Charchapatra

ધન્યતા અનુભવી

પ્રેમ સુમેસરાનું 8-8-22 નું ચર્ચાપત્ર ‘ભારતની છાતી પર….’વાંચ્યુ. ગાંધીનું ખંડન અને ગોડસેનો મહિમા કરનાર ખરેખર તમો લખો છો તેમ બબુચકો જ કહેવાય. હું બીજાની તો શું વાત કરું, મારો મોટો દીકરો જે કૉલેજમાં અધ્યાપક છે તેણે પણ મને એના મોબાઈલમાં પૂ.બાપુ વિષે ઝેર ઓકતું પ્રવચન સંભળાવ્યું. મેં એની સાથે ઝાઝી લપ્પન છપ્પન કરી નહીં. ચર્ચા ટૂંકમાં સમાપ્ત કરી. હું પોતે 1947 થી પૂ.બાપુ, સરદાર સાહેબ, નહેરૂ જેવા દેશભક્તોને માનતો આવું છું. મેં ગાંધીજીની આત્મકથા આખી વાંચી છે. એ પુસ્તક પ્રસંગો અવારનવાર વાંચું છું. ગ્લીમ્પ્સીસ ઓફ વર્લ્ડ વાંચી છે. જે વાંચીને ધન્યતા અનુભવી છે.
સુરત     – નટવરસિંહ પરમાર         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રખડતા ઢોરો વડે થતાં મોતમાં અપરાધી કોણ?
જતિનકાકા જ્યારથી ઢોરની અડફેટમાં આવ્યા છે ત્યારથી જ સ્તો સરકારી સંસ્થાઓ સક્રિય બની !! આવું કેમ ? સામાન્ય માણસની કોઈ કિંમત જ નહીં ? કે જેણે જેણે રખડતા કૂતરાઓ અને ઢોરની અડફેટમાં આવી શરીરને ભાંગી નાખ્યું કે મરણને શરળ થયા તેનું શું ? અત્યારે પણ પાલ રોડ પર એક ભેંસ આડી આવતા જાનહાનિ થઈ છે. વળી, એક રાજકીય (નવી-સવી) પાર્ટીએ રખડતાં કૂતરાઓ અને ઢોરની સમસ્યાને કાબૂમાં લાવવાની ચૂંટણી વચન આપ્યું હતું. આજે તે વાતને વર્ષો વીતી ગયા પણ આ વચન આપેલ પાર્ટી તે સમસ્યાનું નિરાકરણ કરવામાં સફળ થઈ નથી !  જો, આ રાજકીય પાર્ટી તેનું આ વચન પૂરૂં કરી પૂરા શહેરમાંથી રખડતા કૂતરાઓ અને ઢોરોથી સુરતની પ્રજાને ઉગારશે તો 27નો આંકડો 72 થઈ શકે છે. પ્રજાને મતદાતાઓને શું જોઈએ?
સુરત     – પરેશ ભાટિયા    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સમકિત શાહનો ઉત્તમ લેખ
સમકિત શાહનો તા. 17/8નો લેખ વાંચી આનંદ થયો. આખા લેખનો સારાંશ તમે છેલ્લા પેરેગ્રાફમાં આપી દીધો છે. આજની યુવા પેઢીની જે પૈસા પાછળની દોટ છે તેમને માટે દીવાદાંડી સમાન ખરેખર મનનીય છે. જર, જમીન ને જોરુ (ટૂંકમાં) પૈસા આવતાં માણસ બગડે છે. ભાગ્યે જ કોઈ વિચારશીલ સારા માણસો પૈસાને પચાવી જાણે છે.
સુરત     – રમીલાબેન દેસાઈ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top