SURAT

અડાજણ પાલ ચોકીનું કરાયું ઉદ્ઘાટન:નવી ટ્રાફિક એપનું પણ કરાયું લોન્ચિંગ

સુરત :ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સાંજે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી કોતરવામાં આવેલા પાલ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અજય તોમર અને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, શહેર પોલીસ કમિશનર અજય તોમર ઉપસ્થિત રહ્યા હતા. સંઘવીએ જણાવ્યું હતું કે પાલ પોલીસ સ્ટેશનની કામગીરી અને અસરકારક રીતે ગુનાખોરી પર અંકુશ લાવી શકાશે. ગુનાખોરીના દરને નિયંત્રણમાં રાખવા સરકાર કટિબદ્ધ છે. પાલ શહેરનું 33મું પોલીસ સ્ટેશન છે. હાલ તો ચોકીના બિલ્ડીંગમાં જ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે.

નજીકમાં પોલીસ સ્ટેશન માટે જમીન ફાળવવામાં આવી
નજીકમાં પોલીસ સ્ટેશન માટે જમીન ફાળવવામાં આવી છે. ટૂંક સમયમાં ત્યાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. પાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.વી.વાગડિયાના નેતૃત્વમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 49 પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધતી જતી વસ્તી અને ગુનાખોરીના બનાવોને પગલે ચાર નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની માંગ ઉઠી હતી. રાજ્ય સરકાર દ્વારા ઉત્રાણ, પાલ, વેસુ અને અલથાણમાં નવા પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાંથી ઉતરાણ અને પાલમાં પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે અલથાણ અને વેસુમાં પોલીસ સ્ટેશન શરૂ કરવા પ્રયાસો ચાલુ છે.

નવી ટ્રાફિક એપનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું
નવા પાલ પોલીસ મથકના ઉદ્ઘાટન સાથે ટ્રાફિક વિબાગ દ્વારા નવી ટ્રાફિક એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ એપ સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ લોકેશન ઉપર કેટલો ટ્રાફિક જામ છે તે જાણકારી મેળવી શકાશે.હાલ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ છે અને ખાસ કરીને તો પીક અવર્સ દરમ્યાન કયા વિસ્તારમાં કેટલો ટ્રાફિક છે તે એપના માધ્યમથી તેની જામકારી મેળવી શકાશે એપ લોન્ચિંગ બાદ તેને ફોનમાં ડાઉનલોડ કરવી જરૂરી છે તેની ઓપન જાણકારી આપવામાં આવી હતી.

Most Popular

To Top