National

જમ્મુમાં ગ્રેનેડ વિસ્ફોટ થતા આર્મી કેપ્ટન સહિત બેના મોત, પાંચ જવાન ઘાયલ

જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu – Kashmir)માં ફરી એકવાર ગ્રેનેડ(Grenade) વિસ્ફોટ(explosion) થયો છે. પૂંછ જિલ્લાના મેંધર સેક્ટરમાં ગ્રેનેડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જે સમયે આ ઘટના બની તે સમયે સુરક્ષા દળો નિયંત્રણ રેખા પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જમ્મુના પીઆરઓ ડિફેન્સે કહ્યું કે ગ્રેનેડ વિસ્ફોટને કારણે પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે સેનાના કેપ્ટન(Army Captain) અને એક જેસીઓ(JCO)નું સારવાર દરમિયાન મોત(Death) થયું છે.

શહીદ કેપ્ટન આનંદ અને જુનિયર કમિશન્ડ ઓફિસર ભગવાન સિંહ

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર આકસ્મિક રીતે ગ્રેનેડ વિસ્ફોટ થતાં આર્મી કેપ્ટન આનંદ અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)નું મૃત્યુ થયું હતું. સેનાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી, જ્યારે સેનાના જવાનો પૂંચ જિલ્લાના મેંધર વિસ્તારમાં તૈનાત હતા. તેમણે કહ્યું કે આર્મી કેપ્ટન અને નાયબ-સુબેદાર (JCO)ને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જયારે અન્ય ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.

અગાઉ CRPFની સંયુક્ત ચોકી પર કર્યો હતો ગોળીબાર
આ પહેલા રવિવારે પણ પુલવામા જિલ્લામાંથી આતંકી હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક અધિકારી શહીદ થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આતંકવાદીઓએ પુલવામાના ગંગુ ચૌરાહા વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ આતંકવાદી ઘટનામાં સીઆરપીએફના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) વિનોદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ મહિનામાં સુરક્ષા દળો પર બે હુમલા, બે જવાન શહીદ
અમરનાથના લોકાર્પણ બાદ જુલાઇ મહિનામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર બે વખત હુમલા કર્યા છે. આ હુમલાઓમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે જવાન અને એક નાગરિક પણ ઘાયલ થયા છે. 12 જુલાઈના રોજ શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં પોલીસની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ ફાયરિંગ કરતા પોલીસ એએસઆઈ મુસ્તાક અહેમદ શહીદ થઈ ગયા હતા. જ્યારે અન્ય બે જવાન ઘાયલ થયા હતા. 17મી જુલાઈએ પુલવામામાં નાકા પાર્ટી પર થયેલા હુમલામાં CRPF ASI શહીદ. આમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે.

Most Popular

To Top