Gujarat

છોટાઉદેપુરમાં 22 મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ

છોટાઉદેપુર: ગુજરાત (Gujarat) માં મેધતાંડવ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના (Heavy Rain) કારણે પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને સલામાત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara) શહેરના છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. ત્યારે છોટાઉદેપુરના નાની બુમદી પાસે 22 પેસેન્જર ભરેલી મિની લક્ઝરી બસ (Bus) પાણીમાં ફસાઈ ગઈ હતી.

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ નાની બુમદી પાસે એક મીની લક્ઝરી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ડ્રાઈવર સહિત 22 મુસાફરો આ બસમાં સવાર હોવાની વિગતો સામે આવી હતી. ગળાડૂબ વરસાદી પાણીમાં બસ ફસાઈ જતા અડધી રાત્રે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે તમામ મુસાફરોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.

જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 257 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાંથી 5 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત જરૂરિયાતા વિસ્તારોમાં આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. વિસ્તારોમાં વહીવટી તંત્રએ NDRF,SDRFની ટીમ પણ હાજર રહેવા સૂચનો આપવામાં આવ્યા છે. વધુમાં તેમણે વિગતો આપતા કહ્યું કે પાણેજ ગામમાં એક મહિલાનું મોત થયું છે, જેમને સહાય અપાશે. જેમના ઢોર પુરમાં મોત પામ્યા છે તેમને પણ સહાય ચૂકવાશે.

વરસાદ નું જોર વઘ્યું: રાજુલાના મુખ્ય બજારમાં પૂરની માફક પાણી વહેતા થયા
રાજકોટ : હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની (Rain) આગાહી આપવામાં આવી છે ત્યારે આજે અમરેલી (Amreli) જિલ્લામાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે પાણી (Water) ભરાવવાની સમસ્યા સર્જાય છે ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના કારણે નદી (River) નાળા ચેકડેમો છલકાય ઉઠ્યા છે બગસરાની સાતલડી નદીમાં પુર (Flood) જોવા મળ્યું હતું. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે પીપાવાવ, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તરમાં વરસાદ ધીમીધારે સતત પડી રહ્યો છે જેના કારણે આજે વરસાદ નું જોર વધી રહ્યું છે દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય શકે છે.

Most Popular

To Top