Vadodara

મહિલાઓનો મોરચો કલેકટર કચેરીએ પહોંચ્યો

વડોદરા: શહેરનાં હિન્દુ વિસ્તારમાં પગપેસારો કરવા માગતા માથા ભારે લઘુમતી કોમના શખ્સને માત્ર સ્ટેમ્પ પેપર પર લખાણ કરીને મકાન વેચી દેવાતા થયેલા હોબાળાને પગલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેની રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સાથે  પીઆઇ દેસાઈ અને તેના સ્ટાફે કરેલા અભદ્ર વ્યવહારના કારણે સ્થાનિક વિસ્તારમા ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો.

શહેરના અતિ સંવેદનશીલ મનાતા કારેલીબાગ તુલસીવાડી રોડ પર હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં માથા ભારે મનાતા વિધર્મી ઈસમે મિલકત ખરીદી હતી.ત્યાંના સ્થાનિક  રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં  ચાર હિન્દુ ધર્મસ્થાનો છે. તેની બાજુમાં હીરાલાલ ખત્રી નામના હિન્દુની મિલ્કત આવેલી છે. અશાંત ધારા વિસ્તારમા આવતી મિલકત ને સરકારની પરવાનગી વીના  મકાન બારોબાર તેમણે લઘુમતી કોમના શખ્સને વેચી દીધું છે. 

સ્થાનિક રહીશોને આ બનાવ અંગે જાણ થતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક રહીશોનું ટોળુ કારેલીબાગ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે ગયા હતા. થોડી વાર પછી કારેલીબાગ પોલીસ સ્ટેશનના  પી.આઇ દેસાઈ ધટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં આવતાની સાથે જ તેઓએ મહિલાઓ અને પુરૃષોને જાહેરમા બેફામ ગાળો બોલવાનું શરૃ કર્યુ હતું. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ પીઆઇએ કાયદા કાનૂન ને સંપૂર્ણ નેવે મૂકીને મહિલાઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. કાયદા ના રક્ષકનાં સ્વાંગમાં ભક્ષક જેવા બનેલા પીઆઇ ના કરતૂતોનો મોબાઇલ ફોનમાં વીડિયો ઉતારતા રાહુલ નામના યુવક પર નજર પડતા જ નો  પીઆઇ દેસાઇએ દાદાગીરી કરીને આંચકી લીધો અને  પોતાના કારનામાના ફૉટા વીડિયોના તમામ ડેટા ડિલીટ કરી નાંખ્યા હતા. અંગ્રેજ સરકાર ના દમનની યાદ અપાવી દેતા પોલીસે ઉપરથી ત્રણ યુવકો સામે અટકાયતી  પગલા ભરીને કસ્ટડીમાં ધકેલી દીધા હતા.

એક મહિલાએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે,અમારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે, તે જોઇને કોઇ પણ મહિલા કારેલીબાગ પોલીસ પાસે મદદ માંગવા જવા કરતા મરવાનું પસંદ કરશે. અમારી માંગણી છે કે, આ મકાન કોઇપણ સંજોગોમાં લઘુમતી કોમની વ્યક્તિ પાસેથી પરત લઇ લેવું જોઇએ. સ્થાનિક રહીશોની એક જ માંગણી છે કે,અમારા હિન્દુ વિસ્તારમાં લઘુમતી કોમના શખ્સે લીધેલા મકાનનો સોદા બાબતે તાત્કાલીક ઉંડી તપાસ કરાવીને રદ્દ કરવો જોઇએ.લઘુમતી કોમના જે શખ્સને મકાન વેચવામાં આવ્યું છે. તે ઈસમ તો  દારૃ અને નશાકારક દ્રવ્યોનો વેપલો કરતો હોવાથી પોલીસ સાથે મજબૂત સાઠ ગાઠ ધરાવતો હોવાથી પોલીસ અમારું સાંભળતી જ નથી તેવો આક્ષેપ પણ મહિલાઓએ કર્યો હતો.

Most Popular

To Top