પ્લેયરોનો ઉત્સાહ વધારવા સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકિયા દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરાઈ સુરત: 41 વર્ષના લાંબા વિલંબ પછી ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં...
ભાડાકરારના આધારે ડોક્યુમેન્ટ ઊભા કરી પેઢીઓ રજિસ્ટર કરાવ્યા પછી જીએસટી ચોરી કૌભાંડ થતા ડિપાર્ટમેન્ટની નોટિસો પરત આવી રહી છે સૂરત: દેશભરમાં કોરોનાની...
વિડીયો જોઈ, જિલ્લા નાયબ પોલીસ વડા રાજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતાપોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુકા ગામીતને પકડી પાડ્યો...
સ્નાતકના વિદ્યાર્થીઓના સેમ.1થી 5ના પર્ફોમન્સના આધારે મેરિટ તૈયાર કરી પ્રવેશ અપાશે આ પ્રવેશ પ્રોવિઝનલ હશે અને જે વિદ્યાર્થી છેલ્લા સેમ.માં નાપાસ થાય...
સુરતની 64 સ્કૂલના 320 વિદ્યાર્થીઓના 90 ટકાથી વધારે માર્ક્સ આવ્યાછ માસિક પરીક્ષાના 30 ટકા, પ્રિ-બોર્ડ પરીક્ષાના 40 અને યુનિટ ટેસ્ટના 10 ઉપરાંત...
– દારૂ પીધેલો હોવાનું જણાશે તો વાહન ચાલકોને આકરો દંડદમણ : દમણમાં હવે દારૂ પીને કાર કે બાઈક (Drink and Drive)હંકારવાનું ભારે...
સુરત રેલવે સ્ટેશનથી કરોડોની આવક થાય છે અને ખર્ચાય છે મુંબઈની સબર્બન ટ્રેન પાછળસુરત : સુરત અને દક્ષિણ ગુજરાતના નેતાઓનું અથવા તો...
નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલ ટાઉનહોલની ટીકીટબારી ગેરકાયદેસર રીતે ભાડે રાખનારા દુકાનદાર તેમજ ભાડે આપવામાં મદદગારી કરનાર પાલિકાના જે તે વખતના સત્તાધીશો વિરૂધ્ધ...
ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતની લવલીના બોરગોહેને તુર્કીની વર્તમાન વિશ્વ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલી સામે હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકની મહિલા બોક્સીંગ 69 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ...
આણંદ : લુણાવાડાના ન્યાયધિશે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે ઓનલાઇન વેબસાઇટ પર રૂ.21 હજારનું દાન આપ્યું હતુ. જોકે, આ વેબ સાઇટ બોગસ...
આણંદ: વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) ચાંગાના તમામ 21 ફૂલટાઈમ રિસર્ચ સ્કોલરોને SHODH પ્રોજેકટ અંતર્ગત સ્કોલરશીપ પ્રાપ્ત થઈ...
વડોદરા: વડોદરા શહેરમાં કોરોના મંદ ગતિએ પડ્યો છે.તો બીજી તરફ વાતાવરણમાં બદલાવ આવતા વરસાદી માહોલ જામતા શરદી ખાંસી સામાન્ય તાવના લક્ષણોએ દેખા...
વડોદરા: જેની લાંબા સમય થી રાહ જોવાઇ રહી હતી તે કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ 10નું પરિણામ મંગળવારે બપોરે 12 કલાકે...
પાદરા : પાદરા માં અન્નોત્સવ દિવસ નિમીત્તે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે સર્વને અન્ન ,સર્વને પોષણ કાર્યક્રમ વાઘોડિયામાં ધારાસભ્ય મધુ શ્રીવાત્સવના...
વડોદરા : વડોદરા શહેરના અલકાપુરી વિન્ડસર પ્લાઝા પાસે શિતલ એપાર્ટમેન્ટમાં આવેલા મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોરને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી દુકાનમાંથી રૂ.6.89 લાખ...
ભારતનાં કુલ જંગલોના કેટલા ટકા જંગલો આગજનીની ઘટના પ્રત્યે ભેદ્ય છે? ભારતનાં કુલ જંગલોનાં ૨૧.૪% જંગલો આગજનીની ઘટના માટે ભેદ્ય છે. અતિ...
એક યુવાનને કમરનો દુખાવો થઈ ગયો. તેણે ઘણા સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું પણ કોઈ ડોક્ટર પાકું નિદાન કરી શક્યા નહીં. એક દિવસ...
ઇમિગ્રેશનના કાયદામાં બદલાવ લાવતો, અમેરિકામાં નવી સ્ટાર્ટઅપ કંપનીઓ શરૂ કરનાર પરદેશીઓને અમેરિકામાં પ્રવેશી ત્યાં નવો બિઝનેસ શરૂ કરવાની તક આપતો અને એ...
એક સંબંધીનો અડધી રાત્રે ફોન આવે છે. ખૂબ પીડાદાયક સ્વરે જણાવે છે કે ‘‘મને પગમાં ખાસ કરીને અંગૂઠા પર અસહ્ય બળતરા સાથે...
