Columns

કૂંડાંમાં શાકભાજી કેવી રીતે ઉગાડશો?

જો તમે ઘરમાં ઊગેલાં તાજાં શાકભાજીની મજા માણવા ઈચ્છતાં હો તો તમારા ઘરના આંગણામાં એવાં શાકભાજી ઉગાડી શકો છો જેની વધુ દેખરેખ રાખવાની જરૂર નથી. એને તમે કૂંડાંમાં પણ રોપી શકો છો.
મરચાં
મરચાં તો આપણી રોજિંદી જરૂરિયાત. મરચાંથી વાનગી સ્વાદિષ્ટ બને છે. એ સહેલાઈથી કૂંડાંમાં ઉગાડી શકાય છે. એને માટે સારી કવોલિટીના બી લેવાથી છોડ સારી રીતે ઊગે છે. તમે લાલ મરચાંનાં બીનો પણ ઉપયોગ કરી શકો.

સ્ટેપ : 1
મરચાંનાં બી રોપવા માટે કૂંડામાં બીને ઉપર ઉપર ફેલાવી દો. 1/2 થી 1 સે.મી.ની ઊંડાઈ પર બી નાખી પાણી રેડો.
સ્ટેપ : 2
મરચાંનાં બીમાંથી છોડ તૈયાર થવામાં બે થી ત્રણ અઠવાડિયાં લાગે છે. 20-25 દિવસ બાદ તમે આ છોડને 12’’ x 12’’ ના મોટા કૂંડામાં ટ્રાન્સફર કરો.
સ્ટેપ : 3
લગભગ 60 દિવસ બાદ મરચાં થવા માંડશે. મરચાંના છોડને ઓછા પાણી અને વધારે તડકાની જરૂર પડે છે એટલે પાણી ઓછું નાખો અને તડકો આવતો હોય એવી જગ્યાએ રાખો.

લસણ
લસણને તમે ઘરે ઉગાડી શકો. લસણની કળી સાથે એનાં પાન પણ કામમાં આવે છે.
સ્ટેપ : 1
લસણ રોપવા માટે તમારે 10’’ ઊંડાં કૂંડા અને તડકાની જરૂર પડશે.
સ્ટેપ : 2
સૌથી પહેલાં કૂંડામાં માટી ભરી એને ભીની કરો.
પછી લસણની કળીને છોલ્યા વિના 4’’ – 4’’ના અંતરે રોપી દો. સ્ટે
સ્ટેપ : 3
પ અઠવાડિયામાં તમને લીલાં પાન ઊગતાં જોવા મળશે.

ભીંડા
ભીંડા સામાન્ય રીતે ગરમીમાં ઊગતું શાક છે પરંતુ તમે એને મોન્સુનમાં પણ ઉગાડી શકો છો. ભીંડા સહેલાઈથી ઊગતો છોડ છે. ભીંડાનાં ફૂલ પણ ઘણાં સુંદર દેખાય છે.
સ્ટેપ : 1
ભીંડા રોપવા માટે તમારે કમમાં કમ 12’’ x 12’’નું કૂંડું કે એનાથી મોટું કૂંડું લેવું પડશે. એક કૂંડામાં બેથી ચાર ભીંડાના છોડ રોપી શકાય.
સ્ટેપ : 2
ભીંડાનાં બીજ રોપ્યા બાદ લગભગ સાતથી દસ દિવસ બાદ જર્મિનેટ થઈ જાય છે અને 45 દિવસ બાદ ભીંડા તોડી શકાય છે.
સ્ટેપ : 3
ભીંડાના છોડને પૂરતો તડકો જોઈએ એટલે એને તડકો આપતા રહો અને વરસાદના પાણીથી દૂર રાખો.

ટામેટાં
ટામેટાંના ભાવમાં વધઘટ થતી રહે છે તો તમે જાતે જ કૂંડામાં દેશી ટામેટાં રોપો તો? ટામેટાંનાં બે પ્રકારનાં બીજ માર્કેટમાં મળે છે. એમાંથી એક દેશી અને બીજા સંકર પ્રકારનાં હોય છે.
સ્ટેપ : 1
ટામેટાં રોપવા માટે એક મોટું કૂંડું લો. તેમાં સારા ખાતરવાળી માટી ભરો.
સ્ટેપ : 2
કૂંડાને જયાં ઓછામાં ઓછા આઠ કલાક તડકો આવતો હોય એવી જગ્યાએ રાખો. તેમાં ટામેટાંનાં બી નાખો. બે-ત્રણ દિવસમાં બીજ અંકુરિત થતાં જોઇ શકાશે. થોડા દિવસમાં છોડ ઊગશે.
સ્ટેપ : 3
એમાં સમયાંતરે પાણી નાખો. વધારે પડતું પાણી નાખી કીચડ ન કરો.

Most Popular

To Top