SURAT

‘જાન સે માર દૂંગા..’, ખૂંખાર પ્રવીણ રાઉતે જેલમાંથી ઉધનાના બૂટલેગરને ધમકી આપી

સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા બિહાર (Bihar) નાલંદાથી પ્રવીણ રાઉતને (Pravin Raut) પકડી લાવ્યા બાદ સ્થાનિક પોલીસ કાંઇ ઉકાળી શકી નથી. હાલમાં ઉધના, લિંબાયત, ડિંડોલી પોલીસ દ્વારા આ ખૂંખાર આરોપીની પૂછપરછ કરવામાં આવ્યા બાદ એવું કહેવાય છે કે કાંઇ મળ્યું નથી. એટલે કે જે ચિત્ર આ આરોપી માટે રજૂ કરાયું હતું તેમાં પોલીસ કાંઇ શોધી શકી નથી.

સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતાને કારણે ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર હાલમાં તો પાણી ફરી વળ્યું છે. દરમિયાન આ કહેવાતા ખૂ્ંખાર આરોપીને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા બાદ બાલોદે નામના ઇસમ દ્વારા ઉધનામાં ટોચના બૂટલેગરને (Bootlegar) મારી નાંખવાની ધમકી (Threaten) આપવામાં આવી હોવાની વાત છે. આ બૂટલેગરના ભાઇની થોડા મહિનાઓ પહેલા જ હત્યા (Murder) થઇ હતી. શહેરમાં શનિવારના રોજથી આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

તેમાં હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બૂટલેગરો પાસેથી નાણા માંગતો પ્રવીણ રાઉતના આદેશથી તેના જ ગેંગના (Gang) વ્યક્તિ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. દરમિયાન આ મામલો પોલીસ બેડામાં અને બૂટલેગરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રવીણ રાઉત અગાઉ પણ બૂટલેગરોને ધમકી આપીને ખંડણી માંગવામાં કુખ્યાત હતો. દરમિયાન સબજેલમાંથી ફરીથી પ્રવીણ રાઉતે તેનું નેટવર્ક એક્ટિવ કરતા હાલમાં પોલીસની કામગીરી સામે જ પ્રશ્નાર્થ ચિન્હ મૂકાઇ ગયું છે. અલબત આ મામલે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. અલબત સ્થાનિક પોલીસ હાલમાં દોડતી થઇ હોવાની વિગત જાણવા મળી છે.

પ્રવિણ રાઉતને પકડવા ડીસીબી પીઆઇએ બિહારમાં 10 દિવસ જમરૂખ વેચ્યા
સુરત: શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર ગુનેગારોને પકડીને પાંજરે પુરવા માટે જાણીતા છે. કોઈપણ ગુનાનું ઝડપી ડિટેક્શન થાય તેવો તેમનો આગ્રહ રહ્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા પંદર દિવસમાં બે મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં નકસલી વિસ્તારમાંથી કુખ્યાત પ્રવિણ રાઉતની ધરપકડ અને બારડોલી પાસે ચીકલીગર ગેંગના સાગરીતોને પકડાયા તે બંને કામ માટે રાજ્ય સરકારે ક્રાઈમ બ્રાંચને 3 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા પખવાડિયામાં બે મોટા ઓપરેશન પાર પાડ્યા છે. જેમાં સૌથી વધુ જોખમી ઓપરેશન પ્રવિણ રાઉતને ઝડપી પાડવાનું હતું. છ વર્ષથી વોન્ટેડ આરોપીને જીવના જોખમે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચના પીઆઈ મહેન્દ્ર સાળુંકેએ જણાવ્યું હતું કે, કુખ્યાત પ્રવિણ રાઉતને પકડવા બિહારના અંતરિયાળ ગામમાં ગયા હતા. ત્યાં અમારા બે પીએસઆઈ અને બીજા આઠ પોલીસકર્મીઓની ટીમ પહોંચી હતી. સ્થાનિક જેવા દેખવવા માટે વેશ બદલીને રહેવું પડ્યું હતું. દશેક દિવસ સુધી ત્યાં લુંગી અને ગમછો પહેરીને 10 કિલો જમરૂખ ખરીદી તે વેચવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top