Charchapatra

કોને આપ્યું ને તમે રહી ગયા?

તંત્રી શ્રી, ગુજરાતમિત્રના તા. 4 – 7ના અંકમાં પ્રથમ પાને મોદીજીએ એક જાહેર સભાને સંબોધતા ભાજપના કાર્યકરોને જણાવ્યું કે લઘુમતીઓના વંચિતો સુધી સરકારી યોજનાના લાભો પહોંચાડો. મોદીજી જાહેર સભાઓમાં યોજનાઓ જાહેર કરવામાં જ શુરા છે. જાહેર કર્યા પછી યોજનાનું શું થાય છે એ જોવા તેઓ નવરા નથી. 2010માં એમણે સુરતમાં સદ્દભાવના ઉપવાસ કરેલા ત્યારે સુ.મ.પા.ને 2100 કરોડ “ ની ગ્રાંટમંચ ઉપરથી જાહેર કરેલી એ વાતને 12 વર્ષ થયા. દરમ્યાન સુ.મ.પા.માં કરાયેલા RTIમાં જણાવ્યું છે કે મોદીજીએ જાહેર કરેલ 2100 કરોડની ગ્રાંટમાંથી સુ.મ.પા.ને માત્ર 35 લાખ “ અપાયા છે! બોલો ક્યાં 2100 કરોડ અને ક્યાં 35 લાખ! આવી જ એક જાહેરાત એમણે 3 વર્ષ પહેલા એક જાહેર સભામાં 2022મા દરેક ખેડૂતની આવક બમણી કરવાનું વચન આપેલું. કઇ રીતે આવક ડબલ કરી આાપશે એ નહીં જણાવેલું. હવે દેશના ખેડૂતોએ પોતાની આવક બમણી થઇ નહીં તે જાહેર કરવું જરૂરી છે.

મોદીજી જાહેરાતો તો ઢોલ વગાડીને કરે છે. આટલા બહેનોને મફત ગેસ સિલીન્ડર આપ્યાને 80 કરોડ ગરીબોને મફત અનાજ આપ્યું, પરંતુ મારો અનુભવ જુદો જ છે. હું પોતે વિકલાંગ હોવા છતા વિકલાંગ તરીકેના કોઇ લાભ કે અધિકાર સરકારે મને આપ્યા નથી. 5 લાખની કોઇ રાહત મને મળી નથી. કોંગ્રેસના રાજમાં જે રેશનીંગનું અનાજ મારા પરિવારને મળતું હતું તેય મોદીજી આપ્યા પછી બંધ થઇ ગયુ છે. ગેસના બાટલાની સબસીડી બંધ થઇ છે. માટે મોદીજીની બોલબચ્ચન જાહેરાતોથી ભ્રમિત થઇ છેતરાશો નહીં. બોર બતાવીને કલ્લી ઉતારતા મોદીને ખૂબ આવડે છે.
જીતેન્દ્ર – પાનવાલા, સુરત આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top