Dakshin Gujarat

નર્મદા મૈયા બ્રિજ પરથી પત્નીની નજર સામે પતિએ નદીમાં ઝંપલાવ્યું

ભરૂચ: (Bharuch) નર્મદા મૈયા બ્રિજ (Bridge) પર જીતાલીના બે સંતાનના પિતાએ પત્નીની (Wife) નજર સામે જ કોઈક કારણોસર છલાંગ લગાવી દીધી હતી. સોમવારની સમી સાંજે બ્રિજ પર પત્ની સામે પતિએ છલાંગ લગાવતાં નજરે જોનારા ભારે હેબતાઈ ગયા હતા. પોલીસે (Police) આ મામલે તપાસ શરૂ કરી છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નવો તૈયાર થયેલો નર્મદા બ્રિજ આપઘાતનું એપીસેન્ટર બન્યો હોય એવો અહેસાસ થઇ રહ્યો છે. સોમવારે સાંજે નર્મદા મૈયા બ્રિજ પર પત્ની સામે પતિએ છલાંગ લગાવતાં નજરે જોનારા ભારે હેબતાઈ ગયા હતા. અંકલેશ્વરના જીતાલી ગામની ડ્રીમસિટી સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય કાંતિપાલસીંગ રાઠોડ અને તેની પત્ની ૩૫ વર્ષીય પત્ની પિંકીદેવી તેમજ બે સંતાનો સાથે રહેતાં હતાં.

સોમવારે સમી સાંજે પત્ની સામે જ નર્મદા મૈયા બ્રિજ પરથી કાંતિપાલ રાઠોડે અચાનક જ મોતને વહાલું કરવા માટે નદીમાં છલાંગ મારી દીધી હતી. સમગ્ર ઘટના જોયા બાદ ટોળે વળી ગયાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ બે સંતાનના પિતા કાંતિપાલ રાઠોડે ક્યાંક ઘર કંકાસથી કંટાળીને નદીમાં ઝંપલાવી દીધું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જો કે પોલીસ વિભાગ હાલ તલસ્પર્શી તપાસ ચલાવી રહ્યો છે.

આમોદ નેશનલ હાઇવે પર ડિવાઈડર ઉપર કાર ચઢી જતાં બે મહિલા ઘાયલ
ભરૂચ: ભરૂચના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં.૬૪ ઉપર ગત રોજ રાત્રિના સમયે કાર ડિવાઈડર ઉપર ચઢી જતાં કારને નુકસાન થયું હતું. તેમજ કારની અંદર બેઠેલી બે મહિલા ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભરૂચથી આમોદ સંબંધીના ઘરે આવતાં આછોદ ચોકડી પાસે રિફ્લેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. જેમાં કારની અંદર બેઠેલી બે મહિલા પૈકી રમીલાબેન સતીશ પટેલ (ઉં.વ.૬૨)ને માથામાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે મધુબેન છોટાભાઈ પટેલ (ઉં.વ.૭૦)ને ગળામાં ભાગે ઇજા થઇ હતી. આ ઉપરાંત કારને નુકસાન થયું હતું. કારચાલકે નેશનલ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે ઓથોરિટીએ બનાવેલા ડિવાઈડર ઉપર રિફ્લેક્ટર લાઈટના અભાવે વારંવાર વાહનો ચઢી જાય છે. જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ બાબતે કારચાલક અમિત પટેલે જણાવ્યું હતું કે, ડિવાઈડર ઉપર રિફ્લેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી અને કારમાં બેઠેલી બે મહિલા ઇજાગ્રસ્ત બની હતી.

Most Popular

To Top