Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ વખતે વરસાદની (Rain) સૌથી ખરાબ સ્થિતિ છે. ગુજરાત કરતા પણ ઓછો વરસાદ આ વિસ્તારોમાં પડતા ઉકાઈ ડેમની સ્થિતિને લઈને પણ તંત્ર ચિંતામાં મુકાયું હતું. પરંતુ બે દિવસથી ઉપરવાસમાં ફરી મેઘમહેરને પગલે ઉકાઈ ડેમમાં (Ukai Dam) આજે બપોરે 58 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. બુધવારે ઉકાઈ ડેમની સપાટી 329.67 ફુટે પહોંચી હતી. આગામી ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં એકાદ ફુટનો વધારો થશે.

સિંચાઈ વર્તુળની કચેરી પાસેથી મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈને બે દિવસથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર હોવાથી વરસાદ શરૂ થયો છે. જેની અસરને પગલે સુરત સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. વિતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં સારો એવો વરસાદ ખાબકતા ઉકાઈ ડેમમાં આજે બપોરે 58 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. સાંજે આવક ઘટીને 53 હજાર ક્યુસેક નોંધાઈ છે. આગામી ચોવીસ કલાકમાં ઉકાઈ ડેમની સપાટીમાં એકાદ ફુટનો વધારો થશે. ઉપરવાસામાં જો હવામાન વિભાગની આગાહી મુજબનો વરસાદ ખાબક્યો તો ડેમમાં આવતા અઠવાડિયામાં ફરી પાણીનો મોટો જથ્થો આવી શકે છે. આજે ઉકાઈ ડેમની સપાટી 329.67 ફુટે પહોંચી હતી. હથનુર ડેમની સપાટી 210.950 મીટર નોંધાવાની સાથે 12 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.

  • ઉપરવાસમાં પડેલો વરસાદ
  • ટેસ્કા 12.80
  • ચીકલધરા 11.00
  • બુરહાનપુર 14
  • યેરલી 20
  • હથનુર 44.20
  • ભુસાવલ 10.40
  • ગીરનાડેમ 38.40
  • દહીગાવ 36.60
  • ધુલિયા 67.20
  • સેવખેડા 24.80
  • ગીધાડે 85.80
  • સારંગખેડા 61.80
  • કુલ 428.40

જિલ્લામાં સર્વત્ર મેઘમહેર, ચોર્યાસીમાં સર્વાધિક ત્રણ ઇંચ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલ રાતથી લોપ્રેસર સીસ્ટમ ગુજરાત તરફ મુવ થઈ છે. જેને કારણે બે દિવસથી ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બુધવાર સાંજ સુધીમાં સુરત શહેરમાં ઝરમર કરતો 18 મીમી વરસાદ નોંધાયો છે. સર્વાધિક વરસાદ ચોર્યાસી તાલુકામાં ત્રણ ઇંચ નોંધાયો છે. જિલ્લામાં વરસાદી વાતાવરણને પગલે ઠંડક પ્રસરી હતી. બે દિવસથી ઉકળાટને કારણે શહેરીજન પરેશાન હતા. આજે વરસાદી વાતાવરણને પગલે ઠંડક વ્યાપી હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારબાદ લોપ્રેસર સીસ્ટમ નબળી પડશે અને ફરી 7 સપ્ટેમ્બર પછી બીજી સીસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે.

  • જીલ્લામાં નોંધાયેલો વરસાદ
  • બારડોલી 06
  • ચોર્યાસી 65
  • કામરેજ 13
  • મહુવા 03
  • માંડવી 09
  • માંગરોળ 17
  • ઓલપાડ 07
  • પલસાણા 05
  • સુરત 18
  • ઉમરપાડા 12
To Top