SURAT

દિલ્હી-મુંબઈ રૂટ પરની 44 ટ્રેનો ડાયવર્ટ, 26 ટ્રેનો રદ

સુરત: દાહોદ(Dahod) પાસે મોડી રાત્રે ગુડ્સ ટ્રેન(Goods train)ના અકસ્માત(Accident)નાં પગલે દિલ્હી – મુંબઈ(Delhi-Mumbai) વચ્ચેનો ટ્રેન(Train) વ્યવહાર ખોરવાયો છે. ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડતા સર્જાયેલા અકસ્માતનાં પગલે રેલ્વે તંત્ર દોડતું થઇ ગયું હતું. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્માતનાં પગલે દિલ્હી-મુંબઈ વચ્ચેની 26 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 44 ટ્રેનો ડાયવર્ટ કરી દેવાઈ છે. ટ્રેન વયવહાર ખોરવાતા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

આ 44 ટ્રેનો ડાયવર્ટ કરાઈ
કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ, જબલપુર સોમનાથ એક્સપ્રેસ, ઇન્દોર ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, શ્રીમાતા વૈષ્ણવદેવી કટરા જામનગર એક્સપ્રેસ આ ટ્રેનોને રતલામ-ચિત્તોડગઢ-અજમેર-પાલનપુર-અમદાવાદ રૂટ પર ડાયવર્ટ કરાઈ છે. તો ઇન્દોર મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, નિઝામુદ્દીન બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ, નવી દિલ્હી મુંબઈ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસ, નિઝામુદ્દીન મુંબઈ સેન્ટ્રલ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ, ઉદયપુર બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ, અમૃતસર બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસને રતલામ-ચિત્તોડગઢ-અજમેર-પાલનપુર-અમદાવાદ-વડોદરા રૂટ પર ડાયવર્ટ કરાઈ છે. પુણે જયપુર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ હિસારને વડોદરા-અમદાવાદ-પાલનપુર રૂટ પર ડાયવર્ટ કરાઈ છે. બાંદ્રા ટર્મિનલ બરૌની એક્સપ્રેસને સુરત-જલગાંવ-ખંડવા-ભોપાલ-ઝાંસી-આગરાફોર્ટ પર, બાંદ્રા ટર્મિનલ ગાજીપુર સીટી એક્સપ્રેસને ભેસ્તાન-જલગાંવ-ખંડવા-ભોપાલ-ઝાંસી-આગરાફોર્ટ પર તો બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસને ભેસ્તાન-જલગાંવ-ખંડવા-ભોપાલ-ઝાંસી-આગરાફોર્ટ- મથુરા તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.

26 ટ્રેનો રદ
અકસ્માતનાં પગલે વેસ્ટન રેલ્વે વ્યવહાર ખોરવાઈ ગયો છે. 26 ટ્રેનોને રદ કરવામાં આવી છે. ટ્રેનો રદ કરતા મુસાફરો અટવાઈ પડ્યા છે.

આ ટ્રેનો કરાઈ રદ
1) 12956 (જયપુર – મુંબઈ) .
2) 12955 (મુંબઈ – જયપુર).
3) 22944 (ઈન્દોર – ડૌંડ).
4) 22943 (ડૌંડ – ઇન્દોર)
5) 12962 (ઈન્દોર – મુંબઈ).
6) 22933 (બાંદ્રા – જયપુર).
7) 12947 (અમદાવાદ – પટના).
8) 12903 (મુંબઈ – અમૃતસર).
9) 22413 (મડગાંવ-નિઝામુદ્દીન).
10) 19167 (અમદાવાદ – વારાણસી).
11) 12961 (મુંબઈ – ઈન્દોર).
12) 22209 (મુંબઈ – નવી દિલ્હી)
13) 19037 (બાંદ્રા – બરૌની)
14) 09067 (બાંદ્રા – ઉદયપુર શહેર)
15) 19019 (બાંદ્રા – હરિદ્વાર)
16) 12917 (અમદાવાદ – નિઝામુદ્દીન)
17) 20946 (નિઝામુદ્દીન – એકતાનગર)
18) 01468 (અમદાવાદ – આગ્રા કેન્ટ)
19) 19309 (ગાંધીનગર – ઇન્દોર)
20) 19310 (ઈન્દોર-ગાંધીનગર)
21) 09320 (દાહોદ – વડોદરા મેમુ).
22) 19819 (વડોદરા – કોટા)
23) 09317 (વડોદરા – દાહોદ)
24) 12953 (મુંબઈ સેન્ટ્રલ – નિઝામુદ્દીન)
25) 12925 (બાન્દ્રા ટર્મિનલ્સ – અમૃતસર)
26) 19820 (કોટા – વડોદરા)

Most Popular

To Top