સેવાલિયા: ઠાસરા તાલુકાના નેશ ગામથી શંકરપુરા વિસ્તારને જોડતો માર્ગ છેલ્લાં ઘણાં દશકાંથી બન્યો જ ન હોવાથી હાલ, આ માર્ગ ધુળીયો અને ઉબડખાબડ...
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ નો કાર્યકાળ 10 ઓગસ્ટનાં રોજ સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ બાદ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ હશે...
નડિયાદ: ખેડા જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કઠલાલમાં ઘડબડાટી બોલાવાઈ છે. નાયબ મામલતદાર દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરીયાદ મળતા જ છટકુ...
આણંદ : આણંદમાં અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતરેલા ઇન્ટરનશિપ વેટરનરી ડોકટરો પીછેહઠ કરવાના મૂડમાં નથી. આ હળતાલ અતંર્ગત ત્રીજા દિવસે પોતાના લોહીથી પત્ર...
આણંદ : આણંદ શહેરની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ફરજ દરમિયાન સિક્યુરીટી ગાર્ડે પોતાના નાણાની લેતી દેતી બાબતે યુવકને ગોળી ધરબી દેવાના બનાવથી...
દરેકના જીવનમાં મિત્રો હોય છે, હોવા જ જોઈએ, દોસ્તીને કોઇ સીમા હોતી નથી. ત્યાં જવા માટે કોઇ પાસપોર્ટની જરૂર નથી. મૈત્રી શબ્દ...
ભારતીય સંસ્કૃતિમાં દોસ્તીના અજોડ અંતિમો…! ‘શેરી મિત્રો સૌ મળે, તાળી મિત્ર અનેક, માંગતાં માથું દીએ ઇ લાખુંમાં એક.’ભારત દેશની કોઇ પણ વાત...
મિત્રો, વિદ્યાર્થીઓ શાળાના નવા શૈક્ષણિક કેલેન્ડરમાં ગોઠવાઈ ગયા. સમયની રફતાર દોડે છે, UG, PG લેવલવાળા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી પ્રત્યેનાં ઘણાં સ્વપ્નાં હોય...
કેમ છો?હેપ્પી ફ્રેન્ડશીપ ડે અને હેપ્પી રક્ષાબંધન.દિવસે – દિવસે જેનો ઠાઠ ઝાંખો પડી રહ્યો છે એવા રક્ષાબંધનની સહુને શુભેચ્છાઓ. આમ જુઓ તો...
મગને પૌરાણિક કાળથી સ્વાસ્થ્યપ્રદ આહાર માનવામાં આવે છે અને વર્ષો પૂર્વે ભારતમાં જ તેની ખેતીની શરૂઆત થઈ હતી એમ માનવામાં આવે છે....
સામગ્રીકેક માટે1 1/4 કપ મેંદો2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ1 ટીસ્પૂન બેકિંગ પાઉડર1/4 ટીસ્પૂન બેકિંગ સોડા3/4 ટીસ્પૂન એલચી પાઉડર1/4 ટીસ્પૂન મીઠું1 કપ છાશ1/3 કપ...
રક્ષાબંધન ભાઈ-બહેનના હેતને દર્શાવતો તહેવાર. આ દિવસે બહેન હોંશે હોંશે તૈયાર થઇ ભાઈને રાખડી બાંધવા જાય છે. તમે પણ આ રક્ષાબંધને કયા...
અમદાવાદ: હિન્દુત્વની હિમાયતી કહેતી ભાજપ (BJP) સરકારે અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા ગાવા માટે પણ રૂપિયા ૧૫૦૦ વસૂલવા ઠરાવ કર્યો છે. સાથે...
એક અઠવાડિયા અગાઉ વરાછાથી (Varachha) ગુમ યુવતીનો ત્રણ દિવસ અગાઉ ભાદા ગામે (Bhada village) તાપી નદીના (Tapi River)પાણીમાંથી મૃતદેહ (Dead body)મળી આવ્યો...
પલસાણા: સુરત (Surat) જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે તસ્કરો સોના-ચાંદીના દાગીના કે રોકડ જેવી કીમતી ચીજવસ્તુઓની ચોરી...
