SURAT

જયપુરની સ્કૂલ જતી છોકરીને સુરતનો સોફ્ટવેર ડેવલપર ભગાડી લાવ્યો

સુરત (Surat) : સુરતનો સોફ્ટવેર ડેવલપર (Software Developer) સાત મહિના પહેલા જયપુર (Jaipur) કામ અર્થે ગયો હતો ત્યારે મોલમાં (Mall) સગીરા સાથે મુલાકાત થઈ હતી. સગીરા સાથે સોશિયલ મિડીયામાં (Social Media) સંપર્ક વધારી લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી સુરત અપહરણ (Kidnap) કરી લઈ આવ્યો હતો. જયપુર પોલીસે સુરત એસઓજીની મદદથી આરોપીને પાંડેસરા ખાતેથી પકડી પાડી સગીરાને મુક્ત કરાવી હતી.

  • સુરતનો સોફટવેર ડેવલપર જયપુર ગયો ને તેને સગીર છોકરી સાથે પ્રેમ થઈ ગયો
  • મોબાઈલ પર સંપર્કમાં રહ્યા બાદ એક દિવસ છોકરી સુરત આવી પહોંચી
  • બંને જણા સાથે રહેવા લાગ્યા, છોકરીના પરિવારે ફરિયાદ કરી
  • જયપુર પોલીસે સુરત એસઓજીની મદદથી સગીરાને મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી

જયપુર પોલીસ સ્ટેશનમાં 15 જુલાઈએ એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. અપહરણ કરનાર આરોપી સુરતમાં હોવાની બાતમી મળી હતી. રાજસ્થાન જયપુર ખાતેથી પોલીસની ટીમ સુરત આવી હતી. સુરત એસઓજીની મદદથી જયપુર પોલીસે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન એસઓજીની ટીમે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી ક્રિશ સુરેમાનસિંગ (રહે. પ્લોટ નં ૫૩ સત્યનારાયણ નગર બમરોલી રોડ પાંડેસરા તથા મુળ બકસર, બિહાર) ને ઝડપી પાડ્યો હતો. અને સગીરાને મુક્ત કરાવી હતી.

આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે સુરત ખાતે રહી સોફ્ટવેર ડેવલોપરનું કામ કરતો હતો. આરોપી જયપુર ખાતે સાતેક મહિના પહેલા પોતાના કામથી ગયો હતો. ત્યારે આ સગીરા સાથે શોપીંગ મોલમાં મુલાકાત થઈ હતી. અને ત્યારબાદ બન્ને એક-બીજા સાથે મોબાઈલ ફોન, વોટ્સેપ, ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટીંગ કરતા હતા. તે દરમ્યાન આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેને જયપુરથી ભગાડી સુરત લઈ આવ્યો હતો. સગીરા ઘરેથી સ્કુલ જવાના બહાને ભાગી ટ્રેનમાં બેસી સુરત આવી હતી.

ડિંડોલીમાં કુટણખાનું ચલાવતી મહિલાની અટકાયત
સુરત : ડિંડોલી માર્ક પોઇન્ટના એક પ્લોટમાં કુટણખાનું ચલાવતી મહિલા સંચાલકને ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેની વિરૂધ્ધ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ગુનો નોંધ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારના ધંધાઓ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ બંધ કરાવવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી બાતમીને આધારે ડિંડોલીના માર્ક પોઇન્ટ ખાતે રેડ કરવામાં આવી હતી. માર્ક પોઇન્ટના પ્લોટ નં.સી-306માં રેડ કરી બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતી આશા ભીમસીંગ દિલીપ ભીમરાવ (ઉ.વ.45)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ આ ઠેકાણેથી એક કિશોરને પણ અટકાયતમાં લેવાયો હતો.

Most Popular

To Top