Dakshin Gujarat

સંતાન સુખની લાલચ આપી તાંત્રિકે ભરૂચની મહિલા પાસેથી 2 લાખ પડાવી લીધા

ભરૂચ: મૂળ ભરૂચની (Bharuch) અને હાલ વડોદરામાં (Vadodara) રહેતી મહિલા (Woman) નિઃસંતાન હોય તેણીને તેની માતા ભોલાવ વિસ્તારમાં મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિક (Tantric) સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડના ઘરે લઈ ગયા હતા. જ્યાં તાંત્રિકે ધૂણીને મહિલાને તેની કોખ બાંધી હોવાનું કહી ધાર્મિક વિધિના બહાને 55 હજારના ચાંદીના ઝાંઝર અને ચાર બકરાની બલી માટે 1 લાખ અને અન્ય વિધિના મળી કુલ રૂ.2.10 લાખ પડાવી લીધા હતા. તેમજ ત્યાં હાજર તેણીના બંને શિષ્ય ગૌરવ અનીલ પારેખ અને ભૂપેશ માછીએ માતાજી ઉપર વિશ્વાસ રાખવાનું જણાવ્યું હતું. જે બાદ મહિલાને સંતાન સુખ નહિ થતા તેણીએ રૂપિયાની માંગ કરતા તાંત્રિક અને ચેલાઓએ મહિલાને માતાજી કોપાયમાન થશે તેવો ડર બતાવી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

‘ધંધામાં મંદી છે, પાર્ટી પાસેથી પેમેન્ટ આવ્યું નથી’ હરિયાણાના વેપારી બંધુની 12.92 લાખની છેતરપિંડી
સુરત: ભટાર ચાર રસ્તા પાસે ભગવતી કૃપા રેસીડેન્સીમાં રહેતા 45 વર્ષીય રાજબીર પંજાબસિંહ ગ્રેવલ મુળ હરીયાણાના વતની છે. તેઓ રિંગરોડની ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં જય લક્ષ્મી સિલ્ક મીલ્સ નામે દુકાન ધરાવે છે. તેમનો વર્ષ 2014માં હરિયાણાના રોહતક ખાતે એચ.એસ. એન્ડ સન્સ એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા જીતેન્દ્રકુમાર હુકમસિંહ દહીયા સાથે પરિચય થયો હતો. જીતેન્દ્રસિંહે પોતાના નાના ભાઇ સોનુ હુકમસિંહ દહીયા સાથે ધંધો કરે છે એમ કહી સમયસર પેમેન્ટ ચુકવવાનો વાયદો કરી ફેબ્રુઆરી 2018 થી નવેમ્બર 20219 દરમિયાન 21.17 લાખ રૂપિયાનું ડ્રેસ મટીરીયલ્સ ખરીદ્યું હતું. જે પૈકી 8.24 લાખ રૂપિયાનું પેમેન્ટ ચુકવ્યું હતું.

બાકી પેમેન્ટના 12.92 લાખ ‘ધંધામાં મંદી ચાલે છે, પાર્ટી પાસેથી પેમેન્ટ આવ્યું નથી’, જેવા અલગ અલગ બહાના કાઢી વાયદા પર વાયદા કરી આજદિન સુધી પેમેન્ટ ચુકવ્યું નથી. અને બાદમાં દુકાન બંધ કરી રાતોરાત ગાયબ થઈ ગયા હતા. જેથી રાજબીરે એચ.એસ.એન્ડ સન્સ એન્ટરપ્રાઇઝના પ્રોપાઇટર જીતેન્દ્રકુમાર હુકમસિંહ દહીયા અને તેના ભાઈ સોનુ હુકમસિંહ દહીયા (બંને રહે. ૧૧૮૫/૩, વોર્ડ નંબર ૮૫ બી.ટી.હાઉસ જૈન માર્કેટ પીર મહોલ્લા રોહતક હરીયાણા તથા ૨૫૪/૨૩ ટેકરનગર શિવાજી કોલોની રોહતક હરીયાણા) ની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top