SURAT

સુરત: મોટા વરાછામાં લગ્નના ત્રણ મહિનામાં જ યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

સુરત: (Surat) મોટા વરાછામાં રહેતા યુવાને લગ્ન (Marriage) કર્યાના ત્રણ જ મહિનામાં ફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હતું. યુવાનની પત્ની (Wife) પિયરમાંથી પરત સાસરે રહેવા માટે નહીં આવતા હતાશ થયેલા પતિએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ (Police) સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  • મોટા વરાછામાં લગ્નના ત્રણ મહિનામાં જ યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
  • પત્ની પિયરમાંથી પરત સાસરે નહીં આવતા હતાશ પતિએ પગલું ભરી લીધુ
  • પોતાના ઘરે પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોટા વરાછાની અમીના પાર્ક સોસાયટીમાં રહેતા શરીફ રફીક શેખ (ઉ.વ.27)એ ગઇકાલે સાંજે સવા સાત વાગ્યાની આસપાસ પોતાના ઘરે પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. રફીકને તેનો ભાઇ સારવાર માટે પી.પી.સવાણી હોસ્પિટલ લઇ જતા ત્યાં હાજર તબીબોએ રફીકને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં રફીકના ત્રણ મહિલા પહેલા જ મહારાષ્ટ્રમાં લગ્ન થયા હોય અને તેની પત્ની પિયરમાંથી પરત સાસરે રહેવા માટે સુરત નહીં આવતા હતાશામાં સરી પડેલા રફીકે આ પગલું ભર્યું હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.

નોકરી ધંધાની શોધમાં સુરત આવેલા યુવકનું હજીરા રોડ ઉપર અકસ્માતમાં મોત
બિહારથી થોડા દિવસ પહેલા જ સુરત નોકરી ધંધાની શોધ માટે આવેલા યુવાનનું એલ એન્ડ ટી કંપનીના ગેટ નં.2 સામેના રોડ ઉપરથી સાયકલ લઇને પસાર થઇ રહ્યો હોય કાળ બનીને આવતા ટ્રક ચાલકે અડફેટે લેતા મોત નિપજ્યું હતું.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મુળ બિહારનો વતની અને હાલ હજીરાની હજીરાની અલગ-અલગ કંપનીમાં મજુરી કામ કરતો સુરેશ સિંહ ઉ.વ.42 શનિવારે બપોરના સમયે એલ એન્ડ ટીના ગેટ નં-2ની સામેથી રસ્તો ઓળંગી રહ્યો હતો. સાયકલ ઉપર સવાર સુરેશ સિંહને આ સમયે કોલસા ભરેલી ટ્રકના ચાલકે અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, હજીરા રોડ ઉપર દોડતી કોલસા ભરેલી ટ્રકોના ડ્રાઇવરો બેફામ રીતે ટ્રકો હંકારતા હોય છાશવારે અકસ્માતમાં ગરીબ શ્રમજીવીઓ મોતને ભેટતા હોય છે ત્યારે આજે વધુ એક શ્રમજીવીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

Most Popular

To Top