અમદાવાદ: રાજ્યમાં મધ્ય ગુજરાત (Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) કદાચ એવું માનતું થઇ ગયું છે કે ક્રિકેટ ટીમમાં ફેરફારો કરવાથી જ સફળતા મળે છે અથવા તો...
આદિત્ય રોય કપૂરની ‘રાષ્ટ્રકવચ ઓમ’ને વીકએન્ડમાં રૂ. 5 કરોડ અને આર. માધવનની ‘રોકેટ્રી : ધ નમ્બિ ઇફેક્ટ’ને રૂ. 4.5 કરોડ મળ્યા છે...
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના લડવૈયા અલ્લુરી સીતારામ રાજુના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. અલ્લુરી સીતારામ રાજુની આ 125મી જન્મશતાબ્દી છે, જે પ્રસંગે...
સુરત(Surat) : સૌરાષ્ટ્રના (Saurashtra) અમરેલી (Amreli) ખાતે ગાંજાના (Marijuana) જથ્થા સાથે એકને પોલીસે (Police) પકડી (Arrest) પાડતા આ ગાંજો સુરત ખાતેથી લીધો...
રવ મોદી અને મેહુલ ચોકસીનું 12 -13 હજાર કરોડ રૂપિયાનું કાંડ બહાર આવ્યું અને બેન્કોની તેમાં સીધી સામેલગીરી જણાઇ ત્યારે એમ હતું...
ગુ જરાતમાં વરસાદ સંતાકૂકડી રમે છે, મુંબઈ જળબંબાકાર છે, દક્ષિણ ભારત, આસામ જેવા પ્રદેશો વરસાદમાં હજી કેટલી તારાજી થશે તેની ચિંતામાં ભીંજવાઇ...
કહેવત છે કે ‘કોઈની હવેલી જોઈને આપણી ઝૂંપડી તોડી ન પડાય’ પણ ‘ઝૂંપડીની જગ્યાએ સખત મહેનત કરીને મહેલ બાંધવાની આશા તો જરૂર...
સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા બિહાર (Bihar) નાલંદાથી પ્રવીણ રાઉતને (Pravin Raut) પકડી લાવ્યા બાદ સ્થાનિક પોલીસ કાંઇ...
આકાશમાંથી વરસતા વરસાદી પાણીના યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબધ્ધ થવાની જરૂર છે. આપણાં દેશમાં વરસાદ દ્વારા વરસતા પાણીને...
તંત્રી શ્રી, ગુજરાતમિત્રના તા. 4 – 7ના અંકમાં પ્રથમ પાને મોદીજીએ એક જાહેર સભાને સંબોધતા ભાજપના કાર્યકરોને જણાવ્યું કે લઘુમતીઓના વંચિતો સુધી...
ગુજરાત સરકારની સંસ્થા GMDC Ltd. અમદાવાદ – ગ્રાહકલક્ષી નફો કરતી સંસ્થા છે. પરંતુ તેઓનો વહીવટ કથળવા લાગ્યો છે. (1) સંસ્થામાં ‘Customer Care’...
કોલંબો, તા. ૯: આપણા પાડોશી ટાપુ દેશ શ્રીલંકામાં મહિનાઓથી ચાલી રહેલી આર્થિક સંકટને કારણે ચાલતા તનાવની આજે જાણે પરાકાષ્ઠા આવી ગઇ હતી...
વડોદરા : વડોદરા શહેરમાં મિલકત સંબંધી કેસમાં કેસ જીતાડી દઈશ તેવું કહીને સુપ્રીમ કોર્ટના નામે ખોટા મેલ કરી 3.73 કરોડ રૂપિયા પડાવી...
નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય(Political) ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદે(Ek nath Shinde)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના...
વડોદરા : ચોમાસાની ઋતુમાં સમયાંતરે વરસી રહેલા વરસાદને કારણે અસહ્ય ઉકળાટ વધી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે શહેરમાં બે...
વડોદરા: વડોદરામાં દેવપોઢી એકાદશી નિમ્મીત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન વિઠ્ઠલનાથજીની 213મી રથયાત્રા બે વર્ષ બાદ રંગેચંગે ...
વડોદરા : વડોદરા શહેરમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે.તો બીજી તરફ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મારુતિ ધામ બ્લોક...
