Business

રાજસ્થાનથી આવતી વેનિટી વાનમાંથી દારૂ સાથે 50 લાખનાે મુદ્દામાલ પકડાયો

વડોદરા: સાવલી પોલીસ દ્વારા બાતમીના આધારે ખાખરીયા ચેકપોસ્ટ નજીક રાજસ્થાનથી આવતી લક્ઝરી વેનિટી વાનને ઉભી રાખીને ચેક કરતા 253 પેટી વિદેશી દારૂ અને વેનિટી વાન સહિત કુલ રૂા.5025620 ના મુદ્દામાલ કબજે કરી ને બે ની ધરપકડ કરી છે. સાવલી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આજે સવારના વેળાએ સાવલી પી એસ આઇ અલ્પેશ મહિડા ને બાતમી મળેલ કે રાજસ્થાન થી આવતી લકઝરી નંબર RJ 15 EA 0198 માં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે તેના પગલે ખાખરીયા આઉટ પોસ્ટ નજીક લક્ઝરી ને રોકીને તપાસ કરતા સાવલી પોલીસ ચોકી હતી લક્ઝરી અંદર થી વેનીટી વાન અને ભારે ભૌતિક સુવિધા થી સજ્જ હતી અને તેમાં નીચે બનાવેલ ખાના ઓ માં ચેક કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની 253 પેટી કુલ 5556 નંગ કબ્જે કરી હતી.

આં જથ્થા સાથે 1. સુમેર સિંગ નરેન્દ્રસિંઘ રાઠોડ. રહે તાલુકો વિજયનગર, અજમેર રાજસ્થાન.2. શ્રવણ છોગારામ પટેલ રહે તાલુકો લુણી જોધપુર રાજસ્થાન ની ધરપકડ કરી હતી આં મુદ્દામાલ. 253 વિદેશી દારૂ ની પેટી કુલ 5556વિદેશી દારૂ બોટલ કી.રૂપિયા 15,11,520/તથા વેનિટી વાન કી.35,00,000/તેમજ મોબાઈલ નંગ 2. કી 7000/અને અંગ જડતી ના 7100/મળી કુલ મુદ્દામાલ. 50,25,620/ કબ્જે કર્યો છે પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂ નો જથ્થો વડોદરા ખાતે આપવાનો હતો તેવું જાણવા મળી રહ્યું છે. બંને આરોપીઓની પણ એક્ટ મુજબ ધરપકડ કરીને આ જથ્થો ક્યાંથી લીધો કોણે આપવાનો હતો તેના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top