Dakshin Gujarat

જંબુસરની નવયુગ વિદ્યાલયે રૂ.1.70 લાખનો બાકી વેરો ન ભરતાં પાલિકાએ સીલ માર્યુ

ભરૂચ: (Bharuch) નવયુગ વિદ્યાલયે (Navyug Vidhylai) રૂ.1.70 લાખની બાકી વેરા (Due Texes) પેટેની રકમ ભરપાઈ ન કરતાં જંબુસર ( Jambusar) પાલિકા (Municipality) દ્વારા શાળાને સીલ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નવયુગ વિદ્યાલયે રૂ.1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતાં જંબુસર પાલિકા દ્વારા શાળાને સીલ (Seal) કરવામાં આવી હતી. ભરૂચના જંબુસર નગર સ્થિત નવયુગ વિદ્યાલયને બાકી વેરા બાબતે જંબુસર નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ (Notic) આપવામાં આવી હતી. તેમ છતાં પણ નવયુગ વિદ્યાલયના તંત્રીઓએ પાલિકાની નોટિસને ધ્યાનમાં નહીં લેતાં આખરે જંબુસર નગરપાલિકા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી.

પાલિકાએ ઉઘરાણીને લઈ સીલિંગનું શસ્ત્ર ઉગામ્યું
જંબુસર નગરપાલિકાએ બાકી વેરાના મિલકતદારો સામે લાલ આંખ કરી છે, જેમાં નવયુગ વિદ્યાલયે રૂ.1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતાં જંબુસર પાલિકા દ્વારા શાળાને સીલ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. જો કે, જંબુસર નગરમાં બાકી મિલકત વેરાધારકો સામે હવે પાલિકાએ ઉઘરાણીને લઈ સીલિંગનું શસ્ત્ર ઉગામ્યું છે. જેની શરૂઆત શહેરની નવયુગ વિદ્યાલયથી કરાઈ છે. પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, શાળાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યને વારંવાર નોટિસો આપવા છતાં રૂપિયા 1.70 લાખનો વેરો ભરપાઈ નહીં કરતાં નાછૂટકે શાળાને સીલ મારવું પડ્યું છે. જો કે, શાળાને સીલ કરાતાં વિધાર્થીઓના અભ્યાસ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. તો બીજી તરફ પાલિકાએ અન્ય બાકી વેરાદારોની મિલકત પણ સીલ કરતાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ મામલતદાર કચેરી ખાતે EVM મશીનની કાર્યશૈલીનું નિદર્શન કરાયું
ભરૂચ: ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે ભરૂચ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અને સ્વિપ કાર્યક્રમની કામગીરી શરૂ કરી હતી. જે હાલ પ્રગતિ ઉપર છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતતા અને વિશ્વસનીયતાનો અનુભવ કરાવવા માટે કર્મચારીઓ ભરૂચ મામલતદાર કચેરીએ માહિતી આપી લોકોને અવગત કરાયા હતા. ઉપરાંત ભરૂચનાં મુખ્ય બજારોમાં પણ લોકોને EVM વિશે માહિતગાર કરી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતતા સમજે એ હેતુથી માહિતી અપાઈ રહી છે. આમ કર્મચારીઓ મામલતદાર કચેરી અને સ્થાનિક બજારોમાં ફરીને પણ EVMની મશીનની કાર્યશૈલી અને તેના ઉપયોગ બાબતે ઉત્સાહભેર કામગીરી કરી રહ્યા છે.

Most Popular

To Top