Top News

More Posts

   The Latest

Most Popular

યુવા મોરચાના દરેક કાર્યકર્તાએ જે પ્રમાણે ચૂંટણી દરમિયાન તનતોડ મહેનત કરી સારા પરિણામ સુધી પાર્ટીને પહોંચાડે છે, તે અભિનંદનને પાત્ર છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દરેક ઉમેદવારને કોઇની તાકાત નથી કે હરાવી શકે. કારણ કે ભાજપ પાસે મોટી સેના છે. તેવું યુવા મિત્ર જોડો અભિયાન અંતર્ગત યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધતાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil) જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (C M Bhupendra Patel) યુવા મોરચાના 1800 વિસ્તારકોને ગાંધીનગરના કમલમ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે, દેશમાં વિરોધ પક્ષ વેરવિખેર છે, એક સાંધે અને તેર તુટે તેવી સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને કોઇની તાકાત નથી કે હરાવી શકે કારણ કે ભાજપ પાસે મોટી સેના છે. જે પણ વિસ્તારકો વિસ્તારમાં જાય તે પેજ કમિટીનું કામ સંપુર્ણ રીતે પુર્ણ કરે તે દિશામાં કામ કરવું જોઇએ. યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, યુવા મોરચોએ ભવિષ્યનું ભાજપ છે.

યુવા મોરચાના કાર્યકર્તાની વચ્ચે આવી મારો જોમ અને જુસ્સામાં વધારો થાય છે. વિસ્તારક તરીકે નિકળો નવા યુવાનોને મળો ત્યારે તેમના કામો સમસ્યાને સરકાર સુધી પહોંચાડો અને સરકાર તે તમામ કામ કરી સમસ્યાને દુર કરવા કટીબદ્ધ રહેશે. સરકારની દરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે પ્રકારનું કામ ભાજપ સરકાર કરી રહી છે.યુવા મોરચાના કાર્યકરોનો જોસ અને જુસ્સો જોઇને હુ નિશ્ચિત પણે કહીશ કે એક બુથ 100 યુથનું સુત્ર સાકાર થશે.

To Top