સુરત: (Surat) નર્મદ યુનિ. કેમ્પસમાં (Narmad University Campus) પેધા પડેલા કેટલાંક તત્વો રાષ્ટ્રીય સ્યવંસેવક સંઘની (RSS) ગરિમાને પણ વટાવવા નીકળી પડયા હોય...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના ઉપરાજ્યપાલ (Lieutenant Governor) વીકે સક્સેનાએ DTC દ્વારા 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે CBIને...
કોલકાતા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કોલકાતાના (Kolkata) ગાર્ડન રીચ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી. EDએ અહીં એક બિઝનેસમેનના ઘરે દરોડા (Raid)...
મુંબઈ: (Mumbai) મુંબઈ એરપોર્ટ (Airport) પરથી મોટી માત્રામાં સોનું પકડાયું છે. લગભગ 12 કિલો સોનું તસ્કરી (Gold Smuggling) કરી લઈ જવામાં આવી...
મુંબઈ: ભારતીય સેના (Indian Army) વધુ મજબૂત બની રહી છે. INS વિક્રાંતને (INS Vikrant) તાજેતરમાં PM મોદીએ લોન્ચ કર્યું હતું. હવે ભારતીય...
મેક્સિકો: ઉત્તરી મેક્સિકોમાં (Mexico) ઈંધણ ટેન્કર (fuel tanker) અને પેસેન્જર બસ (passenger bus) વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત (Death) થયા...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર (Central Government) દેશમાં નવો લેબર કોડ (New Labour code) લાગુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. નોકરીયાત લોકોના કામકાજના જીવનમાં...
આપણે ત્યાં માણસને ગુસ્સો આવે ત્યારે મગજ પર બરફ મૂકવાની સલાહ અપાય છે. એમ બરફ દરેક જગ્યાએ હાજરાહજૂર હોતો નથી પણ કહેવાનો...
નિર્દેશક રંજીત તિવારીની ‘કઠપૂતલી’ વિશે બે શબ્દોમાં કહેવું હોય તો અક્ષયકુમારની ‘વધુ એક ફિલ્મ’ થી વિશેષ કંઇ કહી શકાય એમ નથી. તે...
17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રોજેક્ટનું અનાવરણ કરશે. ચિત્તાઓને ભારતમાં લાવવાની...
આ વર્ષે વર્ષની છેલ્લી ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ US ઓપન થોડી અલગ રહી હતી. એક તો તેમાં પુરૂષ સિંગલ્સના બે દિગ્ગજ ખેલાડીની ગેરહાજરી...
આકાશગંગાની સપાટીની તેજ ઓછી છે, જે તેને જોવાનું મુશ્કેલ બનાવે છે અને આમ કરવા માટે સ્પષ્ટ, ઘેરા આકાશની જરૂર પડે છે. જો...
અંગ્રેજીમાં એક શબ્દ છે; ગ્રેસફૂલ. આપણી વાતચીતમાં આ શબ્દ બહુ આવતો હોય છે. કોઈ વ્યક્તિ સભ્યતાથી વાત કે વર્તન કરે તો આપણે...
સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કારને જીવલેણ અકસ્માત થયો તેનું કારણ ટ્રાફિકના નિયમોની અવગણના હતું. સાયરસ મિસ્ત્રીની કાર ચલાવી રહેલી મહિલા ડ્રાઇવરે રોંગ સાઇડથી...
સલમાન રશ્દી પર હુમલો થયો એ પછી હું આતુરતાથી રાહ જોતો હતો કે એ જઘન્ય ઘટનાની ભારતમાં અને વિશ્વમાં કેટલા મુસલમાનો નિંદા...
એક હતો રાજા અને એક હતી રાણી. પણ ખરેખર તો રાજ રાણીએ જ કર્યું. પોતાના વંશ-વેલા પરિવાર અને રાજપાટને બરાબર મુઠ્ઠીમાં જકડી...
સુરત : સચિન જીઆઇડીસી સ્થિત કોકાકોલાની કંપનીમાં શનિવારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં અચાનક બોઇલર ફાટતા આગ ફાટી નીકળી હતી. આ આગ દુર્ઘટનામાં...
સુરત: (Surat) લિંબાયતમાં અભિષેક નામના યુવકની દાદીગીરી દિવસે દિવસે વધતી જતી હોય તેમ આ યુવકે લારીવાળાઓની પાસે વેપાર કરવા માટે 500 રૂપિયાની...
સુરત: (Surat) મોટા વરાછામાં રહેતા યુવાને લગ્ન (Marriage) કર્યાના ત્રણ જ મહિનામાં ફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. યુવાનની પત્ની (Wife)...