સુરત : કામરેજના (Kamrej) લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના વીવર્સ પાસેથી રૂા.23.36 લાખનો ગ્રે કાપડનો માલ (Gray Cloth Goods) ખરીદ્યા બાદ સવાણી બંધુ...
બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીકના મેંધર (Mendhar) ગામે રહીને મજૂરી કરતી આસામની યુવતીએ (Assami Girl) કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો (Neck Hanging)...
બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games) ભારતીય કુસ્તીબાજોએ (Wrestlers) બાજી મારી છે. આઠમાં ચાર-ચાર ભારતીય કુસ્તીબાજોએ બર્મિંગહામમાં ચાલી રહેલી ગેમ્સની (Games) ફાઇનલમાં...
મુંબઈ: શ્રાવણ મહિનામાં સર્વત્ર ‘હર હર શંભુ’ (Har Har Shambhu) ગીતનો ગુંજ છે. મહાદેવ પર બનેલા ગીતને કારણે ફરમાની નાઝ ચર્ચામાં આવી...
નવી દિલ્હી: કોંગ્રેસે (Congress) મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતાઓ (Party Leaders) અને...
અંકલેશ્વર: અંકલેશ્વર GIDC (Ankleshwar GIDC) વિસ્તારમાં વિઝન સ્કૂલ (Vision School) નજીક નિર્માણ પામી રહેલા ખુશ હાઇટસમાં અંકલેશ્વર સરદાર પાર્કમાં (Sardar Park) રહેતા...
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) એક્સચેન્જ દ્વારા જંગી નફો (Profit) કરનારા જૂથો હવે EDના રડાર પર છે. ED એ 3 ઓગસ્ટના રોજ મેસર્સ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં બે વર્ષ બાદ ફરી સ્વાઈનફ્લૂનો (Swineflu) પગ પેસારો થયો છે. જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા છે, જે પૈકી...
ગાંધીનગર: અરવલ્લીના ભીલોડા તાલુકાના ખોડંબા ગામે એક યુવકનું વાઈરસના કારણે મોત નીપજ્યું હોવાની માહિતી બહાર આવતા સમગ્ર પંથકમાં ગભરાટ ફેલાઈ ગયો છે....
કામરેજ: મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahmedabad) નેશનલ હાઈવે 48 પર કામરેજ નજીક મુસાફરોથી (Passengers) ભરેલી એક વોલ્વો (Volvo) બસમાં (Bus) આગ લાગી ગઈ હતી.બનાવને પાગલે...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) યુનિયન બેંક (Union Bank) લૂંટને ભરૂચ પોલીસે (Police) જીવ સટાસટીના ખેલમાં લુંટારુઓના ૧૦ રાઉન્ડ ફાયરિંગ (Firing) સામે પણ નિષ્ફળ...
વિસનગર: વિસનગરમાં (Visanagar) આવેલ શુકન હોટલ આગળ એક 14 વર્ષની કિશોરી ભારે વરસાદના (Heavy Rain) કારણે ગટર લાઈનમાં ફસાઈ ગઈ હતી. કિશોરીના...
દેલાડ: બદલાતી ટેક્નોલોજી (Changing Technology) હવે કૃષિ ક્ષત્રે પણ આવી ગઈ છે. જેને લઇને હવે ખેડૂતો (Farmers) પણ ટેક્નોલોજીથી (Technology) પરિચિત થાય...
સુરત(Surat) : પાંચ વર્ષ પહેલાં જીએસટીનો (GST) કાયદો અમલમાં મુકાયો ત્યારે વેપાર ઉદ્યોગની સાનુકૂળતા માટે કેટલીક કલમો અમલમાં મુકવામાં આવી હતી જે...
મુંબઈ : છેલ્લા ઘણા સમયથી બૉલીવુડ (Bollywood ) ફિલ્મ ઇન્સ્ટ્રીના( Film Industry) વળતા પાણી થયા છે.સાઉથની (South) ફિલ્મોનું (Film )સતત વધતું જતું...
