Vadodara

ફરીથી ઉભા થયેલા દબાણોપાલિકા દ્વારા દુર કરાશે : મેયર

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. જેથી શહેરને દબાણ મુક્ત કરી શકાઈ તે માટે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર કેયુર રોકડીયા અને દબાણ શાખાની ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. મેયર કેયુર રોકડીયા શહેરના મેયર બન્યા ત્યારે પ્રથમ વખત જ વડોદરાના હાર્દ સમાં મંગળબજારના દબાણો દુર કરવા પહોચ્યા હતા. ત્યારે મેયરે ત્યાના દબાણો દુર કરીને પાલિકાનો જાહેર રોડ રસ્તા વાહન ચાલકો માટે રસ્તો ખુલ્લો કર્યો હતો જેથી ત્યાંથી અવર જવર કરવા સરળતા રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. શહેરને દબાણ મુક્ત કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા કમર કસી રહ્યા છે.

એ દબાણો દુર કરીને ત્યાંથી અવર જવર કરવા માટેનો રોડ રસ્તો ખુલ્લો કર્યો હતો. આમ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા દ્વારા શહેરમાંથી ઠેર ઠેર દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. ગત રોજ જ મેયરે ઇતિહાસમાં પ્રથમ વખત શહેરના અતિ સવેદન સીલ વિસ્તાર એવો મચ્છી પીઠના દબાણો દુર કર્યા હતા અને અવર જવર કરવા માટેનો રસ્તો દુર કરવામાં આવ્યો હત. જયારે તેમને મંગળ બજારના દબાણો દુર કર્યા હતા ત્યારે ત્યાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ત્યારે તે જ વિસ્તારમાં હવે ફરીથી દબાણો ઉભા કરી દેવાયા છે અને હવે તો ત્યાંથી અવર જવર માટેનો કોઈ રસ્તો પણ નથી કે કોઈ વાહનચાલક કે પછી ચાલતા જનાર ઈસમો પણ ત્યાંથી સરળતાથી અવર જવર કરી શકે તેટલો ગીચ રસ્તો કરી દીધો છે કે અવર જવર કરવા માટે રસ્તો પણ દેખાતો નથી છે ક રોડ રસ્તા સુધી લટકણીયા લટકાવીને રોડને ધાકી દેવામાં આવ્યા છે. શું આ દબાણો કોના કહેવાથી પાછા લાગ્યા છે. ક્યાં નગરસેવક, કે પાલિકાના કોઈ પદાધિકારીઓના મિલી ભગતથી આ દબાણો ફરીથી ઉભા કરવામાં આવ્યા છે. તે પ્રશ્ન લોક મુખે ચર્ચાય રહ્યો છે. વારંવારના દબાણો દુર કરવામાં આવશે મંગળબજારના જે દબાણો દુર કરવામાં આવ્યા હતા જે ફરીથી થયા છે તે દબાણો ફરીથી દુર કરવામાં આવશે.
– કેયુર રોકડીયા, મેયર

Most Popular

To Top