Top News

More Posts

   The Latest

Most Popular

નડિયાદ: ઠાસરા પોલીસે બાતમીના આધારે ખડગોધરાથી વિદેશી દારૂ લઇને જૂનાગઢ તરફ જઇ રહેલી બે કારને ઝડપી લઇ, જૂનાગઢના ત્રણ શખ્સોની અટક કરી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.૬,૨૪,૨૧૦ નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરન કાર્યવાહી હાથ ધરી છે.ઠાસરા પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદ-ઇન્દોર હાઇવે પરથી બે કારમાં ત્રણ શખસો ચોર ખાનામાં વિદેશી દારૂ સંતાડીને અમદાવાદ થઇ જૂનાગઢ તરફ જઇ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતાં તેને રોકી હતી. પોલીસે તપાસ કરતાં ગાડીના નીચેના ભાગે ચોર ખાના બનાવેલા હતા અને તેને બોલ્ટથી ફીટ કરેલાં હતા.

જેથી પોલીસે બોલ્ટ ખોલીને ચોર ખાનામાં તપાસ કરતાં, વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે લઇ ઇમરાન આમીરમીયાં સૈયદ, આસિબ ઇકબાલભાઇ મછીયારા તથા મહંમદ જુમ્માભાઇ ચૌહાણ (ત્રણેય રહે.ડુંગરપુર, જૂનાગઢ) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.૧,૧૦,૧૬૦ નો દારૂ, રૂ. ૫ લાખની કિંમતની બે કાર, રોકડા રૂ. 3,પપ૦ તથા રૂ. ૧૦,૫૦૦ ની કિંમતના 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬,૨૪,૨૧૦નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની હેરાફેરી માટે બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી

દારૂની હેરાફેરી દરમિયાન પોલીસથી બચવા માટે બુટલેગરો સતત અપડેટ થતાં હોય તેવું જોવા મળે છે. પહેલાં થેલી કે બેગમાં, ત્યારબાદ તેલના ડબ્બામાં, ક્યારેક શાકભાજી કે અન્ય કોઇ માલ-સામાનમાં સંતાડીને, ક્યારેક કારના દરવાજામાં કે પછી આઇસર કે ટ્રેઇલરમાં ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જોકે, હવે હાઇટેક થયેલા બુટલેગરો લક્ઝુરિયસ કારનો ઉપયોગ કરે છે. જેમાં કારને મોડીફાય કરીને પાછલી સીટની નીચે તરફ એક ગુપ્ત ખાનું બનાવે છે. સામાન્ય રીતે આ ખાનું છે તે ખબર ન પડે, પરંતુ બોલ્ટ ખોલીને જોતાં, ખબર પડે કે ત્યાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું છે. પખવાડિયા અગાઉ પણ ઠાસરા પોલીસે આજ મોડસ ઓપરેન્ડી સાથે દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરી એકવાર એજ મોડસ ઓપરેન્ડીને પી.એસ.આઇ. કે.આર.દરજી અને તેમની ટીમે ઝડપી પાડી હતી.

To Top