બેંકો હાઉસિંગ લોન આપે છે ત્યારે કેટલીકવાર કેટલીક હાઉસિંગ લોનની યોજના અંતર્ગત હાઉસિંગ લોન લેનારનો અમુક ચોકકસ રકમનો જીવનવીમો પણ ઉતારાવતી હોય...
દોપહર કો ખાના ખાને કે ટાઈમ કો તુમ ચાય કા કામ બંધ કરતા હૈ ના ? આજ એક ઘંટા જ્યાદા બંધ કરના’...
મોટા ભાગની મહિલાઓ પોતાના સ્તન અંગે વિવિધ પ્રકારનો અસંતોષ અનુભવતી હોય છે. કેટલીક મહિલાઓને તે બહુ મોટાં હોવાનો તો કેટલીકને તે વધુ...
કોઇ એક વ્યકિત પોતાની હયાતિ પછી પણ બીજી બે – એકબીજાથી તદ્દન અપરિચિત – વ્યકિતઓને કેવી રીતે જોડી આપી શકે તેનું ઉદાહરણ...
બેટા…આજે મને ઠીક નથી લાગતું, તું આવી જાય છે?’ હજુ તો કેયૂર ઓફિસ પહોંચ્યો ત્યાં જ વિદ્યાબેનનો ફોન આવ્યો. ‘મમ્મી, શું થાય...
બે દેશ સરહદના મામલે સામસામે લડે, ગોળીબાર કરે તેવું સાંભળ્યું હતું પરંતુ એક જ દેશના બે રાજ્યો વચ્ચે સરહદ માટે લડાઈ થાય...
માનસન્માન નહિ જળવાય તો ગમે એટલો પગાર હશે તો પણ કર્મચારી કંપની છોડી દેશે એક જમાનો હતો કે કોઈ પણ સંસ્થામાં કર્મચારીઓ...
એક જમાનામાં ગુના એટલે પૉકેટમારી- ઘરફોડી- લૂંટ, ઈત્યાદિ.. એમાં બળાત્કાર – હત્યા તો અક્ષમ્ય અપરાધની કક્ષામાં આવતાં. આજના ડિજિટલ યુગમાં તો અપરાધની...
કર્મશીલ સ્ટેન સ્વામીના અવસાનને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. સ્ટેન સ્વામીના મૃત્યુના સમાચાર ગુજરાતી મીડિયામાં નગણ્ય આવ્યા છે જ્યારે દેશભરનાં...
દુનિયાના અનેક દેશોની સરકારો દ્વારા રચવામાં આવેલી જાસૂસી જાળને ભેદવામાં ભારતના કેટલાક પત્રકારોનો પણ મોટો ફાળો છે. ધ વાયર નામના ન્યૂઝ પોર્ટલના...
હાલમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહેલ છે. ભારતનો ઓલિમ્પિકમાં મેડલ માટેનો દુકાળ યથાવત્ છે. જો કે ભારત માટે ઓલિમ્પિક, કોમનવેલ્થ કે પછી કોઈ...
લોરેન્સ બિશ્નોઈની ગેંગે હવે યૂટ્યૂબર સૌરભ જોશીને ધમકી આપી, લેટર મોકલી કહ્યું, પાંચ દિવસમાં…
ગંભીરને મોટો ફટકો, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડી મામલે દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
શું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાંથી એકનાથ શિંદે બહાર થયા?, આપ્યું મોટું નિવેદન..
AAP છોડીને BJPમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોત, કહ્યું- ED અને CBIના દબાણની વાત ખોટી છે
વડોદરા : દિવાળી વેકેશન બાદ શાળાઓમાં આજથી 135 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
બોડેલી ખાતે આરોગ્ય વિભાગના સર્વ રોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી..
સુરતમાં નકલી ડોક્ટર સાથે મળી બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્દઘાટનમાં પોલીસને પણ બોલાવી
પાલમાં સિગ્નલ બંધ થયા બાદ જવાની ઉતાવળમાં ડમ્પર ચાલકે માસૂમ વિદ્યાર્થીને ઉડાવ્યો
વોટ્સએપ પર લગ્નનું આમંત્રણ કાર્ડ મળે તો સાવધાન, બેન્ક ખાતા ખાલી થઈ રહ્યાં છે
વડોદરા : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો,સ્વજનોએ કારેલીબાગ પોલીસ મથકને ઘેર્યું, પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયું
વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે?
મણિપુરમાં હિંસા વકરી, ભાજપ-કોંગ્રેસની ઓફિસમાં લૂંટ, પોલીસ ફાયરિંગમાં એકનું મોત
ભારતીય હવાઇ ઉદ્યોગનું પરિવર્તનશીલ આકાશઃ મર્જર, પડકારો અને સરકારી નીતિઓ
વડોદરા : જાંબુઆ બ્રિજ પર ખાનગી લકઝરી બસ પલ્ટી ખાતા અકસ્માત, 9 મુસાફરો ઈજાગ્રસ્ત
ભારતમાં જ આવું બને છે કે હોસ્પિટલ સ્મશાન બની જાય છે
ટ્રમ્પનો પ્રમુખ તરીકેનો બીજો શાસનકાળ કેવો રહી શકે?
