Top News

More Posts

   The Latest

Most Popular

ધોરણ-12 સામાન્ય પ્રવાહના (રીપીટર) વિદ્યાર્થીઓનું પરિણામ આજે તા.23મી ઓગસ્ટ-2021ના રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગનાં નાયબ નિયામક ડો.અવનીબા મોરીએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના જુલાઈ-2021ની પરીક્ષાના પુનરાવર્તિત (રીપીટર) ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર આવતીકાલ તા.23મી ઓગસ્ટ-2021ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) ભરીને જોઈ શકશે. પરિણામ બાદના ગુણપત્રક-પ્રમાણપત્ર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે. આ ઉપરાંત ગુણ ચકાસણી કે દફ્તર ચકાસણીની કાર્યવાહી માટેની સૂચના હવે પછીથી મોકલવામાં આવશે.

To Top