Top News

More Posts

   The Latest

Most Popular

યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12 તબક્કાની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઇસીસી દ્વારા મંગળવારે ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી હતી. આઇસીસીએ જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ભારતની તે પછીની બીજી મેચ 31 ઓક્ટોબરે દુબઇમાં ન્યુઝીલેન્ડની સામે છે અને ત્યાર પછી 3 નવેમ્બરે ભારતીય ટીમ અબુધાબીમાં અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમે તે પછી સુપર-12ની બાકી બચેલી બે મેચમાં 5 નવેમ્બરે ગ્રુપ-બીની નંબર વન ટીમ સામે રમશે અને 8 નવેમ્બરે ગ્રુપ-એમાં બીજા સ્થાને રહેલી ટીમનો સામનો કરશે. આ બંને મેચ દુબઇમાં જ રમાશે.

ભારતની ટી-20 વર્લ્ડકપની મેચ
24 ઓક્ટોબર- ભારત વિ પાકિસ્તાન – દુબઈ
31 ઓક્ટોબર – ભારત વિ ન્યૂઝીલેન્ડ – દુબઈ
3 નવેમ્બર – ભારત વિ અફઘાનિસ્તાન – અબુ ધાબી
5 નવેમ્બર – ભારત વિ બી-1 – દુબઈ
8 નવેમ્બર – ભારત વિરુદ્ધ એ-2 – દુબઈ

ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી 8 ટી-20માંથી 7 ભારતે જીતી છે
ભારતીય ટીમ અને પાકિસ્તાનની વચ્ચે અત્યાર સુધી વર્લ્ડકપની ચાર મળીને કુલ 8 ટી-20 મેચો રમાઇ છે, જેમાંથી ભારતીય ટીમે 7 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાની ટીમ માત્ર એક મેચ જીત્યું છે. ટી-20 વર્લ્ડકપમાં બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં તમામ મેચ પાકિસ્તાન હાર્યું છે. જ્યારે વર્લ્ડકપ સિવાય રમાયેલી ચાર મેચોમાંથી ત્રણ ભારતીય ટીમ જીતી છે અને માત્ર એક મેચ પાકિસ્તાની ટીમ જીતી છે. બંને વચ્ચે છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડકપની કોલકાતામાં મેચ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમ જીતી હતી.

To Top