SURAT

સુરતનાં કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં લગાવી મોતની છલાંગ

સુરત (Surat): સુરતનાં કેબલ સ્ટેઈડ બ્રિજ(Cable stayed Bridge) પરથી એક યુવકે તાપી નદી(Tapi River)માં મોતની છલાંગ લગાવી હતી. આ યુવકે પહેલા કેબલ સ્ટેઈડ બ્રિજ પર પોતાનું બાઈક(Bike) મૂકી દીધું હતું. ત્યારબાદ યુવક તાપી નદીમાં કુદી ગયો હતો. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ઘટનાની જાણ કરતા ફાયરનાં જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડ દ્વારા હાલ યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે ફાયરનાં જવાનોને તપાસમાં મુશ્કેલીઓ પડી રહી છે.

  • સુરતના કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી તાપી નદીમાં મોતની છલાંગ
  • યુવક પોતાની બાઈક બ્રિજ પર મુકી લગાવી છલાંગ
  • ફાયરની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી

સુરતનાં અડાજણ વિસ્તારમાં આવેલા કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી એક યુવક તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે પોતાની બાઈક (નં. GJ05- GL-2947) બ્રિજ પર મૂકી હતી. ત્યારબાદ તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જેથી અડાજણ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવક તાપી નદીમાં કુદી ગયો હોવાની સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુવકને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયરબ્રિગેડની ટીમ તપાસમાં મુશ્કેલી આવી રરહી હોવાનું જાણવા મળ્યું છે.

દેવુ વધી જતા લિંબાયતની 58 વર્ષિય આધેડ મહિલાનો આપઘાત
સુરત : લિંબાયત સુમન સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી આધેડ મહિલાએ દેવુ વધી જતા આર્થિક સંકડામણ અનુભવતા ફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ડુંભાલ વિસ્તારના સુમન સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા વેંકટેમસ નારાયણ મોટેના પત્ની લક્ષ્મીબેન મોટે (ઉ.વ.58)એ ગત રાત્રે પોતાના ઘરે બાથરૂમની બારી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક લક્ષ્મીબેન ‌સિલાઈકામ કરી પ‌રિવારને મદદરૂપ થતી હતી. પરિવારને દેવું થઇ જતા આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હતા. દેવું ચુકવવા તેમણે મકાન પણ ગિરવે મુક્યું હતું અને ભાડેથી રહેવા ગયા હતા. આ સ્થિતિમાં તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું.

Most Popular

To Top