Dakshin Gujarat

સોનગઢના હિંદલા બસ સ્ટેન્ડ પાસે એસ.ટી. બસ અને પિકઅપ વચ્ચે અકસ્માત, 12 મુસાફરનો બચાવ

વ્યારા: સોનગઢ (Songhar) તાલુકાના હિંદલા (Hindla ) બસ સ્ટેન્ડ (Bus Stend) પાસે બુધવારે બપોરે એસ.ટી. બસ (Esty Bus) અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આહવાથી (Ahwa) સુરત (Surat) તરફ જતી એસટી બસમાં બેસેલા ૧૨ જેટલા મુસાફરનો (Passenger) ચમત્કારિક બચાવ થયો હતો. જો કે, સામસામે ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં બંને વાહનોની આગળની બોડીનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. જેમાં પવન પુત્ર રોડ લાઇન્સ લખેલ પિકઅપના ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત એવો ભયાનક હતો કે, પિકઅપમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનર લોહીલુહાણ હાલતમાં બચાવ-બચાવની ચીસો પાડી રહ્યા હતા.

ડ્રાઇવર અને કંડક્ટર આ અકસ્માતથી ભયભીત થઈ બસ સ્થળે મૂકી ફરાર
બંનેને સ્થાનિકોની મદદથી ભારે જહેમત ઉઠાવી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ બંનેને એમ્બ્યુલન્સ ૧૦૮માં સારવાર અર્થે સોનગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ લખાય છે ત્યારે બંનેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. સોનગઢથી સાપુતારા તરફ જતાં પિકઅપના આગળના એન્જિનના ફૂડચેફૂડચા બોલાઇ ગયા હતા. જ્યારે એસટી બસના રેડિયેટર અને કાચને નુકસાની થઈ હતી. એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટર આ અકસ્માતથી ભયભીત થઈ બસ સ્થળે મૂકી ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું છે.

વ્યારા નગરમાં ભારે અને મોટાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
વ્યારા: વ્યારા નગરના જૂના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જૂના બસ સ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પિક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે.

જાહેરનામું નવેમ્બર મહિના સુધી અમલમાં રહેશે
જાહેરજનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડે છે. જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જૂના બસ સ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જૂના બસ સ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે ૮ કલાકથી સાંજે ૨૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવાં કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટાં વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાનાં વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતાં વાહનોની અવરજવરને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૧૦-૧૧-૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Most Popular

To Top