સુરત: (Surat) મહિધરપુરા હીરાબજાર (Diamond Market) સ્થિત થોભા શેરીમાં હીરાના વેપારી (Diamond Traders) ઉપર ભગીરથ અને ભાવિન નામના બે યુવકોએ આવીને બાકી...
સુરત :ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સાંજે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી કોતરવામાં આવેલા પાલ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શહેર...
ટકારમા : ઓલપાડ (Olpad )પોલીસે (Police) સુરતથી (Surat) ગુમ (Missing) થયેલા એક રાજસ્થાની બાળકને (Child) શોધી કાઢી બાળકનું તેના પરિવારજનો સાથે મિલન...
દેલાડ:ઓલપાડ (Olpad) તાલુકાના સાંધીએર (Sandhiair) ગામના બે ખેડુતોની ઉભી શેરડી (Sugar Cane) દ.ગુ.વિજ કંપનીની એગ્રીક્લચર લાઈનમાં શોર્ટ સર્કિટના (Short Circuit) કારણે બળી...
ટેસ્લાના સીઇઓ એલોન મસ્કએ (Tesla CEO Elon Musk) પરાગ અગ્રવાલની આગેવાની હેઠળના ટ્વિટરને ત્રીજી નોટિસ મોકલી છે. આ નોટિસનો ઉદ્દેશ $44 બિલિયનના...
નવી દિલ્હીઃ (New Delhi) બેન્ક ઓફ બરોડા (BOB) અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક (IOB)ની લોન (Loan) મોંઘી થઈ ગઈ છે. આ બેંકોએ લોનના...
નવી દિલ્હી: (New Delhi) બિન-બાસમતી ચોખાની (Rice) નિકાસ પર 20 ટકા કસ્ટમ ડ્યુટી (Customs duty) લાદ્યા પછી સરકારે (Government) સ્થાનિક પ્રાપ્યતા વધારવાના...
બનાસકાંઠા: બનાસકાંઠા(Banaskatha)થી એક પરિવારને રાજસ્થાન(Rajasthan) નજીક અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં 4 લોકોનાં મોત(Death) થયા હતા. પરિવાર શનિવારનાં રોજ ગુજરાતથી જસોલ (બાડમેર)માં બાબા...
સુરત: દિવસભર ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ રહ્યાં બાદ સાંજે 5 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. વીજળીની ગાજવીજ સાથે સુરત...
સુરત : ગણેશ વિશર્જન (Ganesh visharjan) માટે શહેરમાં બનાવેલા કૃત્રિમ તળાવના (Artifishal Lake) ઓવારેથી કેટલાક વિડીયો (Video) સામે આવ્યા છે.તંત્રના સ્વયંસેવકો વિસર્જન...
લંડનઃ બ્રિટનને 70 વર્ષ બાદ તેનો નવો રાજા મળ્યો છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનો પુત્ર...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
સંસદમાં SIR પર ચર્ચા થઈ શકે નહીં, અમિત શાહે કારણ સમજાવ્યું
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
સુરત: (Surat) નર્મદ યુનિ. કેમ્પસમાં (Narmad University Campus) પેધા પડેલા કેટલાંક તત્વો રાષ્ટ્રીય સ્યવંસેવક સંઘની (RSS) ગરિમાને પણ વટાવવા નીકળી પડયા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ગરિમાને લાંછન લાગે તે રીતે કેટલાંક લોકો યુનિ.ની માલમિલકતો 99 વરસના ભાડા પટ્ટે (Lease) લેવા તલપાપડ બન્યા છે.આ માટે યુનિ.ને અરજી કરવામાં આવી છે. કુલપતિ દ્વારા પણ મામલો સિન્ડિકેટ પર છોડી દેવામાં આવ્યો છે પરંતુ જે રીતે આ કારભાર કરવામાં આવી રહ્યો છે તે જોતાં આ મોટો ‘ખેલ’રચવામાં આવ્યો છે અને તેમાં કેટલાક લોકો પોતાના ‘રોટલા’શેકી રહ્યા છે.
