Top News

More Posts

   The Latest

Most Popular

શાસક ભાજપે 2019-20માં રૂ. 3623 કરોડથી વધુની આવક બતાવી છે અને ઇલેકટોરલ બૉન્ડ્સ મારફત એને રૂ. 2555 કરોડ મળ્યા છે.
ચૂંટણી પાપંચે જાહેર કરેલા ભાજપના ઑડિટેડ વાર્ષિક હિસાબો મુજબ પાર્ટીને કુલ રૂ. 3623,28,06,093 મળ્યા છે. એનો ખર્ચ રૂ. 1651,02,25,425 થયો છે. ભાજપને ઇલેક્ટોરલ બૉન્ડ્સ મારફત રૂ. 2555,00,01,000 મળ્યા હતા. વર્ષ દરમ્યાન ચૂંટણી અને સામાન્ય પ્રચાર પાછળ રૂ. 1352.92 કરોડનો ખર્ચ થયો હતો.

લોકસભા ચૂંટણી 2019માં યોજાઇ હતી. ભાજપે રૂ. 400 કરોડ જાહેરાતો પાછળ ખર્ચ્યા હતા. આ વિગતો આ વર્ષે 22મી જુલાઇએ ચૂંટણી પંચને રજૂ કરાઇ હતી પણ ચૂંટણી પંચે દસ્તાવેજો આ સપ્તાહે જાહેર કર્યા હતા.2019-20માં એનસીપીને ઇલેક્ટોરલ બૉન્ડ્સ મારફત રૂ. 29.25 કરોડ, તૃણમૂલ કૉંગ્રેસને રૂ. 100.46 કરોડ, ડીએમકેને રૂ. 45 કરોડ, શિવ સેનાને રૂ. 41 કરોડ અને આરજેડીને રૂ. 2.5 કરોડ મળ્યા હતા.

2019-20માં કૉંગ્રેસની કુલ આવક રૂ. 682 કરોડ હતી. આ તમામ પક્ષોની ભેગી આવક કરતા ભાજપની આવક ત્રણ ગણા કરતા વધારે રહી હતી. કૉંગ્રેસની આવક કરતા પાંચ ગણી વધારે હતી. 2019-20માં કૉંગ્રેસની આવક ગયા વર્ષની સરખામણીએ 25% ઘટી છે. 2018-19માં એની આવક 998 કરોડ રૂપિયા હતી. 2019-20માં કૉંગ્રેસનો ખર્ચ 998 કરોડ રૂપિયા રહ્યો જે એની આવક કરતા 1.6 ગણો વધારે હતો.

To Top