ઇન્ડિગોની આજે પણ 300 જેટલી ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ પર મુસાફરો અટવાયા
છાણી બાજવાને જોડતા રોડના વિકટ પ્રશ્ને લોકો વિફર્યા,ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ
ગુજરાતી ગીતોની ગુણસુંદરી: ગીતા દત્ત
સિવિલ એવિએશન ક્ષેત્રને ખુલ્લું નહીં મુકાય ત્યાં સુધી સરકારે ઈન્ડિગો જેવી કંપની પાસે ઝુંકવું જ પડશે
જીવનનું સમાધાન એટલે ગીતાજી
શું આપણે મૂર્ખ છીએ?
શિયાળામાં આરોગ્ય માટે શું સાવચેતી રાખવી?
રેલવેનો ઉપહાર
ધરમજીના ઇમાન ધરમ
માણસ માત્ર ભૂલને પાત્ર
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
ઇન્ડિગોએ મુસાફરોને ₹610 કરોડ પરત કર્યા: CEO એ કહ્યું- પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
સેવાલિયા: ઠાસરા તાલુકાના નેશ ગામથી શંકરપુરા વિસ્તારને જોડતો માર્ગ છેલ્લાં ઘણાં દશકાંથી બન્યો જ ન હોવાથી હાલ, આ માર્ગ ધુળીયો અને ઉબડખાબડ હાલતમાં ફેરવાયો છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં ૧૫૦ પરિવારોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ખુબ જ સાંકડા રસ્તાને કારણે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકતી ન હોવાથી દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં તકલીફ પડે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે આ વિસ્તારમાં પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.
ઠાસરા તાલુકાના નેશ ગામના શંકરપુરા વિસ્તારમાં અંદાજે ૧૫૦ જેટલાં પરિવારો રહે છે. તેમછતાં આજદિન સુધી આ વિસ્તારમાં જવા માટે સરકાર દ્વારા પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું નથી. જેને પગલે આ વિસ્તારને જોડતો રસ્તો આજે પણ ધૂળિયો અને ઉબડખાબડ હાલતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન વરસતાં વરસાદને પગલે આ ધુળીયા અને ઉબડખાબડ માર્ગ પર કાદવ-કિચડનું ભારે સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. તેવા સમયે આ વિસ્તારના રહીશોને અવર-જવર કરવામાં ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. તદુપરાંત ખુબ જ સાંકડા માર્ગને પગલે આ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ પ્રવેશી શકતી નથી.
જેને કારણે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં પણ ઘણી તકલીફ પડે છે. જો આ વિસ્તારમાં આગનો બનાવ બને તો ફાયરફાઈટર પણ પ્રવેશી શકે તેમ નથી. ત્યારે ભવિષ્યમાં જો કોઈ મોટી આગની ઘટના બને તો ભારે નુકશાન થવાની દહેશત પણ સેવાઈ રહી છે. દેશ અને દુનિયા આજે હરણફાળ ભરી રહી છે, ત્યારે આ વિસ્તારના રહીશો પાકા રોડ-રસ્તા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી વલખાં મારી રહ્યાં છે. સ્થાનિકોએ આ મામલે નેતાઓ તેમજ અધિકારીઓને અનેકવાર રજુઆતો પણ કરી છે. પરંતુ આ રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી નથી.
ચૂંટણી ટાણે મત મેળવવા આવતા નેતાઓ તમારા વિસ્તારમાં ઘરના ઉંબરા સુધી પાકા રસ્તા, પાણી અને ગટરની વ્યવસ્થા કરીશું તેવા વચનો સ્થાનિકોને આપે છે. દરેક વખતે નેતાઓની વાતોમાં આવી જઈ ગામડાંની ગરીબ અને નિર્દોષ પ્રજા પોતાના કિંમતી મતના સહારે નેતાઓને ચુંટી લાવે છે. પરંતુ ચૂંટાયા બાદ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ કે વોર્ડ ના સભ્યો આ વિસ્તારમાં ડોકાતાં જ ન હોવાથી સ્થાનિકો વિકાસથી વંચિત રહ્યા છે. આ વિસ્તારમાં આજદિન સુધી કોઈ પણ વિકાસના કામો થયાં જ નથી. જેને પગલે આ વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારની પ્રજાને રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં કામ કરવામાં આવે તે જરૂરી છે. આ ધુડીયા રસ્તાના કારણે પ્રજામાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ રસ્તાને લઇ આગામી દિવસોમાં આંદોલન થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.