Madhya Gujarat

ઇન્ટરનેટ એકબીજાને જોડે છે, સાથોસાથ છેતરપિંડી પણ થાય છે

આણંદ : આણંદના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા સાયબર સિક્યુરિટી અવરનેસ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટ એકબીજાને જોડે છે, પરંતુ સાથોસાથ છેતરપિંડીનો પણ થાય છે. આથી, સજાગ રહેવા માટે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આજના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ સ્માર્ટ ગેજેટ (મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ, લેપટોપ) સાથે સંકળાયેલો છે, જે એક સ્માર્ટ દુનિયા એટલે કે ઈન્ટરનેટ જે એક બીજા સાથે જોડાણ કરે છે, પણ આજ ઈન્ટરનેટનો વપરાશ કેવી રીતે કરવો ?

અને સુરક્ષા બાબતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ ? અને આપણે પોતે સાયબર ક્રાઇમના વિક્ટિમ (ભોગ) ન બનીએ તે માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ ? અને આજના આ આવનારા આધુનિક યુગમાં ભવિષ્ય કેવી રીતે બનાવી શકાય ? આવા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે એક બચાવલક્ષી અને જન જાગૃતિ અભિયાનનું આયોજન  શનિવારના રોજ આદિ શંકરાચાર્ય ઑડિટોરિયમ, માનવ વિદ્યાભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્યવક્તા તરીકે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ મનિષભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે આ અંતર્ગત જુદી જુદી રીતે થતાં ઓનલાઈન ફ્રોડ જેવાકે સોસિયલ મીડિયા ફ્રોડ, પ્લાસ્ટિક ફ્રોડ, બૅન્કિંગ ફ્રોડ,  UPI, પાસવર્ડ, ક્યુઆર કોડ વગેરે તથા તેના બચાવ માટે શું કરવું ? તે વિશે ખૂબ અગત્યની માહિતી આપી હતી. તેઓએ સ્માર્ટફોનનો કેવી રીતે ઉપયોગ કરવો ? તથા પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું ? તેના વિષે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો સહિત કુલ 180 જેટલા લોકોએ સાયબર સિક્યુરિટી વિષે માહિતી મેળવી હતી.

Most Popular

To Top