Gujarat

રાજય સરકારના 16 મંત્રીઓના PA- PS ની નિમણૂંક થઈ

ગાંધીનગર : રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે સરકારના 16 મંત્રીઓ માટે PA- PSની નિમણૂકના આદેશ કરી દીધી છે. જો કે દાદાની અગાઉની સરકારના PA- PSને રિપીટ કરાયા નથી. તેમાં પણ નો રિપીટ થીયરી અપનાવાઈ છે. અગાઉ ત્રણેક દિવસ પહેલા સીએમઓમાં પણ લગભઘ તમામ સ્ટાફના આદેશ કરી દેવાયા છે. આજે એક જ ઓર્ડરમાં વિભાગે 16 મંત્રીઓના અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂકના આદેશ કર્યા છે.કે કૈલાશનાથનની પણ એક વર્ષ માટે સીએમના ચીફ પ્રીન્સીપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી દેવાઈ છે.

આ અધિકારીઓની પ્રતિનિયુક્તિની મુદ્દત દરમ્યાન તેમના મૂળ વિભાગના સંવર્ગની જગ્યામાં જે પગાર ધોરણમાં જે તબક્કે પગાર અને ભથ્થાં મેળવતા હશે તે જ તબક્કે પગાર અને ભથ્થાં મેળવશે. 16 મંત્રીઓ પૈકી ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના અંગત સચિવની જગ્યા પર નિવૃત્ત અધિક કલેક્ટર વિપુલ કે મહેતાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પાંચ વર્ષ સુધી આ પોસ્ટ પર રહી શકશે.

અંગત મદદનીશની જગ્યા પર નિમણૂક પામેલા જે તે અધિકારીઓના પગારધોરણમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. તત્કાલિન મંત્રીમંડળના તમામ કાર્યાલયોમાંથી ફરજમુક્ત થયેલા અધિકારીઓ પૈકી ઉપરોક્ત નિમણૂક પામેલા અધિકારીઓના ગુજરાત મુલ્કી સેવા નિયમો પ્રમાણે 12મી ડિસેમ્બર 2022 થી 2જી જાન્યુઆરી 2023 સુધીના સમયગાળાને ફરજીયાત પ્રતિક્ષા સમય એટલે કે ફરજ પર જોડાવાના સમય તરીકે મંજૂર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top