Gujarat

વિસનગરમાં 14 વર્ષની કિશોરી ગટરલાઈનમાં ફસાઈ, ભારે જહેમત પછી પણ ન બચાવી શકાઈ

વિસનગર: વિસનગરમાં (Visanagar) આવેલ શુકન હોટલ આગળ એક 14 વર્ષની કિશોરી ભારે વરસાદના (Heavy Rain) કારણે ગટર લાઈનમાં ફસાઈ ગઈ હતી. કિશોરીના જીવને બચાવવા માટે તંત્ર દ્વારા જોરદાર કામગીરી કરવામાં આવી હતી. વરસાદ ચાલુ હતો તેમ છતાં કિશોરીને રેસ્કયુ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તંત્રની બે કલાકની ભારે મહેમત પછી કિશોરીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. કિશોરીનો બચાવ કર્યા પછી તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. પરંતુ તેની હાલત ગંભીર હોવાના કારણે તેને બચાવી શકાય ન હતી. સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ કિશોરીને રેસ્કયુ કર્યા પછી તેની હાલત ખૂબ ગંભીર હતી જેના કારણે તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે તેનો બચાવી શકાઈ ન હતી. કિશોરી ગટરમાં ફસાઈ ગઈ હોવાની માહિતી મળતા જ કિશોરીને શોધવા પોલીસ તંત્ર તેમજ નગરપાલિકા સહિતની તમામ ટીમો કામે લાગી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિશોરીના જીવને બચાવવા માટે ત્રણ જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી હતી. વિસનગરમાં વરસાદ ચાલુ હોવા થતાં તેમજ ગટર લાઈનમાં વરસાદના કારણે પાણીનો ભરાવો થયો હોવા થતાં કિશોરીને રેસ્કયુ કરવાના તમામ પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યાં હતાં. કિશોરી બે કલાક સુધી ગટરની લાઈનમાં ફસાઈ હતી જેનો ત્રણ જેસીબી ઉપરાંત એક ક્રેઈન અને હજારો લોકોની મદદથી આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત ગંભીર હોવાના કારણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જો કે તેને બચાવી શકાય ન હતી.

આ ઘટના પછી પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. કિશોરીના બચાવ માટે રસ્તો તોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ધટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ ટોળે વળ્યા હતા. તેમજ તેઓ પણ કિશોરીને બચાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યાં હતા. જેસીબી તેમજ ક્રેઈનની મદદ દ્વારા બાળકીને બહાર કાઢવામાં આવી હતી. કિશોરીના આબાદ બચાવ પછી તેની હાલત ગંભીર હતી તેમજ તેને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top