ફિનિક્સ આશ્રમ સ્થાપીને ગાંધીજી ગામડા પ્રેમી બન્યા
આપણા પડોશી દેશો સાથેના સંબંધ
શૈશવકાળથી બાળકોમાં શિસ્તનું સિંચન અનિવાર્ય
શહેરના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા)ના પૂત્ર પર ઘાતકી હૂમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી..
નોટા, મતદાતાઓને એક વિકલ્પ
મેડિકલ માફિયા પર લગામ જરૂરી
ટુ વ્હીલર પર ત્રણ સવારી
માનવીની માનસિકતામાં વઘુ એકનો ઉમેરો
કોલેજોમાં બનતી રેગિંગની ઘટનાઓ અટકાવવી જરૂરી છે, હવે તો મોત થાય છે
વડોદરા : લોન લઇને મકાન નવું બનાવ્યું પણ મહિલા રહેવા પામ્યા નહી, અકસ્માતમાં મોત
વડોદરા : પી.મુરજાણી આપઘાત કેસમાં કોમલના બોયફ્રેન્ડની સંડોવણી અંગે તપાસ કરાશે ?
વડોદરા : અકોટા સ્ટેડિયમમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં ભીડથી મુલાકાતીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી
કાર ઘરના પાર્કિંગમાં, કારમાલિક મીઠી નિંદરમાં, ને દહેગામ ટોલનાકા પરથી ટોલટેક્સ કપાઈ ગયો
વડોદરા : ટ્રેનમાં દંપતી ઉંઘી જતા ગઠિયો રૂ.1.09 લાખના મતા ભરેલું પર્સ લઇ રફુચક્કર
સુરત: 41 વર્ષના લાંબા વિલંબ પછી ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પ્રવેશેલી ભારતીય મહિલા હોકી ટીમના પ્લેયર્સનો ઉત્સાહ વધારવા સુરતના હીરા ઉદ્યોગકાર સવજીભાઈ ધોળકીયાએ જાહેરાત કરી છે કે જો ભારતીય મહિલા હોકી ટીમ ટોકિયો ઓલિમ્પિકની ફાઇનલમાં જીતશે તો દરેક પ્લેયરની 11 લાખની કિંમતનું ઘર અથવા 5 લાખ સુધીની કિંમતની કાર ભેંટમાં આપશે.ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર મીરાંબાઈ ચાનુંને ઘરમાં જમીન પર બેસી જમતા જોયા પછી સવજીભાઈએ મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આ નિર્ણય લીધો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ગણાતી ટીમને પણ ગોલ કરવાની તક ન આપી 1-0 થી સેમિફાઇનલમાં 41 વર્ષના દુકાળ પછી પ્રવેશ કર્યો છે. સોશ્યલ મીડિયામાં જાહેરાત કર્યા પછી સવજીભાઈ ધોળકીયાએ થોડોક સુધારો કરતા કહ્યું હતું કે ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમમાં ગોલ્ડ, બ્રોન્ઝ કે સિલ્વર પૈકી કોઈપણ એક મેડલ જીતશે તો પણ ટીમના તમામ પ્લેયરને ઘર અને કાર જે જરૂરિયાત હશે તે મુજબ ગિફ્ટ આપશે. તેમણે કહ્યું હતું કે મહિલા હોકી ટીમે ખૂબ મહેનત કરી ટોક્યો ઓલિમ્પિકમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે. તેમના આ દેખાવથી દેશની 130 કરોડની જનતા ખુશ છે.
જેનો ફોટો જોઈ નિર્ણય લીધો તે મીરાંબાઈ ચાનું માટે કોઈ જ ગિફ્ટ નહીં
ઓલમ્પિક મેડલ વિજેતા મીરાંબાઈ ચાનુંને કાચા ઘરમાં જમીન પર જમતો ફોટો જોઈને સવજીભાઈ એ ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલમાં જીતે તો 11 લાખનું ઘર અથવા 5 લાખની કાર આપવાની જાહેરાત કરી હતી.જોકે પછીથી તેમના પરિવારના સભ્ય પિન્ટુ ધોળકીયાએ પત્રકારો ને જણાવ્યું હતું કે મહિલા હોકી ટીમ ગોલ્ડ,બ્રોન્ઝ કે સિલ્વર કોઈપણ મેડલ જીતે આ ઇનામ આપવામાં આવશે.જોકે સવજી ભાઈએ મીરાંબાઈ ચાનુંના જે ફોટોથી પ્રેરાઈને મહિલા હોકી ટીમ માટે ગિફ્ટની જાહેરાત કરી તે ઓલમ્પિક મેડલ વિજેતા મીરાંબાઈ ચાનુંને પ્રોત્સાહિત કરવા માટે કોઈ ઇનામ-ઈકરામ આપવાની જાહેરાત કરી નથી.