Dakshin Gujarat

વીજ કચેરીના જટિલ પ્રશ્ને ડેડિયાપાડા MLAએ વીજ કંપનીને સાત દિવસની મહેતલ આપી

ડેડિયાપાડા: જગતનો તાત ખેડૂતો (Farmers) ફેસિલિટીના અભાવે લાચાર બની રહ્યો છે. ડેડિયાપાડા (Diapada) તાલુકાના એગ્રીકલ્ચર વીજળી વિભાગના (Electricity Department) જટિલ પ્રશ્ને સોમવારે ખુદ ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ખેડૂતો સાથે DGVCL કચેરીએ પહોંચી ગયા હતા. ખેડૂતોને ખેતીવિષયક તેમજ ઘર વપરાશ માટે ઊભી થતી સમસ્યા લઈને ધારાસભ્યએ સ્થાનિક અધિકારીઓને ઉધડો લીધો હતો.

.1500થી લઈને 2000 જેટલી રકમ પડાવી લેતાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો
ખેડૂતો સાથે ધારાસભ્યએ અધિકારીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, એગ્રીકલ્ચર ફીડર પર ક્યારેક બગડી ગયેલા ટ્રાન્સફોર્મરને સમયસર બદલી આપવામાં આંખ આડા કાન કરીને વિલંબ કરવામાં આવતો હોવાથી ખેડૂતોનો પાકને નુકસાન થતું હોય છે. તેમજ નવા વીજ મીટર આપવામાં પણ આળસને કારણે વિલંબ થતો હોવાની લોકોએ વીજકર્મીઓ સામે આક્ષેપો કર્યા હતા. એગ્રીકલ્ચર વીજ લાઈન માટે થાંભલા મૂકવામાં આવે ત્યારે કેટલાક વીજકર્મીચારીઓ ગ્રાહકો પાસેથી રૂ.1500થી લઈને 2000 જેટલી રકમ પડાવી લેતાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

દસ દિવસથી વીજળી ન આવતાં અંધારપટ છવાયેલો રહ્યો
ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર એવા દુથર, ફૂલસર, બેબાર સહિતનાં ગામોમાં દસ દિવસથી વીજળી ન આવતાં અંધારપટ છવાયેલો રહ્યો હોવાથી જલદી દૂર કરવા માટે માંગ કરી હતી.આવા પ્રશ્નોમાં તંત્રમાં આળસ કેમ? ડેડિયાપાડા ધારાસભ્યએ સ્ટાફ બાબતે તપાસતા કચેરીના મુખ્ય ઈજનેર જ રજા પર હતા. લોકોના વીજ કચેરીના પેન્ડિંગ પ્રશ્નો માટે નોંધ કરાવીને જો સાત દિવસમાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ કડક સૂચના આપી દીધી હતી.

સારોદ ગામે દૂષિત પાણી મુદ્દે જંબુસર SDMને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ: જંબુસરના સારોદ ગ્રામજનો માટે કઠિતપણે માથાનો દુખાવો બનેલી VECL કંપની દ્વારા દૂષિત પાણીના મુદ્દે સોમવારે જંબુસર SDMને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, તાલુકા પંચાયતનાં પ્રમુખ અંજુબેન સિંધા, સરપંચ ઇશાલભાઈ તેમજ વાંટા ગ્રામ પંચાયતના સરપંચ સરસ્વતીબેન સહિત મોટી સખ્યામાં માછીમારો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.ઘણા સમયથી સારોદ ગામના માછીમારો માટે શિરદર્દસમાન VECL કંપની દ્વારા દરિયાઈ પટ્ટીમાં દૂષિત પાણી છોડાતાં બેરોજગાર બનવાનો વારો આવ્યો હતો. કઠિતપણે કંપનીની નિષ્કાળજી કારણે માનવ વસવાટ પર તેની ગંભીર અસરો થાય છે. સોમવારે સારોદ ગામના માછીમારો અને ગ્રામજનો દ્વારા જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર એવું આપ્યું હતું કે, આ કંપની દ્વારા વારંવાર દૂષિત પાણી છડેચોક છોડાઈ રહ્યું છે. જેને કારણે માછીમાર સમાજ બેરોજગાર બની ગયા છે. જે માટે દરિયામાં છોડતું પાણી બંધ નહીં કરવામાં આવે તો દસ દિવસમાં ઉગ્ર આંદોલનના પડઘા સંભળાશે.

Most Popular

To Top