Vadodara

ગૌમાંસની હેરફેર કરતી મહિલા સહિત 4 ઝડપાયા : રિક્ષા-ટેમ્પો જપ્ત

વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ફતેગંજ પોલીસ અને પીસીબીની ટીમે સંયુક્ત રીતે દરોડો પાડીને શંકાસ્પદ ગૌ માસનો જથ્થો ભરેલ ટેમ્પો અને રીક્ષા સાથે ત્રણ વેપારીઓને ઝડપી પાડયા હતા.દરોડાના પગલે નોનવેજના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બહુ ચર્ચિત મનાતા નવાયાર્ડ વિસ્તારમાં મોટા પાયે નોનવેજ વેચતા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.ફતેગંજ અને પીસીબી પોલીસની ટીમે સંયુક્ત રીતે નવાયાર્ડમાં વહેલી સવારે જ દરોડા પાડતા કસાઈઓમાં નાસભાગ મચી ગઇ હતી.

શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો. બોરસદથી ગૌ માંસ ભરેલ ટેમ્પો નવાયાર્ડમાં આવવાનો હોવાની માહિતી અગ્નીવિર સંસ્થાને મળી હતી તે આધારે છાપો માર્યો હતો. પોલીસે ઝડપી પાડેલા ટેમ્પા અને રિ્ક્ષામાં તપાસ કરતા આશરો 250 કીલો જેટલૉ ગૌ માસનો મનાતો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક મહીલા સહિત ત્રણ વેપારીઓની પણ અટકાયત કરી ટેમ્પો રીક્ષા અને 180 કિલો માસનો જથ્થો કબજે કર્યો છે.

ઉલ્લેખનિય છે કે ભૂતકાળમાં અનેક વખત નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માસના વેચાણ મુદ્દે પોલીસે દરોડા પાડીને જથ્થો કબજે પણ કર્યો છે.સરકારના તદૃન સામાન્ય કાયદાના કારણે ગૌવંશની કરપીણ કત્લેઆમ કરતા તત્વોને છુંટો દોર મળી ગયો છે. હિન્દુઓને વોટ બેંક સમજતા બીજેપીના ઍક પણ અગ્રણી નેતાને ગૌવંશની કતલથી હિન્દુઓની દુભાતી લાગણી બાબતે લેશ માત્ર ફરક પડતો હોય તો પોલિસને કડક કાર્યવાહી કરીને આવા તત્વોને ડામી દેવા છુટ્ટો દોર આપવા કાયદો અમલમાં મુકવામાં આવવો જોઈએ.

Most Popular

To Top