Charchapatra

આવા તે કેવા કારભાર?

ગુજરાત સરકારની સંસ્થા GMDC Ltd. અમદાવાદ – ગ્રાહકલક્ષી નફો કરતી સંસ્થા છે. પરંતુ તેઓનો વહીવટ કથળવા લાગ્યો છે. (1) સંસ્થામાં ‘Customer Care’ વિભાગ શરૂ કરેલ છે, પરંતુ યોગ્ય જવાબ મળતા નથી. (2) ‘Online Payment’ની સુવિધા ન હોવાને કારણે Delovery Orders બનાવી આપતા નથી. Systemનો દોષ કાઢી રકમ Refund તરત આપતા નથી. (ગેરવહીવટનો નમૂનો) (3) ગ્રાહકોને Ligniteની ફાળવણી બોયલરની CapaCity અનુસાર આપવામાં આવે છે અને તે માસિક 2 વખત પખવાડિયે આપવામાં આવે છે. ધારો કે પહેલા પખવાડિયામાં 1 થી 15 માં સંજોગવશાત્ D.O. નહીં બને તો બીજા પખવાડિયામાં 16 થી 30 માં ફાળવણી સ્થગિત કરવામાં (સૂચના આપવામાં આવતી જ નથી) આવે છે અને ગ્રાહકોને દર વખતે આપશ્રી જવાબ આપો કે તમારો Quota રદ કેમ થયો અને દર વખતે Mail કરવાનું સૂચન કરે છે. ગ્રાહક Mail કરે તો પણ તરત જવાબ મળતા નથી.
અમદાવાદ – એક નાના ઉદ્યોગપતિ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top