Columns

હવે તમારી ગરદનને રાખો રિન્કલ ફ્રી

ચહેરો તો ખૂબસૂરત દેખાવો જ જોઇએ પરંતુ સાથે ગરદન પણ આકર્ષક દેખાવી જોઇએ તો જ લુક કમ્પલીટ થશે. ચહેરાને સુંદર દર્શાવવા માટે આપણે જાત જાતના પ્રયોગો, પ્રોડકટ્‌સ, મેકઅપનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ઘણી વાર શરીરના બીજા મહત્ત્વના ભાગોની કેર કરતા નથી જે સૌથી વધુ આકર્ષક હોય છે.

મેકઅપ રીમુવ કરો
ચહેરા પર મેકઅપ કરતી વખતે આપણે ગરદન પર પણ મેકઅપનું એક લેયર કરીએ છીએ જેથી ચહેરા અને ગરદનનો મેકઅપ સરખો દેખાય પરંતુ મેકઅપ કાઢતી વખતે આપણે ફકત ચહેરાને જ સાફ કરીએ છીએ. ગરદનના મેકઅપને અવગણીએ છીએ. આવું કરવાથી ત્વચાનાં છિદ્રો બંધ થઇ જાય છે અને ખીલ અને કરચલી જેવી સમસ્યા સર્જાય છે. એથી ચહેરા સાથે ગરદનનો મેકઅપ કાઢવાનું પણ ધ્યાન રાખો.

નેક મસાજ
ગરદન પર મસાજ કરો. અઠવાડિયે બે-ત્રણ વાર ગરદન પર તેલથી માલિશ કરો. કોપરેલ, બદામ કે કેમોમાઇલ ઓઇલથી જ માલિશ કરો. તેલ લગાડયા બાદ હાથથી ઉપરની તરફ માલિશ કરો. એનાથી તમારી ગરદન મુલાયમ અને હાઇડ્રેટેડ રહેશે. જો તડકાને કારણે ગરદન કાળી પડી ગઇ હોય તો ફુદીનાનું તેલ વાન નિખારવામાં મદદ કરશે.

શીટ માસ્ક
બહારથી આવ્યા બાદ મેકઅપ કાઢવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે ત્વચાને હાઇડ્રેટ રાખવી. સ્કિનને માસ્ક શીટથી હાઇડ્રેટેડ રાખો. એને ગરદનની આગળપાછળ રબ કરવાનું ભૂલશો નહીં. એને હળવા હાથે જ ઘસો. નહીં તો ત્વચા છોલાઇ જશે.

એકસફોલિએશન
કોઇ એક ભાગને માટે જ નહીં પરંતુ આખા બોડી માટે એકસફોલીએશન જરૂરી છે. એકસફોલીએશનથી ત્વચા પરની ડેડ સ્કિન અને ગંદકી દૂર થશે અને ગરદનનો વાન નિખરશે. તમે ઘરે પણ એકસફોલીએશન માસ્ક બનાવી શકો. એને બે-ત્રણ મિનિટ અઠવાડિયે બે વાર લગાડો. ત્યાર બાદ ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝર લગાડો.
સનસ્ક્રીન
સનસ્ક્રીન માત્ર ચહેરા પર જ નહીં પરંતુ ગરદન પર પણ લગાડો. હંમેશાં SPF 30 સનસ્ક્રીન જ લગાડો. એનાથી કરચલી, સનટેનિંગ, સન સ્ટેન દૂર થાય છે. એને ગરદનની આગળપાછળ લગાડો.
એન્ટી એજીંગ સિરમ
રિન્કલ્સ ઓછી કરવા રાત્રે સૂતા પહેલાં એન્ટી એજીંગ સિરમ લગાડો. રેટિનોલ, વિટામિન સી કે નિયાસિન ગાઇડ સારા એન્ટી એજીંગ સિરમ છે. એનાથી રાત્રે ગરદન પર મસાજ કરો.

કોલાજન ફુડ્‌સ
આપણું શરીર ઉંમર વધતાં કોલાજન ગુમાવતું જાય છે. કોલાજન એક પ્રોટિન હોય છે જે આપણી ત્વચાને યુવાન રાખે છે. સાથે જ આ પ્રોટિન બ્લડ વેસલ્સ, લિગામેન્ટસ અને જોઇન્ટસ માટે પણ જરૂરી છે એટલે ત્વચાને અંદરથી ખૂબસૂરત બનાવવા અને કરચલી દૂર કરવા માટે તમારા આહારમાં કોલાજનથી ભરપૂર આહારનો સમાવેશ કરો. તમારા ડાયટમાં ટોફુ, ચિયા સીડ્‌સ, ટામેટાં, આમળા, બેરીઝનો સમાવેશ કરો.
પોશ્ચર
ખોટા પોશ્વરને કારણે પણ ગરદનની ઘણી સમસ્યાઓ ઉદ્‌ભવે છે. બેસતી વખતે, મોબાઇલ જોતી વખતે હંમેશાં ટટ્ટાર બેસો. વાંચતી કે લેપટોપ પર કામ કરતી વખતે ગરદનને વધુ પડતી ઝુકાવો નહીં. ગરદન સ્ટ્રેચ કરો. એ લોહીનું પરિભ્રમણ વધારે છે અને કરચલી પડતી અટકાવે છે. તમે નેક એકસરસાઇઝ પણ કરી શકો.

Most Popular

To Top