નર્મદ યુનિ. પાસે હાલમાં જમીનો ઘણી છે. યુનિ. દ્વારા ધીરેધીરે આ જમીનો પર એક પછી એક શૈક્ષણિક ભવનો ઊભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ યુનિ.ની આ જમીન સુરતના પોશ વિસ્તારમાં આવી હોવાથી આ જમીન પર લેન્ડગ્રેબરોનો ડોળો છે. ભૂ-માફિયાઓ આ જમીન પચાવી પાડવા માટે સતત સક્રિય રહેતા હોય છે. જોકે, હાલમાં યુનિ.માં થયેલી અરજીએ મોટો વિવાદ સર્જ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં એવી પણ ચર્ચાઓ સંભળાઈ રહી છે કે,યુનિવર્સિટીની માલિકીની ઉધના-મગદલ્લા રોડ પર આવેલી કિંમતી દુકાનો તથા મેનેજમેન્ટ ભવનની બાજુમાં આવેલીયુનિવર્સિટીની કરોડોની જમીન ઉપર કેટલાક મહાનુભાવોનો ડોળો છે, તેઓ સિફતપૂર્વક પોતાના મામકાઓને આ દુકાનો તથા જમીન 99 વર્ષના પટ્ટે અપાવી દેવાની પેરવીમાં છે. જો આ વાત સાચી હોય તો મૃદુ સ્વભાવ ધરાવતા અને સંકલન કર્તાઓનો પડ્યો બોલ ઝીલતા સજ્જન કુલપતિ ચાવડા આ બાબતમાં કડક વલણ અખત્યાર કરેતે જરૂરી છે.
હજુ અરજી જ આવી છે, નિર્ણય તો સિન્ડિકેટ સભાએ જ કરવાનો છે
આ અંગે પુછપરછ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડાએ કહયુ હતુ કે હજી તેમની પાસે અરજી આવી છે. આ બાબતે આખરી નિર્ણય સિન્ડીકેટ સભા જ કરશે. સંઘ પરિવારની ભગીની સંસ્થાએ સેવાના ઉમદા આશય સાથે જગ્યા માંગી છે. જોકે ડો.ચાવડાની આ વાત સરળતાથી ગળે ઉતરે તેમ નથી. કારણ કે ઉધના મગદલ્લા રોડ ઉપર સરકારી જમીનો ઉપર ભૂતકાળમાં એફપી પણ જમ્પ કરાવી કેટલાંક બિલ્ડરો આરએસએસના નામે હવા જોઇ સૂપડા ફેરવી ગયા હતા.
ભૂતકાળમાં પણ યુનિ.ની 180 એકર જમીનનો ભોગ લેવાતો રહી ગયો હતો
વીર નર્મદ યુનિ.ના પ્રાઇમ લોકેશનને કારણે કેટલાંક સમયથી કેટલાંક તત્વો યુનિ.ની ખુલ્લી જમીનો અને મિલકતો ઉપર નજર ટાંપીને બેઠા છે. ભૂતકાળમાં યુનિ.ની 180 એકર જમીન મામલે પણ આવો ખેલ થયો હતો. પરંતુ કેટલાંક ખમીરવંત અને નૈતિક મનોબળ ધરાવતા લોકોને કારણે યુનિ.ની અબજો રૂપિયાની મિલકતો ઓહિયા થતી બચી ગઇ હતી. આ મામલે જે તે સમયે પણએક ટોચના મંત્રીની સંડોવણી ખુલીને બહાર આવી હતી. પંરતુ યુનિ.નુંહિત હૈયે રાખી નિડરતા સાથે મલીન ઇરાદાઓ ધરાવનારાઓને પડકારવામાં આવ્યા હતા.
ડો.ચાવડાએ આખું કેમ્પસ વેચવાનું જ બાકી રાખ્યું હોવાની ચર્ચા
નર્મદ યુનિ.ને સદભાગ્યે સ્થાનિક કુલપતિ મળતા શિક્ષણવિદોનો ઉત્સાહ સમાતો નહોતો. પરંતુ આ ઉત્સાહ ગણતરીના દિવસોમાં જ ઓસરી ગયો છે. સ્થાનિક કુલપતિ ડો.કે.એન.ચાવડા યુનિ.નો વહિવટ સમસૂતરો પાર પાડવાને બદલે યુનિ.ને ખાડામાં નાંખી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. વિશ્વ વિઘાલયની જે પ્રતિષ્ઠા હોય જે સંસ્કાર અને સભ્યતા હોય તે તમામને પડીકું વાળી ફેંકી દેવાયા છે. યુનિ. કેમ્પસમાં ઠેરઠરે ખાનગી આયોજકો ઘૂસી ગયા છે. યુનિ.કેમ્પસની મોકાની જમીનો ઉપર સંશોધન કેન્દ્ર કે પ્રયોગશાળા બનાવવાને બદલે ભળતી પ્રવૃતિઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાંક સમયથી આખુંયુનિ.કેમ્પસ રૂપિયાની લાલચમાં ગીરવે મૂકી દેવાયુંછે. યુનિ.માં નજીવા દરે ખાનગી આયોજકો મસમોટા આયોજનો મેળા કે પ્રદર્શન કરી મબલખ કમાણી કરી ગયા છે. યુનિ.કેમ્પસમાં શૈક્ષણિક પ્રવૃતિને ઉત્તેજન આપવાને બદલે ડો.ચાવડાએ વેપારીકરણનને પ્રોત્સાહન આપ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.