વડોદરા : પાણીગેટ પોલીસ ખાતું મારા ખિસ્સામાં લઇને ફરું છું એવી બડાશ મારતા શ્રી સાઇ એન્ટરપ્રાઈઝ ના સંચાલક શૈલેષ નવનીતલાલ શાહ તેની...
વડોદરા: સાવલી પોલીસ દ્વારા બાતમીના આધારે ખાખરીયા ચેકપોસ્ટ નજીક રાજસ્થાનથી આવતી લક્ઝરી વેનિટી વાનને ઉભી રાખીને ચેક કરતા 253 પેટી વિદેશી દારૂ...
ભરૂચ: મૂળ ભરૂચની (Bharuch) અને હાલ વડોદરામાં (Vadodara) રહેતી મહિલા (Woman) નિઃસંતાન હોય તેણીને તેની માતા ભોલાવ વિસ્તારમાં મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા...
જાંબુઘોડા : જાંબુઘોડા પંથકમાં સતત બીજા દિવસે પણ જળબંબાકાર મેઘ વરસાદ થતા નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. પંથકમાં 245 મીમી એટલે કે...
આણંદ : આણંદના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા સાયબર સિક્યુરિટી અવરનેસ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટ એકબીજાને...
નડિયાદ: ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં અષાઢ સુદ પુનમે વહેલી સવારે પાંચ વાગ્યે નિજ મંદિર ખુલી સવા પાંચ વાગ્યાના આરસામાં મંગળા...
સંતરામપુર: બાલાસિનોરના જમિયતપુરામાં ડમ્પીંગ સાઇટને લઇ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ દરમિયાન ગામના કુવાનું પાણી કાળુ પડી જતાં ભારે ઉહાપોહ...
આણંદ: રાજ્યમાં ઓબીસી અનામત લઇ કોંગ્રેસ દ્વારા રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay malya)ને અવગણનાના કેસમાં 4 મહિનાની સજા(sentence) સંભળાવી છે. કોર્ટે માલ્યા પર 2000 રૂપિયાનો...
બોરસદના ભટ્ટ પરિવારે હજુ સુધી ક્યારેય ચારુસેટ કેમ્પસ નિહાળ્યું નથી, છતાં વિશ્વાસના પગલે દાન જાહેર કર્યું આણંદ : આણંદ જિલ્લાના બોરસદના વતની...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં ભારે વરસાદ(Heavy Rain)નાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર આખું શહેર...
વિમાનમાં કેબીન કુ.ની ભરતી માટેના ઇન્ટરવ્યૂ દિલ્હીમાં યોજવામા આવેલ, તેમાં નોકરી વાંચ્છુઓની ખૂબ લાંબી ક્તારો જોવા મળી. કેબીન કુ.માં કામ મેળવવા માટે...
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
વડોદરા શહેરમાં ફરી વીજ કંપનીની મેગા ડ્રાઈવ,વીજ ચોરોમાં ફફડાટ
વૃદ્ધાવસ્થા પ્રકૃતિ આધિન છે પણ પાછલી ઉંમરે આનંદિતતા વ્યકિત આધારિત છે
પુસ્તક સાથે સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત
અમદાવાદ: રાજ્યમાં મધ્ય ગુજરાત (Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 11-12 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે 13થી 15 જુલાઈએ રાજ્યના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની (Weather Department) આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં રેલમાર્ગ અને હવાઈમાર્ગને પણ અસર પડી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણ સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સુરત જિલ્લાના કલેક્ટરે (CollectorSurat) જાણકારી આપતા જણાવ્યું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત જિલ્લામાં 11 અને 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 13થી 15 જુલાઈએ ખુબ જ ભારે વરસાદના કારણે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ કરે નહીં.
11-12 જુલાઈએ આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે ભારે વરસાદના પગલે ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યાની સાથે જ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે.
હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે. જેથી તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ ટાળે. @CMOGuj @pkumarias pic.twitter.com/AOrXJtgBhJ
— Collector Surat (@collectorsurat) July 10, 2022
13થી 15 જુલાઈએ રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર 13 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 અને 15 જુલાઈએ આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક શહેરોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 14થી15 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડ, નવસારી, કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ તંત્ર અને પ્રશાસન પણ સજ્જ બન્યું છે. તંત્ર અને NDRFની ટીમ મળીને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે.