Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: શહેરના સિટીલાઈટ (city light) વિસ્તારમાં આવેલી સૂર્યપ્રકાશ રેસીડેન્સી (residency)માં રહેતા સાડા ત્રણ વર્ષના બાળક (child)નું બિલ્ડીંગના પાર્કિંગ (parking)માં રમતી વખતે કાર અડફેટે મોત (death) નીપજ્યું હતું. બાળકના પરિવારે બાળકના મોત બાદ ભારે હૈયે બાળકની દ્રષ્ટિ જીવંત રહેશે તેવા સદવિચારથી આંખોનું દાન કર્યું હતું.

ઘટના અંગે મળતી માહિતી મુજબ સિટીલાઇટના સૂર્યપ્રકાશ રેસિડેન્સીમાં રહેતા સંદીપભાઈ સુશીલ જૈન કાપડના વેપારી છે. તેમનો સાડા ત્રણ વર્ષનો પુત્ર સંવર ગુરૂવારે સાંજે પોતાના ભાઈ બહેન અને બિલ્ડિંગના અન્ય ત્રણ-ચાર બાળકો સાથે પાર્કિગમાં રમતો હતો. ત્યારે એક સફેદ કલરની કારના ચાલકે સંવરને અડફેટે લઈ કચડી માર્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. માસુમ બાળકને ગંભીર ઈજા થતાં અન્ય બાળકોએ ગભરાઈને ચિચિયારીઓ પાડી હતી. બાળકોની ચિચિયારીઓ સાંભળીને આજુબાજુના લોકો અને સંવરના પરિવારજનો દોડી આવ્યા હતા. સંવર લોહીલુહાણ હાલતમાં ગંભીર અવસ્થામાં પડેલો જોઈ પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.

પરિવારના સભ્યોના બાળકને જોઈને હાથ-પગ ધ્રુજી ગયા હતા. બાળકનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. બાળકના મોત બાદ પરિવારજનો શોકમાં સરી પડ્યા છે. માસૂમ બાળકના મોતથી બિલ્ડીંગના રહીશોમાં પણ શોક વ્યાપ્યો છે. અને રહીશો તેમના બાળકોને નીચે રમવા મોકલવા પણ હવે ગભરાય છે. ઉમરા પોલીસે બાળકનું નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં સંદીપ જૈન મુળ રાજસ્થાનના વતની છે. અને મૃતક સંવરને અન્ય એક ભાઈ અને એક બહેન છે.

સીસીટીવીમાં અકસ્માતના દ્રશ્યો કેદ

માસૂમ સંવરને કચડી નાખનાર કારચાલક સીસીટીવીમાં કેદ થયો છે. જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં જોવા મળે છે કે કાર ચાલક બાળકને કચડી નાખ્યા બાદ ઉભો પણ રહ્યો નહોતો. અને ભાગી ગયો હતો.

સંવરના મોત પછી પણ દ્રષ્ટિ જીવંત રહેશે

સામાન્ય રીતે બાળકોની આંખોનું દાન ઓછું થતું હોય છે. લગભગ શહેરમાં સાડા ત્રણ વર્ષના બાળકની આંખનું દાન કરાયું હોવાનો પ્રથમ કિસ્સો હોઈ શકે છે. 65 ટકા આંખનું ડોનેટ સિનિયર સિટિઝન કરતા હોય છે. 2008માં જન્મના 2 કલાક બાદ બાળકનું મૃત્યુ થતાં લોકદૃષ્ટિ ચક્ષુ બેંકે આંખ ડોનેટ તરીકે સ્વીકારી હતી. સંવરના મોત પછી તેની આંખો પરિવારે દાન કરતા તેની દ્રષ્ટિ હંમેશા જીવંત રહેશે.

To Top