે
રાજયમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન 776 બાળકો એવા છે કે જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બાળકોને સહાય આપવા માટે આજથી રાજયમાં બાળ સહાય યોજનાનો અમલ શરૂ કરી દેવાયો છે. ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરનાં ૭૭૬ બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે રાજય સરકારે રૂા. ૩૧ લાખ ૪ હજાર આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં.
સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનો આરંભ કરાવતાં ૩૩ જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતાં. બાળકો જેમણે પોતાના માતા-પિતા ગુમાવ્યા હશે કે માતા-પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને રાજ્ય સરકાર આ સહાય આપશે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ ૧૮ વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને ૪૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે બાળકને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ર૧ વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને ૬ હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને ર૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ ૬ હજાર રૂપિયા સહાય મળશે એમ તેમણે ઉમેર્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે આ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિત ની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી કરી દેવાઈ છે.
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે જે ૭૭૬ બાળકોને પ્રત્યેકને રૂ. ૪ હજારની સહાય મળી છે તેમાં, અમદાવાદ જિલ્લામાં-૪ર, અમરેલી-૧૯, અરવલ્લી-ર૬, આણંદ-૩૯, કચ્છ-૩૧, ખેડા-૩૬, ગાંધીનગર-૬, ગીર સોમનાથ-૧૬, છોટાઉદેપૂર-૬, જામનગર-ર૪, જૂનાગઢ-ર૮, ડાંગના-૧૧, તાપીના-૧૭, દાહોદના-રર, દેવભૂમિ દ્વારિકાના-૧૩, નર્મદાના-૧ર, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, પાટણ-રર, પોરબંદર-૧૧, બનાસકાંઠા-ર૧, બોટાદ-૧૩, ભરૂચ-૧૯, ભાવનગર-૪ર, મહિસાગર-૯ તેમજ મહેસાણા-રર, મોરબી-૧ર, રાજકોટ-પ૮, વડોદરા-૩ર, વલસાડ-ર૬, સાબરકાંઠા-૩૬, સુરત-ર૯ અને સુરેન્દ્રનગરના-૧૬ મળી કુલ ૩૩ જિલ્લાના ૭૭૬ નિરાધાર બાળકોને સમગ્રતયા ૩૧ લાખ ૪ હજારની સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરાવાઈ છે.