Vadodara

પાલિકાની ઢોર પાર્ટી તબેલા પર ત્રાટકી

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટીની ટીમ હાઇકોર્ટની ફટકાર પડી બાદ જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજ રોજ ખોડીયારનગર પાસે આવેલા નુર્મના આવાસના મકાનો પાસે આવેલા તબેલા ઢોર પાર્ટી દ્વારા તોડવામાં આવ્યા હતા તદુપરાંત ગાયો, વાછરડા અને એક આંખલો પણ પકડવામાં આવ્યો છે. જયારે ઢોર પકડવાની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના બાપોદ પોલીસ અને વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દબાણ શાખા સાથે ખડે પગે હાજર રહ્યો હતો.

બે દિવસ અગાઉજ ગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર મળ્યા બાદ સરકારે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા મહાનગર પાલિકાને આદેશ કર્યા હતા જેના ભાગ રૂપે આજ રોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના સયાજી પાર્ક પાસે આવેલ નુર્મના આવાસો પાસે આવેલ તબેલા પર ત્રાટકી હતી જેમાં ગેરકાયદેસર રીતે ઉભા કરેલા તબેલા પાલિકાની જગ્યા પરથી દુર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગયો, વાછરડા અને એક આંખલો પણ પકડવામાં આવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજ રોજ સવારે ઝાસીકી રાણી સર્કલ પાસે આવેલા નવરંગ પુરા વસાહતમાં ચાર જેટલા ગેરકાયદેસર ઢોરવાડા દુર કરવમાં આવ્યા હતા જયારે બપોરે ખોડીયારનગરના નુર્મના આવાસો પાસેથી આઠ જેટલા ઢોરવાડા પાલિકાની જગ્યા પરથી દુર કરવામાં આવ્યા છે.

આમ પાલિકાની ટીમ દ્વારા શહેરને ઢોર મુક્ત બનાવવા માટે હવે કમર કસી રહી છે. આજરોજ સયાજી પાર્ક ખોડિયાર નગર નુર્મ આવાસ ના મકાનો પાસે આવેલા તબેલા તોડવામાં આવ્યા,અને ગાયો પકડવામાં આવી,સાથે વાછરડા અને એક આંખલો પણ પકડવામાં આવ્યો ,બાપોદ પોલીસ સ્ટેશન અને વારસિયા પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને દબાણ શાખા નો સ્ટાફ સાથે હતો. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.જેમાં 09 ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સાત દિવસમાં ૧૨૯ જેટલા ઢોરને પકડીને પાંજરે પૂર્યા
ઢોર શાખા દ્વારા સવારે સુભાનપુરા વિસ્તારમાં આવેલ નવરંગપુરા વસાહત પાસેથી ચાર જેટલા ઢોર વાળા દુર કરવામાં આવ્યા છે જયારે બાપોદ વિસ્તારની અંદર આવેલ ખોડીયારનગર પાસે આવેલા નુર્મના આવાસો પાસેથી આઠ જેટલા ઢોરવાડા દુર કરવામાં આવ્યા છે. વધુમાં સાત દિવસની અંદર ઢોર પાર્ટીએ ૧૨૯ જેટલા ઢોર પાંજરે પૂર્યા છે. જેમાં એક પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્રણ ઢોર વાળા સીલ કરવામાં આવ્યા છે.
– મંગેશ જયસ્વાલ, દબાણ અધિકારી

Most Popular

To Top