Gujarat

ગુજરાત પર હજૂએ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય, બીજી સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી આવી રહી છે

ગાંધીનગર : ગુજરાત (Gujarat) પર હજુયે એક લો પ્રેશર (Low Pressure) સિસ્ટમ (System) સક્રિય (Active) છે જ્યારે બીજી સિસ્ટમ પાછળ મધ્યપ્રદેશ (Madhya Pradesh) પરથી આવી રહી છે, જેના પગલે ખેલૈયાઓની નવરાત્રી બગડે તેવા એઁધાણ દેખાઈ રહયા છે. આજે રાત્રીના ૮ વાગ્યા સુધીમાં રાજયમાં ૧૨૯ તાલુકાઓમાં વરસાદ થયો છે જે પૈકી અમરેલીના બાબરામાં અઢી ઈંચ વરસાદ થયો હતો.

  • રાજયમાં ૧૨૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો, અમરેલીના બાબરામાં અઢી ઈંચ વરસાદ

રાજયના અન્ય ભાગો પૈકી કચ્છના અબડાસામાં સવા બે ઈંચ , બોટાદમાં સવા બે ઈંચ , ભાવનગરના જેસરમાં ૨ ઈંચ , ભાવનગરના ઘોઘામાં ૨ ઈંચ , પાલીતાણામાં પોણા બે ઈંચ , લાઠીમાં પોણા બે ઈંચ , ગઢડામાં દોઢ ઈંચ કરતાં વધુ , જંબુસરમાં દોઢ ઈંચ , જામકંડોરણામાં દોઢ ઈંચ , જામનગરના જામજોઘપુરમાં ૧.૪ ઈંચ , પંચમહાલના કાલોલમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં ૨૧ તાલુકાઓમાં ૧થી અઢી ઈંચ વરસાદ થયો છે.

રાજયમાં મોસમનો સરેરાશ ૧૧૦.૯૯ ટકા વરસાદ થયો

છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૮૧ તાલુકાઓમાં ઙલવાથી ભારે વરસાદ થયો છે જે પૈકી સૌથી વધુ ૪.૬ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જયારે રાજયમાં મોસમનો સરેરાશ ૧૧૦.૯૯ ટકા વરસાદ થયો હતો. જેમાં કચ્છમાં ૧૭૩.૨૭ ટકા , ઉત્તર ગુજરાતમાં ૧૧૬.૮૯ ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં ૯૧.૦૪ ટકા , સૌરાષ્ટ્રમાં ૧૦૩.૩૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૧૭.૬૪ ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top