SURAT

રાજયમાં 88 પીઆઈ બદલાયા, સુરતના 12 ગ્રામ્યમાંથી 2ની બદલી

સુરત : રાજ્યમાં શુક્રવારે સાંજે ગૃહ વિભાગે એક સાથે 88 પોલીસ ઇન્સ્પેક્ટરોની (Police Inspectors) બદલીના ઓર્ડર (Order) કર્યા હતા. જેમાં સુરત શહેરમાંથી 12 પોલીસ ઇન્સ્પેક્ટરો અને ગ્રામ્યમાંથી 2 ઇન્સ્પેક્ટરો મળીને 14 પીઆઈની બદલી થઈ છે. શહેરમાં લાંબા સમયથી આઈપીએસ, પીઆઈ અને પીએસઆઈના બદલીઓની ચર્ચાઓ ચાલી રહી છે. શહેરમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટરો લાંબા સમયથી બદલીની રાહ જોઈને બેઠા હતા. દરમિયાન આજે સાંજે ગૃહ વિભાગે પીઆઈની બદલીના ઓર્ડર જાહેર કરતા પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા જોવામાં આવી રહેલી આતુરતાનો અંત આવ્યો હતો. સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા પીઆઈ એ.જી.રાઠોડની સાબરકાંઠા અને એમ.એલ.સાળુંકેની વડોદરા બદલી કરવામાં આવી છે.

આ સિવાય હાલમાં જ એસઓજીમાં જેમને મુકાયા તે સંજય ભાટિયાની બદલી અમદાવાદ શહેરમાં કરાઈ છે. આ સિવાય સરથાણા પોલીસ સ્ટેશનમાં વિવાદમાં રહેલા એમ.કે.ગુર્જરને વડોદરામાં મુકાયા છે. એલ.જી.ખરાડીને વડોદરા પીટીએસ, એચવી ગોટીને મરીન ગાંધીનગર, એપી ચૌધરીને અમદાવાદ ગ્રામ્ય, ખટોદરા પીઆઈ ટી.વી.પટેલને સીઆઈડી ક્રાઈમમાં મુકાયા છે. ગ્રામ્યમાં ફરજ બજાવતા એમએમ ગીલતરને પણ સીઆઈડીમાં મુકાયા છે. એ.એ.ચૌધરીની ભરૂચમાં, બીડી ગોહીલની અમદાવાદ, બીસી સોલંકીની અમદાવાદ ગ્રામ્યમાં, વીયુ ગડરિયાની ભરૂચમાં અને ગ્રામ્યમાં ફરજ બજાવતા કે.જે.ધડુકની એસીબીમાં બદલી કરવામાં આવી છે.

Most Popular

To Top